PM Kisan: અયોગ્ય ખેડૂતો પરત કરે પીએમ કિસાન યોજનાના નાણાં, નહિતર વધી જશે મુશ્કેલી

|

May 12, 2022 | 7:58 PM

PM kisan યોજના હેઠળ આશરે 12 કરોડ ખેડૂત નોંધાયેલા છે. તેમાંથી ઘણા એવા ખેડૂત(Farmer) છે જે અપાત્ર છે છતાં આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. એવામાં ખેડૂતોને યોજનાના નાણાં પરત કરવાની અપીલ કરવામાં આવી છે.

PM Kisan: અયોગ્ય ખેડૂતો પરત કરે પીએમ કિસાન યોજનાના નાણાં, નહિતર વધી જશે મુશ્કેલી
Farmer

Follow us on

PM KISAN  YOJNA પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi) નો લાભ લેનારા અયોગ્ય લાભાર્થીઓને સરકારે એક તક આપી છે.જો કોઈ અપાત્ર ખેડૂત(Farmer) કિસાન યોજનાનો લાભ લઈ રહ્યો છે. તો તેણે તે રકમ પરત કરવી પડશે. નહીં તો તેને અન્ય સરકારી યોજનાઓથી પણ વંચિત રાખવામાં આવશે. એવા ઘણા ખેડૂત સામેલ છે જે યોજના માટે યોગ્ય નથી તેમ છતાં આ યોજનાનો લાભ લે છે.

PM Kisan યોજના હેઠળ લાભાર્થીઓને દરેક વર્ષે 2,000 રૂપિયાના ત્રણ હપ્તા દ્વારા 6,000 રૂપિયા મળે છે. આ યોજનામાં આશરે 12 કરોડ ખેડૂત નોંધાયેલા છે. તેવામાં એવા ઘણા ખેડૂત સામેલ છે જે યોજના માટે યોગ્ય નથી તેમ છતાં આ યોજનાનો લાભ લે છે.

કેન્દ્ર સરકારના આ પ્રકારના આદેશ બાદ હવે રાજ્ય સરકાર પણ પોત પોતાના પ્રદેશના અયોગ્ય ખેડૂતોને જમા રાશિ પાછી આપવા અપીલ કરી રહી છે. આજ શ્રેણીમાં બિહારમાં સરકારે સૂચના જાહેર કરતા ખેડૂતોને સરકારી એકાઉન્ટમાં પૈસા પાછા આપવાની અપીલ કરી છે. અયોગ્ય ખેડૂતોને નાણા પરત આપવા 15 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. પીએમ કિસાનનો 11મો હપ્તો આવ્યા પહેલા આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

શું છે આદેશ?

બિહાર સરકારના કૃષિ મંત્રાલયે એવા ખેડૂતોને ફરી એક વાર નાણા પાછા આપવા માટે કહ્યું છે જે ખેડૂતો ઇન્કમ ટેક્સ પણ ભરી રહ્યા છે અને કિસાન સન્માન નિધિ હેઠળ પૈસા પણ લઈ રહ્યા છે. આવા ખેડૂતો પાસે નાણાં પરત આપવા માટે બહુ ઓછો સમય રહ્યો છે. પૈસા જમા કરાવવા માટે બેંક ખાતું પણ જાહેર કરવામાં આવ્યું છે.
ખાતા નંબર- 40903138323

IFSC Code- SBIN0006379

બેંકનુ નામ- ભારતીય સ્ટેટ બેંક

બ્રાંચનું નામ- બેલી રોડ પટના

આ ખાતા નંબર અને માહિતીની મદદથી ખેડૂતો નેટ બેકિંગ કે મોબાઇલ દ્વારા પણ નાણા પાછા આપી શકે છે. બિહાર સરકારના આદેશ મુજબ હવે ખેડૂતો પાસે માત્ર ત્રણ દિવસ જ બચ્યા છે. આ ખાતામાં નાણા જમા કર્યા બાદ ખેડૂતો તેમના જિલ્લા કૃષિ પદાધિકારીના કાર્યાલય પર સંપર્ક કરી શકે છે.

Next Article