રંગ લાવી રહ્યા છે સરકાના પ્રયાસ, રવી સીઝનમાં તેલીબિયાં અને ઘઉંના વાવેતર વિસ્તારમાં થયો વધારો

કૃષિ મંત્રાલયે માહિતી આપી છે કે 3 ડિસેમ્બર, 2021 સુધી 200.66 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળામાં આ આંકડો 193.42 લાખ હેક્ટર વિસ્તાર હતો.

રંગ લાવી રહ્યા છે સરકાના પ્રયાસ, રવી સીઝનમાં તેલીબિયાં અને ઘઉંના વાવેતર વિસ્તારમાં થયો વધારો
Mustered Farming (Symbolic Image)

દેશમાં રવી પાક(Rabi Crop)ની વાવણીની મોસમ ચાલી રહી છે. દેશના કેટલાક ભાગોમાં વાવણીનું કામ પૂર્ણ થઈ ગયું છે તો કેટલીક જગ્યાએ તે ચરમસીમાએ છે. ઓક્ટોબરના મધ્યમાં વરસાદ(Rains)ને કારણે ઘણા વિસ્તારોમાં રવી સીઝન(Rabi Season)ની વાવણીમાં વિલંબ થયો છે. આમ છતાં આ આંકડો ગત વર્ષ કરતા વધુ છે.

સાથે જ કઠોળ અને તેલીબિયાંના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવાના સરકારના પ્રયાસોને ખેડૂતો પણ વેગ આપી રહ્યા છે. 3 ડિસેમ્બર સુધીના આંકડા દર્શાવે છે કે ઘઉંની સાથે સાથે કઠોળ અને તેલીબિયાંના વાવેતર વિસ્તારમાં પણ વધારો થયો છે. તેલીબિયાં સેક્ટરમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે.

3 ડિસેમ્બર, 2021 સુધીના કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં ઘઉંની વાવણી ગત વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 7.24 લાખ હેક્ટર વિસ્તારમાં વધી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં ગત વર્ષ કરતાં વધુ વાવેતર થયું છે. ત્યારે બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં આંકડો ઓછો છે.

કઠોળનો વાવેતર આંક પણ વધુ

મંત્રાલયે માહિતી આપી છે કે 3 ડિસેમ્બર, 2021 સુધી 200.66 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉં(Wheat)નું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળામાં આ આંકડો 193.42 લાખ હેક્ટર વિસ્તાર હતો. જો કઠોળ(Beans)ની વાત કરીએ તો તે ગત વર્ષ કરતાં 50,000 હેક્ટર વધુ છે. ગત વર્ષે સમાન સમયગાળામાં 113.48 લાખ હેક્ટર વિસ્તારમાં કઠોળનું વાવેતર થયું હતું. ત્યારે આ આંકડો 113.98 લાખ હેક્ટર છે.

ગુજરાત (Gujarat), રાજસ્થાન, તેલંગાણા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, ઉત્તરાખંડ અને પંજાબ જેવા રાજ્યોએ અત્યાર સુધીમાં વધુ વિસ્તાર આવરી લીધો છે. બીજી તરફ, ઓડિશા, બિહાર, તમિલનાડુ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આસામમાં કઠોળની વાવણી ગયા વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં ઘટી છે.

તેલીબિયાંના ક્ષેત્રમાં સૌથી વધુ વધારો થયો

તેલીબિયાં (Oilseeds) હેઠળના વિસ્તારમાં મહત્તમ વધારો થયો છે. તેની પાછળનું કારણ સરકારના પ્રયાસો અને આ વર્ષે બજારમાં મળેલા સારા ભાવ છે. ખેડૂતો(Farmers)એ આ વખતે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કરતાં લગભગ બમણા ભાવે સરસવનું વેચાણ કર્યું છે. ત્યારે કેટલાક ભાગોમાં, તે MSP કરતા 2 થી 3 હજાર રૂપિયા વધુ કિંમતે વેચાય છે. તેની અસર તેલીબિયાંના વિસ્તાર પર જોવા મળી રહી છે.

કૃષિ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 83.65 લાખ હેક્ટર વિસ્તારમાં તેલીબિયાંનું વાવેતર કરવામાં આવ્યું છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં 64.73 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું એટલે કે આ વખતે આ આંકડો 18.92 હેક્ટર વધુ છે.

આ પણ વાંચો: એન્જેલા મર્કેલનો જર્મનીના લોકોને છેલ્લો સંદેશ, વેક્સિનેશનથી મૃત્યુ અટકાવી શકાયા હોત, કોરોના રસી જરૂર લો

આ પણ વાંચો: સાવધાનઃ ​​આખો દિવસ કોમ્પ્યુટર પર કામ કરવું ક્યાંક બની ન જાય ટ્રિગર ફિંગર્સનું કારણ, જાણો તેનો ઉપાય

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati