AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માત્ર ટામેટાના ભાવ જ નથી વધ્યા, રોજીંદા ભોજનમાં વપરાતી આ વસ્તુઓ પણ થઈ છે મોંઘી

માર્ચ મહિનામાં થયેલા કમોસમી વરસાદને કારણે રાજસ્થાન અને ગુજરાતમાં જીરાના પાકને નુકસાન થયું હતું. તેથી ઓછા ઉત્પાદનની અસર તેના ભાવ પર પડી અને કિંમતમાં વધારો થયો છે. આ ઉપરાંત કાજુ અને બદામ પણ મોંઘા થયા છે.

માત્ર ટામેટાના ભાવ જ નથી વધ્યા, રોજીંદા ભોજનમાં વપરાતી આ વસ્તુઓ પણ થઈ છે મોંઘી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 6:16 PM
Share

દેશમાં હાલ મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ આસમાને છે અને સામાન્ય માણસને જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. લીલા શાકભાજીથી લઈને અનાજ-કઠોળ સહિત તમામ ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી થઈ છે. પરંતુ અત્યારે લોકો માત્ર ટામેટાના ભાવ (Tomato Price) વધારાની જ વાત કરી રહ્યા છે. આમ જનતાને ટામેટા જ મોંઘા થયા હોય તેવું લાગી રહ્યુ છે. બાકીની ખાદ્ય ચીજવસ્તુઓ પહેલાના જ ભાવે વેચાઈ રહી છે, પરંતુ એવું નથી.

જીરું સૌથી વધારે મોંઘુ થયું

ટામેટા સિવાય પણ ઘણી એવા ખાદ્ય પદાર્થો છે, જેના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ એવી વસ્તુઓ છે, જેના વગર સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શક્ય નથી. અમે મસાલા વિશે વાત કરી રહ્યા છીએ. ટામેટા, મરચાં અને આદુની સાથે મસાલાના ભાવમાં પણ વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જો મસાલાની વાત કરવામાં આવે તો તેમાં જીરું સૌથી વધારે મોંઘુ થયું છે. તેની કિંમત જથ્થાબંધ ભાવથી લઈને છૂટક બજારમાં પણ મોંઘી થઈ ગઈ છે.

કાજુ અને બદામ પણ મોંઘા થયા

જીરા સિવાય અજમો અને વરિયાળીના ભાવમાં પણ વધારો થયો છે. લોકો આ મસાલાની ખરીદી કરતા પહેલા એકવાર ચોક્કસપણે ભાવ પૂછે છે. મોંઘવારીના કારણે ઘણા લોકોએ શાકભાજીમાં જીરુંનો ઉપયોગ ઓછો કર્યો છે. માર્ચ મહિનામાં થયેલા કમોસમી વરસાદને કારણે રાજસ્થાન અને ગુજરાતમાં જીરાના પાકને નુકસાન થયું હતું. તેથી ઓછા ઉત્પાદનની અસર તેના ભાવ પર પડી અને કિંમતમાં વધારો થયો છે. આ ઉપરાંત કાજુ અને બદામ પણ મોંઘા થયા છે.

આ પણ વાંચો : Onion Price: ડુંગળી ટામેટા જેટલી મોંઘી નહીં થાય, કેન્દ્ર સરકારે બનાવ્યો માસ્ટર પ્લાન

વરિયાળી પણ 100 રૂપિયા મોંઘી થઈ

પહેલા જીરાનો ભાવ 500 થી 600 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હવે વધીને 700 થી 750 રૂપિયા થયો છે. જો અજમાની વાત કરવામાં આવે તો તેનો ભાવ પહેલા 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો હતો. પરંતુ તેમાં થયેલા ભાવ વધારા બાદ હવે તેનો ભાવ 400 રૂપિયા થયો છે. સાથે જ વરિયાળી પણ 100 રૂપિયા મોંઘી થઈ છે. હાલમાં 1 કિલો વરિયાળીનો ભાવ રૂ.360 પ્રતિ કિલો થયો છે, જ્યારે પહેલા તેનો ભાવ 250 થી 260 રૂપિયા હતો.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">