ખેડુતો માટે એલર્ટ! હવામાન વિભાગ દ્વારા ચક્રવાતી તોફાનની ચેતવણી, ચોમાસાને પણ થશે અસર?

ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અરબી સમુદ્રની મોસમી પ્રવૃત્તિઓમાં ખૂબ જ ઉથલપાથલ થઈ રહી છે.

ખેડુતો માટે એલર્ટ! હવામાન વિભાગ દ્વારા ચક્રવાતી તોફાનની ચેતવણી, ચોમાસાને પણ થશે અસર?
File Photo
Bhavesh Bhatti

|

May 14, 2021 | 1:46 PM

ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અરબી સમુદ્રની મોસમી પ્રવૃત્તિઓમાં ખૂબ જ ઉથલપાથલ થઈ રહી છે. આ સમયે અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થઈ છે. આવી સ્થિતિમાં, 16 થી 19 મે સુધીમાં ચક્રવાત તોફાન આવી શકે તેવી સંભાવના છે. જો આ ચક્રવાત આવે તો તેની અસર ચોમાસા પર પડે છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂનથી શરૂ થાય છે. હવામાન વિભાગે તેની આગાહીમાં કહ્યું છે કે આ વખતે ચોમાસું સમયસર આવશે.

કૃષિ નિષ્ણાતો કહે છે કે આશરે 40 ટકા લોકો ખેતીના પાણી માટે ચોમાસા પર આધાર રાખે છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો કે જે અનાજનું ઉત્પાદન કરે છે, પંજાબ, યુપી, હરિયાણા, બિહાર વગેરેમાં સિંચાઈના અન્ય વિકલ્પો છે, જેના કારણે ચોમાસાના વરસાદ પરની તેમની નિર્ભરતા ઓછી છે. હવે સમસ્યા એવા વિસ્તારોમાં છે, જ્યાં સિંચાઈ માટે ટ્યુબવેલનો ઉપયોગ થતો નથી અને જ્યાં ખેડુતો સંપૂર્ણપણે કેનાલ અને ચોમાસા પર આધારીત છે. હાલ ઘણા વિસ્તારોમાં ધીરે ધીરે ભૂગર્ભ જળનું સ્તર ઘટી રહ્યું છે, જેથી ચોમાસાના અભાવને લીધે ગંભીર પરિસ્થિતિ થશે.

હવામાન વિભાગ કહે છે કે જો વાવાઝોડું આવશે તો તેની અસર ચોમાસા પર પણ પડે છે કારણ કે ચોમાસાના પવન તોફાનથી પ્રભાવિત હોય છે. હવે જોવાનું એ રહે છે કે વાવાઝોડાની દિશા કઈ રહે છે. ઓછા વરસાદથી ખેડુતો અને સરકારની ચિંતાઓ વધશે કારણે કે, ખરીફ પાકની વાવણી 15 જૂનથી શરૂ થશે. જો જૂન મહિનામાં ચોમાસાનો વરસાદ પડે તો તેની સીધી અસર ખરીફ પાકના ઉત્પાદન પર પડશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati