Agri Technology : ફ્રૂટ ગ્રેડિંગ મશીન ખેડૂતો માટે છે ફાયદાકારક, મજૂરી ખર્ચ ઘટશે અને નફો વધશે

|

Jul 01, 2021 | 5:20 PM

ખેડૂતો એવું વિચારતા હોય છે કે મશીનથી ગ્રેડિંગ કરવામાં આવે તો ફળોને નુકસાન થશે, પરંતુ એવું બિલકુલ નથી. આ મશીનની કિંમત પણ વધારે નથી.

Agri Technology : ફ્રૂટ ગ્રેડિંગ મશીન ખેડૂતો માટે છે ફાયદાકારક, મજૂરી ખર્ચ ઘટશે અને નફો વધશે
File Photo

Follow us on

ઝાડ પર ઉગેલા ફળ જુદા-જુદા કદના હોય છે. કેટલાક ફળ મોટા તો કેટલાક નાના હોય છે. સમાન કદના ફળોને બજારમાં વધુ પસંદ કરવામાં આવે છે અને તેમની કિંમત પણ વધારે મળે છે. તેથી ખેડૂતો (Farmers) સમાન કદના ફળોનું ગ્રેડિંગ અને શોર્ટિગ કરે છે. ઘણા ખેડૂતો આ કામ મજુરો દ્વારા હાથથી કરાવે છે તેથી તેમાં ઘણી સમસ્યાઓ આવે છે.

ઘણી વખત મજુરો કદનો અંદાજ લગાવવામાં ભુલ કરતા હોવાથી અને ગ્રેડિંગ કર્યા પછી પણ, તેના કદ અલગ-અલગ જોવા મળે છે. આ કામ હાથથી કરવામાં આવે તો તે ઘણો સમય લાગે છે અને મજૂરો સમયસર ન મળે તો કામ પર પણ અસર પડે છે.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભોપાલમાં આવેલી કેન્દ્રીય કૃષિ ઇજનેરી સંસ્થાએ ગોળાકાર ફળોના ગ્રેડિંગ માટે એક મશીન બનાવ્યું છે, જેનું નામ ફ્રૂટ ગ્રેડર (Fruit Grader Machine) છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ મશીનમાં એક ગ્રેડિંગ યુનિટ, 37 બેલ્ટ કન્વેયર્સ અને એક ફીડિંગ યુનિટ છે. મશીનમાં એક ફ્લેપ હોય છે જે ફળોનું ગ્રેડિંગ કરવાનું કામ કરે છે. આ મશીનને 30 થી 145 મી.લી.ની વચ્ચે સેટ કરી ફળોને પાંચ કેટેગરીમાં વિભાજિત કરી શકાય છે. તે ખાસ કરીને સફરજન, મોસંબી, નારંગી અને ચીકુ જેવા ગોળાકાર ફળોનું ગ્રેડિંગ સારી રીતે અને સરળતાથી કરે છે. આ મશીન ઘણા મજૂરોની બરાબર કામ કરે છે અને એક કલાકમાં પાંચ ટન જેટલા ફળો ગ્રેડ કરવાની ક્ષમતા ધરાવે છે.

ખેડૂતો એવું વિચારતા હોય છે કે મશીનથી ગ્રેડિંગ કરવામાં આવે તો ફળોને નુકસાન થશે, પરંતુ એવું બિલકુલ નથી. આ મશીનની કિંમત પણ વધારે નથી. તેને ખરીદવા માટે ખેડૂતોએ માત્ર 1 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. આ મશીનથી એક કિલો ફળોના ગ્રેડિંગમાં 80 પૈસા વીજળીનો ખર્ચ થાય છે.

65 એકર જમીનમાં ફેલાયેલા બગીચામાં 1250 ટન મોસંબીનું ઉત્પાદન થાય છે. જો એક વ્યક્તિ હાથથી દરરોજ 450 કિલો ફળોનું ગ્રેડિંગ કરી શકે છે, તો વાર્ષિક 1250 ટન મોસંબીના ગ્રેડિંગ માટે 2778 મજૂરોની જરૂર પડે છે. એક દિવસની મજુરી રૂ. 400 પ્રમાણે 1250 ટન ફળોનું ગ્રેડિંગ કરવા માટે 11 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરવો પડે. આ મશીનની ક્ષમતા પ્રતિ કલાક પાંચ ટન છે.

બીજી તરફ મૌસંબીની કિંમત 20 રૂપિયા પ્રતિ કિલો જેટલી હોય છે, જ્યારે ગ્રેડેડ ફળો 25 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. આ સ્થિતિમાં આ ગ્રેડર મશીનનો ઉપયોગ કરવાથી ખેડૂતોનો ખર્ચ ઓછો થશે અને નફામાં વધારો થશે.

Next Article