હાઇડ્રોપોનિક ટેકનોલોજીથી સ્ટ્રોબેરીની ખેતી કરો, ચાર ગણું વધારે ઉત્પાદન મળશે

|

Oct 23, 2021 | 4:59 PM

હાઈડ્રોપોનિક ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે કોઈ પણ સિઝનમાં તમે તેમાં તમામ પ્રકારના ફળો અને શાકભાજીની ખેતી કરી શકો છો. આ ટેકનિકથી ઉગાડવામાં આવતી સ્ટ્રોબેરીની ગુણવત્તા ઘણી સારી હોય છે, સાથે જ તે સારી ઉપજ પણ આપે છે.

હાઇડ્રોપોનિક ટેકનોલોજીથી સ્ટ્રોબેરીની ખેતી કરો, ચાર ગણું વધારે ઉત્પાદન મળશે
Hydroponic Farming Of Strawberry

Follow us on

હાઇડ્રોપોનિક એ કૃષિની નવીનતમ તકનીકોમાંની એક છે. આ ટેકનિક દ્વારા સ્ટ્રોબેરીની ખેતી (Strawberry Farming) પણ કરી શકાય છે. આ ટેકનિકથી ઉગાડવામાં આવતી સ્ટ્રોબેરીની ગુણવત્તા ઘણી સારી હોય છે, સાથે જ તે સારી ઉપજ પણ આપે છે. હાઈડ્રોપોનિક ટેકનોલોજીનો (Hydroponics Farming) સૌથી મોટો ફાયદો એ છે કે કોઈ પણ સિઝનમાં તમે તેમાં તમામ પ્રકારના ફળો અને શાકભાજીની ખેતી કરી શકો છો.

વળી કોઈ પણ પ્રકારના હવામાનથી તેમાં કોઈ ફરક પડતો નથી. આ તકનીકમાં સૂર્યપ્રકાશ, વરસાદ અને કરાથી પણ નુકસાન થતું નથી, કારણ કે તે સંપૂર્ણપણે ઇન્ડોર ફાર્મિંગ છે. આ ટેકનિકથી સ્ટ્રોબેરીની ખેતી પણ કરવામાં આવી રહી છે. તેના કારણે ખેડૂતોને બમ્પર ઉત્પાદન મળી રહ્યું છે.

હાઇડ્રોપોનિકમાં સ્ટ્રોબેરી કેવી રીતે ઉગાડવી
સ્ટ્રોબેરીના છોડ નાના હોય છે અને નાજુક ડાળીઓ ફળોથી ભરાઈ જાય પછી વળે છે. છોડની આ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, તેને હાઇડ્રોપોનિક તકનીકથી ઉગાડવાનું વિચાર્યું હતું. આ પ્રયોગ ખૂબ સફળ રહ્યો. હરિયાણાના વૈજ્ઞાનિકોએ સ્ટ્રોબેરી ઉગાડવા માટે હાઈડ્રોપોનિક ટેકનોલોજીનો પ્રયોગ કર્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હાઇડ્રોપોનિક ખેતી પાઇપની અંદર થાય છે. તેથી સ્ટ્રોબેરીની ખેતી કરવા માટે નવી પદ્ધતિ અપનાવવામાં આવી. તેની ખેતી માટે, હાઈડ્રોપોનિકનું સ્ટ્રકચર ટ્રોલી જેવું બનાવવામાં આવ્યું છે. પાઇપની અંદર ચોક્કસ અંતર બનાવ્યા બાદ તેમાં એક છિદ્ર બનાવવામાં આવે છે. આ છિદ્રોમાં છોડ વાવવામાં આવે છે.

માટીનો ઉપયોગ થતો નથી
છોડ વાવવા માટે માટીનો ઉપયોગ થતો નથી. તેના બદલે, તેમના માટે એક ખાસ પ્રકારનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. તેમાં કોકોપીટ, વર્મી કમ્પોસ્ટ અને પેરાલાઇટ ભેળવવામાં આવે છે. કોકોપીટના ત્રણ ભાગ, એક ભાગ વર્મી કમ્પોસ્ટ અને એક ભાગ પેરાલાઇટ, કાચ જેવા નાના પાત્રમાં રાખવામાં આવે છે. તેને 75 સેમી ભરવામાં આવે છે. આ પહેલા બોક્સમાં ત્રણથી ચાર સેમી ત્રિજ્યાનો હોલ કરવામાં આવે છે જેથી છોડના મૂળ તેમાંથી સરળતાથી બહાર આવી શકે.

ત્રણથી ચાર ગણું વધારે ઉત્પાદન મળે છે
આ રીતે વાવેતર કરવાથી નીંદણની સમસ્યા થતી નથી અને મલ્ચિંગની પણ જરૂર પડતી નથી. જેના કારણે વાવેતરનો ખર્ચ ઓછો થાય છે. આ સિવાય, જો આ પદ્ધતિ દ્વારા ખેતી કરવામાં આવે તો તે જ જમીનમાં ત્રણથી ચાર ગણા વધારે છોડનું વાવેતર કરવામાં આવે છે. જો ખેતરમાં છોડ રોપવામાં આવે છે, તો 10 થી 12 હજાર સ્ટ્રોબેરી છોડ પ્રતિ વીઘા વાવેતર કરી શકાય છે જ્યારે આ તકનીકનો ઉપયોગ કરીને 30 થી 50 છોડ પ્રતિ વીઘા વાવેતર કરી શકાય છે. આ રીતે ત્રણથી ચાર ગણી વધુ ઉપજ મળે છે. તેનાથી આવકમાં પણ વધારો થાય છે.

 

આ પણ વાંચો : Agriculture Waste: વૈજ્ઞાનિકોની મદદથી હવે ખેતીના કચરામાંથી પણ કરી શકશો કમાણી, બનશે કાગળ, ઘાસચારો અને ખાતર

આ પણ વાંચો : Pearl Farming: મોતીની ખેતીથી માલામાલ થઇ રહ્યા છે ખેડૂતો, જાણો આ ખેતી વિશેની સંપૂર્ણ જાણકારી

Next Article