બે વર્ષ બાદ ફરીથી અમેરિકા જશે ભારતીય કેરી, જલ્દી જ દાડમનું એક્સપોર્ટ પણ શરૂ થશે
વાણિજ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે ભારતથી યુએસમાં કેરી અને દાડમની નિકાસ આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શરૂ થશે. તેનાથી દેશની કૃષિ નિકાસ વધારવામાં મદદ મળશે.
બે વર્ષ બાદ ફરી એકવાર ભારત અમેરિકામાં કેરીની નિકાસ (Mango Export) કરવા જઈ રહ્યું છે. કેરીની સાથે હવે ભારતીય દાડમની પણ અમેરિકામાં નિકાસ કરવામાં આવશે. ડુક્કરનું માંસ અમેરિકાથી ભારતમાં આવશે. આ ઉપરાંત અમેરિકાની ચેરી અને આલ્ફાફ્ફા ચારો પણ આગામી સમયમાં ભારતીય બજારમાં (Indian Market) જોવા મળશે. શનિવારે વાણિજ્ય મંત્રાલયે આ સંદર્ભમાં માહિતી આપી હતી.
વાણિજ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે ભારતથી યુએસમાં કેરી અને દાડમની નિકાસ આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શરૂ થશે. તેનાથી દેશની કૃષિ નિકાસ વધારવામાં મદદ મળશે. ભારતમાંથી અમેરિકામાં દાડમના બીજની નિકાસ અને યુએસથી આલ્ફાફ્ફા ચારા અને ચેરીની આયાત પણ આ વર્ષે એપ્રિલથી શરૂ થશે.
મંત્રાલયે કહ્યું કે 23 નવેમ્બર, 2021ના રોજ યોજાયેલી 12મી ભારત-યુએસ ટ્રેડ પોલિસી ફોરમની બેઠકને અનુરૂપ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (યુએસડીએ) એ ‘2 વિ. 2 કૃષિ બજાર ઍક્સેસ મુદ્દાઓ પર હસ્તાક્ષર કર્યા છે.
આ કરાર હેઠળ, કેરી, દાડમ અને દાડમના બીજના નિરીક્ષણ અને દેખરેખની પદ્ધતિ હેઠળ, ભારતમાંથી તેમની નિકાસ અને યુએસ ચેરી અને આલ્ફાફ્ફા ચારા માટે ભારતીય બજારમાં પ્રવેશ. “કેરી અને દાડમની નિકાસ જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2022 માં શરૂ થશે અને દાડમના બીજની નિકાસ એપ્રિલ, 2022 થી શરૂ થશે,”
પશુપાલન અને ડેરી વિભાગે કહ્યું છે કે તે અમેરિકાથી આવતા ડુક્કરના માંસને બજારમાં પ્રવેશ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ટ્રેડ પોલિસી ફોરમની બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી ભારતે અમેરિકામાં કેરીની નિકાસ કરી નથી.
ભારતીય દશેરી અને લંગરા જેવી કેરીની જાતો હવે ન્યૂયોર્ક અને અન્ય અમેરિકન શહેરોમાં જોવા મળશે. તે જ સમયે, કેલિફોર્નિયાની ચેરી ભારતમાં વેચવામાં આવશે. અમેરિકામાં ભારતીય કેરીની ઘણી માંગ છે. આવી સ્થિતિમાં ફરી એકવાર કેરીને અમેરિકા મોકલવાના નિર્ણયથી કૃષિ નિકાસને વેગ મળશે એટલું જ નહીં કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ સારો ભાવ મળશે.
આ પણ વાંચો –
મુસીબતમાં ફસાયેલ ઇમરાન ખાન હવે ખટખટાવશે ચીનનો દરવાજો, વિપક્ષના હુમલા અને નાણાકીય કટોકટીને લઈને જશે બેઇજિંગ
આ પણ વાંચો –
પેંગોંગ તળાવ પર બ્રિજના નિર્માણ મામલે ભારતે કર્યો વિરોધ, ચીને કહ્યું- પ્રાદેશિક સાર્વભૌમત્વની સુરક્ષા માટે થઈ રહ્યું છે કામ
આ પણ વાંચો –