AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ginger Price: આ શહેરોમાં ટામેટા કરતાં આદુ થયું મોંઘું, જાણો શું છે ભાવ

કર્ણાટકમાં આદુના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. અહીં એક કિલો આદુનો ભાવ 400 રૂપિયા થયો છે. છેલ્લા એક દાયકામાં પહેલીવાર આદુ આટલું મોંઘું થયું છે. અહીં આદુ કરતાં ટામેટા સસ્તા છે.

Ginger Price: આ શહેરોમાં ટામેટા કરતાં આદુ થયું મોંઘું, જાણો શું છે ભાવ
Ginger Price
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 11:23 AM
Share

દેશમાં હાલ ચોમાસું સક્રિય છે અને લગભગ બધા જ રાજ્યોમાં વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. ઉત્તર ભારતમાં વરસાદ આફત બનીને વરસ્યો હતો. તેની અસર કૃષિ ઉત્પાદન પર પડી હતી અને તેમાં ઘટાડો થયો હતો. આ જ કારણ છે કે મોંઘવારી વધી રહી છે. લગભગ તમામ રાજ્યોમાં લીલા શાકભાજી મોંઘા થઈ ગયા છે. ભીંડા, કેપ્સિકમ, દુધી, પરવલ અને કારેલાના ભાવમાં વધારો થયો છે. પરંતુ સૌથી વધુ ટામેટાના ભાવમાં (Tomato Price) અચાનક થયેલા વધારાથી લોકો પરેશાન થઈ ગયા છે.

આદુનો ભાવ ટામેટા કરતા ડબલ

20 થી 40 રૂપિયા પ્રતિ કિલો મળતા ટામેટા હવે 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. ઘણા રાજ્યોમાં તેની કિંમત 100 થી 150 રૂપિયા પ્રતિ કિલો છે. પરંતુ હવે ટામેટા કરતા આદુ વધારે મોંઘુ થયું છે. તમામ રાજ્યોમાં તેની કિંમત ટામેટા કરતા પણ વધુ છે. બિહારની રાજધાની પટનામાં ટામેટા 120 થી 140 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

રાજ્યના અન્ય શહેરો અને નગરોમાં તેની કિંમત પણ 100 રૂપિયા પ્રતિ કિલો છે. પરંતુ બિહારમાં આદુ ટામેટા કરતા પણ મોંઘુ થઈ ગયું છે. પટનામાં એક કિલો આદુનો ભાવ 240 થી 250 રૂપિયા છે. એટલે કે પટનામાં આદુની કિંમત ટામેટા કરતા બમણી છે.

એક કિલો આદુનો ભાવ 400 રૂપિયા

કર્ણાટકમાં આદુના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. અહીં એક કિલો આદુનો ભાવ 400 રૂપિયા થયો છે. છેલ્લા એક દાયકામાં પહેલીવાર આદુ આટલું મોંઘું થયું છે. મોંઘવારીની સ્થિતિ એવી છે કે હવે ખેતરોમાંથી આદુની ચોરી થવા લાગી છે. અહીં આદુ કરતાં ટામેટા સસ્તા છે. રાજધાની બેંગલુરૂમાં ટામેટાની કિંમત 130 થી 150 રૂપિયાની વચ્ચે છે.

દિલ્હીમાં આદુ 240 થી 250 રૂપિયા પ્રતિ કિલો

રાજધાની દિલ્હીમાં પણ આદુ ટામેટા કરતા મોંઘુ છે. અહીં એક સપ્તાહ પહેલા ટામેટાનો ભાવ પ્રતિ કિલો 200 રૂપિયાને પાર કરી ગયો હતો. ઘણી જગ્યાએ એક કિલો ટામેટાનો ભાવ 250 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. પરંતુ હવે ભાવ ઓછા થયા છે. હવે ટામેટાં 100 થી 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. પરંતુ છૂટક બજારમાં આદુ 240 થી 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.

આ પણ વાંચો : ભારતના આ નિર્ણયથી આ દેશોમાં ઉભું થશે ભૂખમરાનું સંકટ ! વાંચો આ અહેવાલ

કોલકાતામાં 220 કિલો આદુ

ઉત્તર પ્રદેશના લખનૌમાં શુક્રવારે ટામેટા 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા હતા. જ્યારે એક કિલો આદુની કિંમત 300 રૂપિયા છે. જો પશ્ચિમ બંગાળની વાત કરીએ તો તેની રાજધાની કોલકાતામાં શુક્રવારે ટામેટાનો ભાવ 140 રૂપિયા પ્રતિ કિલો હતો, જ્યારે આદુનો ભાવ 220 રૂપિયા પ્રતિ કિલો છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો આદુની કિંમત 320 થી 360 રૂપિયા છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">