Edible Oil Price : ગ્રાહકો માટે સારા સમાચાર, દસ દિવસમાં ખાદ્યતેલ 11 રૂપિયા સુધી થઈ શકે છે સસ્તું

|

May 24, 2022 | 8:48 AM

Edible Oil Price Forecast: રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)ને કારણે સૂર્યમુખી તેલનો પુરવઠો પહેલેથી જ ખોરવાઈ ગયો છે. આવી સ્થિતિમાં ઈન્ડોનેશિયા દ્વારા નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાતથી ગ્રાહકોને ઘણી રાહત મળવાની આશા છે.

Edible Oil Price : ગ્રાહકો માટે સારા સમાચાર, દસ દિવસમાં ખાદ્યતેલ 11 રૂપિયા સુધી થઈ શકે છે સસ્તું
તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો (Symbolic Image)
Image Credit source: File Photo

Follow us on

ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કર્યા બાદ ભારતમાં એડિબલ ઓઈલના ભાવ (Cooking Oil Price)કેટલા નીચે આવ્યા છે, આ પ્રશ્ન દરેકના મનમાં છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સના જણાવ્યા અનુસાર નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ પ્રતિ કિલો રૂ.4નો ઘટાડો થયો છે. પહેલી જૂન સુધીમાં રૂ.7નો વધુ ઘટાડો થઈ શકે છે. ઈન્ડોનેશિયા (Indonesia) વિશ્વનો સૌથી મોટો પામ ઓઈલ (Palm oil) ઉત્પાદક અને નિકાસકાર છે. તેથી અહીંથી નિકાસ પર પ્રતિબંધના કારણે ભારત સહિત અનેક દેશોમાં ખાદ્યતેલોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.

કારણ કે રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)ને કારણે સૂર્યમુખી તેલનો પુરવઠો પહેલેથી જ ખોરવાઈ ગયો છે. આવી સ્થિતિમાં ઈન્ડોનેશિયા દ્વારા નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાતથી ગ્રાહકોને ઘણી રાહત મળવાની આશા છે. ખાદ્ય તેલ ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે 17 મે સુધી પામોલીનનો જથ્થાબંધ ભાવ 156 રૂપિયા પ્રતિ કિલો હતો.

જ્યારે પ્રતિબંધ હટાવવાની જાહેરાત બાદ હવે તેની કિંમત 23 મેના રોજ 152 રૂપિયા છે. જો ઈન્ડોનેશિયાની સરકાર ત્યાં ટેન્કરોમાં અટવાયેલો માલ તુરંત મુક્ત કરે તો તે 10 દિવસ પછી ભારતીય બજારમાં આવશે. એટલે કે જૂનના પ્રથમ સપ્તાહમાં જો પામોલિન આપણી પાસે આવશે તો તેના ભાવ ઘટીને 145 રૂપિયા થવાની આશા છે. એટલે કે ગ્રાહકોને પ્રતિ લિટર 11 રૂપિયાનો ફાયદો મળશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

પામ તેલની કેટલી આયાત થાય છે?

ખાદ્યતેલોની બાબતમાં ભારત હજુ આત્મનિર્ભર બન્યું નથી. ખાદ્યતેલોની માગ અને પુરવઠા વચ્ચે લગભગ 56 ટકાનું અંતર છે. ભારતમાં ખાદ્યતેલની માગ લગભગ 250 લાખ ટન છે, જ્યારે સરેરાશ ઉત્પાદન માત્ર 112 લાખ ટન છે. આવી સ્થિતિમાં આપણે આપણી જરૂરિયાતોને પહોંચી વળવા ઈન્ડોનેશિયા, મલેશિયા, રશિયા, યુક્રેન અને આર્જેન્ટિના જેવા દેશોમાંથી પામ ઓઈલ, સનફ્લાવર ઓઈલ અને સોયાબીનની આયાત કરીએ છીએ. જેમાં લગભગ 65 થી 70 ટકા પામ ઓઈલ છે, જે ઈન્ડોનેશિયાથી આવે છે. જ્યારે 30% રસોઈ તેલ મલેશિયા, રશિયા, યુક્રેન અને આર્જેન્ટિનામાંથી આવે છે. ભારતે 2020-21માં 83 લાખ ટન પામ ઓઈલની આયાત કરી હતી.

તેલીબિયાંનું ઉત્પાદન વધારવા પર ભાર મૂકવો પડશે

વર્ષ 2021-22માં તેલીબિયાંનું ઉત્પાદન 38.50 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. આ પોતાનામાં એક રેકોર્ડ છે. આ વર્ષે સરસવના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. કારણ કે ખેડૂતોને સારા ભાવ મળવા લાગ્યા છે. દેશની મોટાભાગની મંડીઓમાં સરસવ અને સોયાબીન જેવા તેલીબિયાં પાકોના ભાવ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કરતા વધુ છે. સરસવની MSP 5050 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે પરંતુ બજાર કિંમત 8000 રૂપિયા સુધી છે. કૃષિ નિષ્ણાત બિનોદ આનંદ કહે છે કે જો સારા ભાવ મળવા લાગશે તો ખેડૂતો પોતે તેલીબિયાં પાકનો વિસ્તાર વધારશે.

હાલમાં કેન્દ્ર સરકાર આ દિશામાં પ્રયાસો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેથી જ રાષ્ટ્રીય તેલીબિયાં મિશન હેઠળ 19,000 કરોડ રૂપિયા ખર્ચવાની યોજના છે. એ જ રીતે પામ ઓઈલ મિશન પર 11,040 કરોડ રૂપિયા ખર્ચવાના છે. પામનું વાવેતર 3.5 લાખ હેક્ટરથી વધારીને 10 લાખ હેક્ટર કરવાનું અભિયાન છે. આ પ્રયાસોથી આપણે ખાદ્યતેલોની આયાતમાં નોંધપાત્ર ઘટાડો કરી શકીશું.

Next Article