સ્વતંત્રતા દિવસ પર ખેડૂતોને મળી મોટી ભેટ, સરકારે હજારો કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાની કરી જાહેરાત

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કૃષિ લોન માફ કરીને ખેડૂતોને આઝાદીની મોટી ભેટ આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહત્તમ 99,999 રૂપિયાની લોન માફ કરવામાં આવશે. આ માટે સરકાર બેંકને ડાયરેક્ટ પેમેન્ટ કરશે.

સ્વતંત્રતા દિવસ પર ખેડૂતોને મળી મોટી ભેટ, સરકારે હજારો કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાની કરી જાહેરાત
Agriculture Loan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 8:15 PM

સ્વતંત્રતા દિવસના અવસર પર સરકારે ખેડૂતોને (Farmers) મોટી ભેટ આપી છે. 14 ઓગસ્ટની સાંજે મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કૃષિ લોન (Agriculture Loan) માફ કરવાની જાહેરાત કરી હતી. ખાસ વાત એ છે કે એક લાખ રૂપિયાથી ઓછી લોન લેનાર ખેડૂતોની કૃષિ લોન માફ કરવામાં આવશે. તેનાથી રાજ્યના 9 લાખથી વધુ ખેડૂતોને સીધો ફાયદો થશે. મુખ્યમંત્રીએ લોન માફી માટે કરોડો રૂપિયાનું ભંડોળ બહાર પાડવાનો આદેશ આપ્યો છે.

ખેડૂતોએ સરકારના આ પગલાની પ્રશંસા કરી

આ સમાચારથી ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. ખેડૂતોએ સરકારના આ પગલાની પ્રશંસા કરી છે. તેલંગાણામાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે છેલ્લી વિધાનસભા ચૂંટણી જીત્યા પછી ખેડૂતોને વચન આપ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોની લોન માફ કરશે.

મહત્તમ 99,999 રૂપિયાની લોન માફ કરવામાં આવશે

આ જ કારણ છે કે તેમણે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોની કૃષિ લોન માફ કરીને તેમને આઝાદીની મોટી ભેટ આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહત્તમ 99,999 રૂપિયાની લોન માફ કરવામાં આવશે. આ માટે સરકાર બેંકને ડાયરેક્ટ પેમેન્ટ કરશે.

જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત
Travel Tips : માઉન્ટ આબુ જવા માટે ચોમાની ઋતુ છે બેસ્ટ
કેળા ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણીને રહી જશો દંગ
કેરળની જેમ રાજકોટનું નામ પણ બદલાશે? જાણો શું છે Rajkot નું પ્રાચીન નામ
Indian Railway : શતાબ્દી અને જન શતાબ્દી ટ્રેનમાં શું ફેર હોય છે?
ડ્રાય અને રફ થઈ ગયેલા તમારા વાળને ફરી ચમકાવશે આ કંડીશનર

902843 ખેડૂતો દેવામુક્ત થશે

મુખ્યમંત્રીએ કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરતા કહ્યું કે, સરકાર બેંકોને તરત જ લોન ચૂકવશે. મુખ્યમંત્રીના આદેશ બાદ નાણા વિભાગે લોન માફી માટે 5,809.78 કરોડ રૂપિયાની રકમ જાહેર કરી છે. આ સાથે 902843 ખેડૂતો દેવામાંથી મુક્ત થશે.

બેંકોને રૂ. 1943.64 કરોડ ચૂકવવામાં આવ્યા

એવું કહેવામાં આવી રહ્યું છે કે બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા બાદ સીએમ કે ચંદ્રશેખર રાવે 11 ડિસેમ્બર 2018 સુધી 1 લાખ રૂપિયાથી ઓછી કૃષિ લોન લેનારા ખેડૂતોની લોન માફ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ, કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે સરકાર આ નિર્ણય લઈ શકી નથી. 2 ઓગસ્ટે, સીએમ કેસીઆરએ કહ્યું હતું કે તે 45 દિવસમાં લોન માફ કરશે. ત્યારે સરકારે 50,000 રૂપિયા સુધીની લોન લેનાર 719488 ખેડૂતોની લોન માફ કરી દીધી હતી.

આ પણ વાંચો : Banana Price: શાકભાજી બાદ ફળના ભાવમાં વધારો, કેળાના ભાવ પહોંચ્યા 100 રૂપિયાને પાર

તેના બદલે બેંકોને 1943.64 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. સરકારે હવે 99,999 રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરીને ખેડૂતોના દિલ જીતી લીધા છે. આ મહિનામાં સરકારના નિર્ણયથી કુલ 1666899 ખેડૂતોને ફાયદો થયો છે. આ માટે સરકારે બેંકોને 7753 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર
દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર
સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, દર્દીઓને હાલાકી
સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, દર્દીઓને હાલાકી
અમદાવાદઃ નારોલમાંથી MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ, 5.30 લાખનો જથ્થો ઝડપાયો
અમદાવાદઃ નારોલમાંથી MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ, 5.30 લાખનો જથ્થો ઝડપાયો
પરેશ ધાનાણીનો વાર, ભાજપ નહી જાગે તો અગ્નિકાંડની આગ આખા રાજ્યમાં દઝાડશે
પરેશ ધાનાણીનો વાર, ભાજપ નહી જાગે તો અગ્નિકાંડની આગ આખા રાજ્યમાં દઝાડશે
અધ્યક્ષ પદની ખુરશી માટે NDA - INDI ગઠબંધન સામ સામે, પહેલીવાર થશે ચૂંટણ
અધ્યક્ષ પદની ખુરશી માટે NDA - INDI ગઠબંધન સામ સામે, પહેલીવાર થશે ચૂંટણ
અમદાવાદના ખોખરા અનુપમ સિનેમા નજીક પડ્યો 6 ફુટ મોટો ભુવો-Video
અમદાવાદના ખોખરા અનુપમ સિનેમા નજીક પડ્યો 6 ફુટ મોટો ભુવો-Video
અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ ઠેર-ઠેર સર્જાયા હાલાકીના દૃશ્યો- Video
અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ ઠેર-ઠેર સર્જાયા હાલાકીના દૃશ્યો- Video
g clip-path="url(#clip0_868_265)">