Kisan Rail : ખેડૂતો ફળો અને શાકભાજી દેશના મોટા બજારમાં મોકલી શકશે, ખર્ચમાં મળશે 50 ટકા સબસિડી

|

Jun 27, 2021 | 1:42 PM

18 જૂન સુધી કિસાન રેલ સેવા દ્વારા 2.7 લાખ ટન માલ પહોંચાડવામાં આવ્યો છે. આ દરમિયાન કિસાન રેલે 850 મુસાફરી પૂર્ણ કરી છે.

Kisan Rail : ખેડૂતો ફળો અને શાકભાજી દેશના મોટા બજારમાં મોકલી શકશે, ખર્ચમાં મળશે 50 ટકા સબસિડી
કિસાન રેલ

Follow us on

ખેડૂતોની આવક વધારવા માટે, ખેડૂતોની (Farmers) ઉપજને યોગ્ય બજાર મળે તે જરૂરી છે. તેમના ઉત્પાદનો યોગ્ય સમયે બજારમાં પહોંચે, તેને ધ્યાનમાં રાખીને સરકારે કિસાન રેલ (Kisan Rail) સેવા શરૂ કરી હતી. આ સેવા હવે દેશના 60 રેલ્વે રૂટ પર કાર્યરત છે.

કૃષિ મંત્રાલયના ટ્વીટ મુજબ, 60 રેલ્વે રૂટ પર કાર્યરત કિસાન રેલ સેવા દ્વારા દેશવ્યાપી બજારમાં ખેડૂતોની પહોંચમાં વધારો થયો છે. ખેડુતોને તેમની પેદાશના સારા ભાવ મળી રહ્યા છે. 18 જૂન સુધી કિસાન રેલ સેવા દ્વારા 2.7 લાખ ટન માલ પહોંચાડવામાં આવ્યો છે. આ દરમિયાન કિસાન રેલે 850 મુસાફરી પૂર્ણ કરી છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

ફળો અને શાકભાજીના પરિવહનમાં 50% સબસિડી

કિસાન રેલયાત્રામાં સરકાર દ્વારા ફળો અને શાકભાજીના પરિવહન માટે 50 ટકા સબસિડી આપવામાં આવે છે. કિસાન રેલ સેવા દ્વારા 4 ઓક્ટોબરથી 15 જૂનની વચ્ચે સબસિડી તરીકે 52.38 કરોડ રૂપિયાની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે.

કિસાન રેલ સેવા 7 ઓગસ્ટ 2020 માં શરૂ કરવામાં આવી હતી. યોજના અંતર્ગત રેલ્વે પરિવહનનો ઉપયોગ ખેડૂતોના ઉત્પાદનને રાષ્ટ્રીય બજારમાં પહોંચાડવા માટે કરવામાં આવે છે. તેના કારણે ખેડૂતોને લાભ મળ્યો કે ઘણી વખત ખેડૂતોના ફળ અને શાકભાજી સમયસર બજારમાં પહોંચતા નથી અને પરિવહન દરમિયાન તે બગડે છે. જે હવે સમયસર બજારમાં પહોંચવા લાગ્યા.

દેશના જુદા-જુદા બજારમાં ખેડૂતોના ફળો, શાકભાજી વગેરેનું પરિવહન કરવા માટે રેલ્વે પરિવહનના ઉપયોગથી સમયનો બચાવ થયો અને તાજા શાકભાજી મંડીઓમાં પહોંચ્યા. તેને કારણે ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે.

કિસાન રેલ સેવા પીપીપી મોડ પર શરૂ કરવામાં આવી છે. ફળો અને શાકભાજી લાંબા સમય સુધી તાજા રાખવા માટે, કિસાન રેલમાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા છે, તેનો લાભ ખેડૂતોને થાય છે. એવું માનવામાં આવે છે કે ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા આ એક મહાન પહેલ છે.

આ ઉત્પાદનો પર સબસિડી મળશે

ફળો: કેરી, કેળા, જામફળ, કિવિ, લીચી, પપૈયા, નારંગી, લીંબુ, અનાનસ, દાડમ, જેકફ્રૂટ, આમળા અને પેર.

શાકભાજી: કારેલા, રીંગણા, કેપ્સિકમ, ગાજર, કોબીજ, કઠોળ, લીલા મરચા, ભીંડા, કાકડી, વટાણા, લસણ, ડુંગળી, બટાકા અને ટામેટા સહિતની અન્ય શાકભાજી

Next Article