શા માટે UAEએ ભારતીય ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, તમે પણ જાણો તેનું કારણ

|

Jun 17, 2022 | 9:01 AM

13 મેના રોજ, ભારતે ખાદ્ય સુરક્ષા, વૈશ્વિક પરિસ્થિતિ અને સ્થાનિક બજારમાં ખાદ્યપદાર્થોની વધતી કિંમતોને ટાંકીને ઘઉંની (Wheat)નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતે નાણાકીય વર્ષ 2021-22માં UAEમાં 4.71 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી.

શા માટે UAEએ ભારતીય ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, તમે પણ જાણો તેનું કારણ
Wheat
Image Credit source: File Photo

Follow us on

સંયુક્ત આરબ અમીરાત (UAE) એ બુધવારે આગામી 4 મહિના માટે ભારતીય ઘઉં (Wheat)અને લોટની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય 13 મે, 2022 થી ચાર મહિના માટે લાગુ થશે. UAE ના આર્થિક બાબતોના મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ ભારતીય ઘઉં, ભારતીય ઘઉંમાંથી બનેલા લોટ અને તેના અન્ય તમામ ઉત્પાદનો પર લાગુ થશે. UAEના આ નિર્ણયને લઈને વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ UAEએ આ નિર્ણય માત્ર ભારતના કારણે લીધો છે.

ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ભારત દુબઈ અને અબુ ધાબી નથી ઈચ્છતું કે નિકાસ કરાયેલ ઘઉં અથવા લોટ અન્ય કોઈ દેશમાં મોકલે. ભારત ઈચ્છે છે કે તેના ઘઉંનો સ્થાનિક રીતે ઉપયોગ થાય અને તેનો લાભ ત્યાં કામ કરતા ભારતીયો સુધી પહોંચે. તેના બદલામાં, ભારત યુએઈને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકનાર દેશોની યાદીમાંથી બહાર રાખી શકે છે, એમ અહેવાલમાં જણાવાયું છે.

ભારતમાંથી વધતી નિકાસ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

13 મેના રોજ, ભારતે ખાદ્ય સુરક્ષા, વૈશ્વિક પરિસ્થિતિ અને સ્થાનિક બજારમાં ખાદ્યપદાર્થોની વધતી કિંમતોને ટાંકીને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતે નાણાકીય વર્ષ 2021-22માં UAEમાં 4.71 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. ભારત માટે નિકાસનો આ આંકડો બહુ મોટો નથી, પરંતુ UAEના સંદર્ભમાં તે ઘણો ઊંચો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના અંદાજ મુજબ, યુએઈ વાર્ષિક 1.5 મિલિયન ટન ઘઉંનો વપરાશ કરે છે અને સમગ્ર ઘઉંની નિકાસ યુએઈમાં થાય છે.

UAE તેની જરૂરિયાતના 50 ટકા ઘઉં રશિયામાંથી નિકાસ કરે છે. આ પછી કેનેડા યુક્રેન અને ઓસ્ટ્રેલિયાથી ઘઉંની આયાત કરે છે. નાણાકીય વર્ષ 2020-21થી ભારત UAE માટે મુખ્ય સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે. 2020માં ભારતે 1.88 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી, જે વધીને 2021માં લગભગ સાડા પાંચ લાખ ટન થઈ ગઈ છે. રુસો-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક પુરવઠાને અસર થયા બાદ ભારત UAEમાં ઘઉંની નિકાસ કરી રહ્યું હતું. જો ભારતે નિકાસ પર પ્રતિબંધ ન મૂક્યો હોત તો આ વખતે આંકડો વધી ગયો હોત.

જુલાઈથી પુરવઠામાં સુધારો થવાની ધારણા છે

વેપારી સૂત્રોનું કહેવું છે કે આગામી મહિનાઓમાં ઘઉંના વૈશ્વિક પુરવઠામાં સુધારો થશે. રશિયા અને યુક્રેનમાં જુલાઇ મહિનામાં ઘઉંની લણણી બાદ બજારમાં તેની આવક વધશે. જોકે આ વખતે યુક્રેનની નિકાસ અડધી થઈ શકે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અનુસાર, યુક્રેનએ ગયા વર્ષે કુલ 19 મિલિયન ટન ઘઉંની નિકાસ કરી હતી. આ વખતે તે માત્ર 10 મિલિયન ટન હોવાનો અંદાજ છે. જોકે આ વખતે રશિયાની નિકાસ 33 મિલિયન ટનથી વધીને 40 મિલિયન ટન થઈ શકે છે.

Published On - 9:01 am, Fri, 17 June 22

Next Article