AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો માટે સારા સમાચાર, ખરીફ પાક માટે સરકારે MSP માં વધારો કર્યો

કોરોના મહામારી દરમિયાન સતત બીજા વર્ષે સરકારે ખરીફ પાકના ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) માં વધારો કર્યો છે. કેબિનેટની બેઠકમાં ખરીફ પાકના નવા એમએસપીને મંજૂરી આપવામાં આવી છે.

ખેડૂતો માટે સારા સમાચાર, ખરીફ પાક માટે સરકારે MSP માં વધારો કર્યો
ખરીફ પાક માટે સરકારે MSP માં વધારો કર્યો
| Updated on: Jun 09, 2021 | 7:41 PM
Share

કોરોના મહામારી દરમિયાન સતત બીજા વર્ષે સરકારે ખરીફ (Kharif) પાકના ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) માં વધારો કર્યો છે, જેનાથી ખેડૂતોને (Farmers) ફાયદો થશે. કેબિનેટની બેઠકમાં ખરીફ પાકના નવા એમએસપીને મંજૂરી આપવામાં આવી છે. તલના એમએસપીમાં રૂ. 452, તૂર અને અડડ દાળમાં રૂ. 300 નો વધારો કરાયો છે. ડાંગરની એમએસપી પ્રતિ ક્વિન્ટલ રૂ. 1,868 થી વધારીને 1,940 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂ. 72 વધુ કરવામાં આવી છે.

કેન્દ્ર નવા એમએસપી પર 25,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. ગત વર્ષે 1 જૂનના રોજ 14 ખરીફ પાકના એમએસપીમાં વધારો કરાયો હતો. 2020-21 માં ડાંગરની MSP 1815 રૂપિયાથી વધારીને 1868 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી હતી.

બાજરીની એમએસપી રૂ. 2250 થઈ છે

બાજરા પરની એમએસપી 2150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 2250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષોમાં, ખેડૂતોની હિતમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેથી ખેડૂતોની આવકમાં વધારો થાય. ખેડૂતોના થયેલા ખર્ચમાં કરતાં 50% નફો ઉમેરીને 2018 થી એમએસપી જાહેર કરવામાં આવે છે.

ખરીફ પાકમાં કયા પાક આવે છે

ડાંગર (ચોખા), મકાઈ, જુવાર, બાજરા, મગ, મગફળી, શેરડી, સોયાબીન, અડદ, તુવેર, જૂટ, શણ, કપાસ વગેરે. જૂન-જુલાઈમાં ખરીફ પાકની વાવણી થાય છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તેમની લણણી કરવામાં આવે છે.

બાજરીમાં સૌથી વધુ ફાયદો મળ્યો

સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, બાજરીના ખર્ચ સામે તેમાં સૌથી વધારે ફાયદો થશે. બાજરાની કિંમત ખર્ચ કરતા 85% વધારે છે. ત્યારબાદ અડદનો નંબર આવે છે જેમાં 65% વળતર મળે છે.

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">