AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકાર ડ્રોન ખરીદવા માટે આપી રહી છે 50 થી 75 ટકા સબસિડી, જાણો કેવી રીતે મળશે તેનો લાભ

કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે, જેથી તેમની પાક ઉત્પાદનની સાથે આવક પણ વધી શકે છે. ડ્રોનના ભાવ વધારે હોવાથી ખેડૂતો તેને ખરીદી શકતા નથી. તેથી તેના પ્રચાર-પ્રસાર માટે સરકાર ડ્રોનની ખરીદી પર બમ્પર સબસિડી આપી રહી છે.

સરકાર ડ્રોન ખરીદવા માટે આપી રહી છે 50 થી 75 ટકા સબસિડી, જાણો કેવી રીતે મળશે તેનો લાભ
Drone Subsidy
| Updated on: Dec 26, 2023 | 2:09 PM
Share

કૃષિ ક્ષેત્રમાં ડ્રોન એક આધુનિક સાધન છે, જેના ઉપયોગ દ્વારા ખેડૂતો તેમની મહેનત અને સમય બંનેની બચત કરી શકે છે. આ સાથે જ પાકના નુકસાનનું મૂલ્યાંકન કરવામાં પણ મદદરૂપ થાય છે. ખેડૂતો તેના ઉપયોગથી પાકના સ્વાસ્થ્ય પર નજર રાખી શકાય છે. નીંદણ અને જંતુઓથી પ્રભાવિત વિસ્તારોને ડ્રોનના ઉપયોગથી શોધી શકાય છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે, જેથી તેમની પાક ઉત્પાદનની સાથે આવક પણ વધી શકે છે. ડ્રોનના ભાવ વધારે હોવાથી ખેડૂતો તેને ખરીદી શકતા નથી. તેથી તેના પ્રચાર-પ્રસાર માટે સરકાર ડ્રોનની ખરીદી પર બમ્પર સબસિડી આપી રહી છે.

ડ્રોનની ખરીદી માટે 75 ટકા સુધીની સબસિડી

મોદી સરકાર કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપી રહી છે. તેથી એગ્રી ડ્રોનની ખરીદી માટે 75 ટકા સુધીની સબસિડી આપી રહી છે. ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્નાતક યુવાનો, SC/SC કેટેગરી અને મહિલા ખેડૂતો તેનો લાભ લઈ શકે છે.

ડ્રોન પર કેટલી સબસિડી મળશે

  • ખેડૂતોને ડ્રોન પર 40 ટકાથી 100 ટકા સબસિડી મળી રહી છે.
  • કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી પર 100 ટકા અથવા 10 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ મળશે.
  • કૃષિ ઉત્પાદક સંસ્થાઓને ડ્રોનની ખરીદી પર 75 ટકા સુધીની સબસિડી મળશે.
  • કૃષિ સ્નાતક યુવાઓ, SC/ST કેટેગરી અને મહિલા ખેડૂતોને 50 ટકા અથવા 5 લાખ રૂપિયા સુધીની સબસિડી મળશે.
  • અન્ય ખેડૂતોને 40 ટકા અથવા 4 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે.

આ પણ વાંચો : કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળે તો ખેડૂતો પાકના બચાવ માટે કરો આ ઉપાય

એગ્રી ડ્રોનથી થાય છે આ ફાયદા

કૃષિ ડ્રોન એક માનવ રહિત સાધન છે અને તેને સોફ્ટવેર દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તેમાં જીપીએસ આધારિત નેવિગેશન સિસ્ટમ અને સેન્સર હો છેલ જે બેટરીની મદદથી કામ કરે છે. કેમેરા, જંતુનાશક છંટકાવ મશીન વગેરે જેવા સાધનો પણ તેમાં લગાવવામાં આવ્યા હોય છે. ડ્રોન 20 એકર વિસ્તારમાં ખાતર અને દવાનો છંટકાવ કરી શકે છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">