AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flower Farming : ફૂલની ખેતી કરતા ખેડૂતોને લાગ્યું કોરોનાનું ગ્રહણ, બમ્પર ઉત્પાદન પછી પણ ખરીદદારો નથી મળી રહ્યા

ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ગંગા અને યમુનાના તટપ્રદેશમાં ફૂલોની ખેતી કરતા હજારો ખેડૂતોએ આ વખતે વિસ્તાર વધાર્યો હતો. હવામાને પણ ખેડૂતોને સાથ આપ્યો હતો. પૂરતા પ્રમાણમાં ભેજને કારણે ફૂલોને ફાયદો થયો અને ઉપજમાં વધારો થયો. જોકે, રેલીઓ પર પ્રતિબંધથી ફૂલની અને બિઝનેસ સાથે જોડાયેલા લોકો નિરાશ થયા છે.

Flower Farming : ફૂલની ખેતી કરતા ખેડૂતોને લાગ્યું કોરોનાનું ગ્રહણ, બમ્પર ઉત્પાદન પછી પણ ખરીદદારો નથી મળી રહ્યા
Flower Farmers (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 7:44 AM
Share

હાલમાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ (UP Assembly Elections 2022) ચાલી રહી છે. આ ચૂંટણી કોરોનાના કારણે ફૂલની ખેતી અને ફૂલના વ્યવસાય સાથે સંકળાયેલા હજારો લોકો નિરાશ થયા છે. તેમની નિરાશા પાછળ રાજકીય પક્ષ કે સરકાર નહીં પરંતુ કોરોના છે. વાસ્તવમાં, મહામારીને કારણે ચૂંટણી પંચે રેલીઓ અને જાહેર સભાઓ પર ઘણા નિયંત્રણો લાદી દીધા છે. રાજકીય પક્ષો ભૌતિકને બદલે ડિજિટલ પ્રચાર કરી રહ્યા છે અને ફૂલોની માંગ ઘટી છે.

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ગંગા અને યમુના નદી કિનારે ફૂલોની ખેતી કરતા હજારો ખેડૂતોએ આ વખતે ઉત્પાદન વધાર્યું હતું. હવામાને પણ ખેડૂતોને સાથ આપ્યો હતો. પૂરતા પ્રમાણમાં ભેજને કારણે ફૂલોને ફાયદો થયો અને ઉપજમાં વધારો થયો. જોકે, રેલીઓ પર પ્રતિબંધથી ફૂલની ખેતી અને બિઝનેસ સાથે જોડાયેલા લોકો નિરાશ થયા છે. દર વખતે ચૂંટણીની મોસમમાં તેમની કમાણી વધતી જતી હતી, પરંતુ આ વખતે એવું થતું નથી.

ખેતરોમાં સુકાઈ રહેલા ફૂલો

નૈનીના અરેલ, મહેવા, ગંજીયા અને દાંડી જેવા વિસ્તારોમાં મોટા પાયે ફૂલની ખેતી કરવામાં આવી છે. પાક પણ સારો છે પરંતુ સેંકડો વીઘામાં ફેલાયેલા ખેતરોમાં ફૂલો સુકાઈ રહ્યા છે. ફૂલોના ખેડૂતો અને વેપારીઓનું કહેવું છે કે રાજકીય પક્ષો તરફથી ફૂલોની મર્યાદિત માંગ હોવાથી તેમને ભારે નુકસાન થઈ રહ્યું છે. મીડિયા  સાથેની વાતચીતમાં એક ફૂલ વેપારી ગણેશ કહે છે કે દરેક ચૂંટણીમાં સેંકડો ક્વિન્ટલ ફૂલોનો વપરાશ થાય છે. ગુલાબ અને મેરીગોલ્ડ જેવા ફૂલોનો ઓર્ડર માત્ર પ્રયાગરાજ અને પડોશી જિલ્લાઓમાંથી જ નહીં પરંતુ કાનપુર, ફતેહપુર, સોનભદ્ર, મિર્ઝાપુર અને પ્રતાપગઢ જેવા શહેરોમાંથી પણ આવે છે. પરંતુ આ વખતે માંગ ઓછી હોવાથી ખેતરોમાં ફૂલો સુકાઈ રહ્યા છે.

ખર્ચ કાઢવામાં પણ મુશ્કેલી

ફૂલોની ખેતી કરતા બબલુ સિંઘ કહે છે કે જો એકાદ-બે દિવસમાં ફૂલોનું વેચાણ ન થાય તો આકરી ગરમી સમગ્ર ઉત્પાદનને બરબાદ કરી દેશે. ખર્ચ વસૂલવો પણ મુશ્કેલ બન્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી રેલીઓમાં મંચને સજાવવા માટે અનેક પ્રકારના ફૂલો ખરીદવામાં આવે છે, પરંતુ હવે રેલીઓ યોજવામાં આવી રહી નથી. જેના કારણે વેપારીઓ, ડેકોરેટરો તેમજ ફૂલોની ખેતી કરતા ખેડૂતોને પણ તકલીફ પડી રહી છે.

પ્રયાગરાજ જિલ્લામાં ફૂલોના ચાર જથ્થાબંધ બજારો છે. તેમાં ગૌઘાટ, યમુના નદીના જૂના પુલ પાસે ફૂલ મંડી, રામ બાગ અને મુંદેરા મંડીનો સમાવેશ થાય છે. શહેર ઉપરાંત આસપાસના જિલ્લાના વેપારીઓ પણ અહીંથી ફૂલોની ખરીદી કરે છે. માંગ વધવાથી મિર્ઝાપુર, વારાણસી, કોલકાતા અને દિલ્હીથી પણ ફૂલો મંગાવવામાં આવે છે. એક ફૂલ વેપારીએ જણાવ્યું કે કોરોનાને કારણે ફૂલોના વેચાણમાં મોટો ઘટાડો થયો છે. ચૂંટણીઓ હોવા છતાં નુકસાનનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો : LIC IPO: દેશનો સૌથી મોટો IPO ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે છે, SEBI માં DRHP દસ્તાવેજ ફાઈલ કરાયા

આ પણ વાંચો : Beauty Tips : ત્વચાના ખીલથી લઈને ડાર્ક સ્પોટ સુધીની સમસ્યાને દૂર કરવા વાપરો હળદરનું તેલ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">