ખેડૂતોએ નવેમ્બર માસમાં બટાકા, રતાળું, પાપડી, લસણ, ઘાણા અને લીંબુના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ નવેમ્બર માસમાં બટાકા, રતાળું, પાપડી, લસણ, ઘાણા અને લીંબુના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Potato Farming
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 6:49 PM

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે બટાકા (Potato), રતાળું, પાપડી, લસણ, ઘાણા અને લીંબુના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

બટાકા 1. બટાકાનું વાવેતર ૧૫ નવેમ્બર આજુબાજુ કુફરી બાદશાહ, કુફરી પુખરાજ અથવા કુફરી લૌકરનું વાવેતર કરવું. 2. વાવતા પહેલા ૧ કિલો મેન્કોઝોલ અને ૫ કિલો શંખજીરુંનું મિશ્રણ બનાવી કાપેલા ભાગ ઉપર ભભરાવી વાવેતર કરવું. 3. બટાટાનું વાવેતર નવેમ્બર માસના બીજા અઠવાડીયાથી ચોથા અઠવાડીયા સુધીમાં કરવું.

લસણ 1. વાવતેર માટે ગુજરાત લસણ ૧, ૨, ૩, ૪ અને ૫ જાતો પૈકી એક જાતનું ઓક્ટોમ્બર-નવેમ્બર માસમાં વાવતેર કરવું.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

રતાળુ 1. રતાળુની જાત એન. જી.વાય. ૭નું વાવેતર કરવું. 2. તે કાલવ્રણ રોગ અને સામે મધ્યમ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે.

પાપડી 1. દક્ષિણ ગુજરાતનાં ખેડૂત માટે પાપડી જી.એન.આઈ.બી.-૨૨ નું વાવેતર કરવું. 2. બીજને રાઈઝોબીયમનો પટ આપીને વાવેતર કરવું.

લીંબુ 1. લીંબુનું પાન કોરીયું અને કાળી માખીનું નિયંત્રણ માટે ઈમીડાકલોરાપ્રાઈડ ૪ મીલી/ ૧૦ લી. પાણીમાં નાખી બે છંટકાવ ૧૫ દિવસના ગાળે કરો.

ધાણા 1. ગુજરાત ધાણા-૧ અથવા ૨ નું વાવેતર કરવું તેમજ લીલા ધાણા કે કોથમીર માટે શીતલ જાતનું વાવેતર કરવું. 2. વાવેતર નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં કરવું અને બીજનો દર ૨૦ કી.ગ્રા. પ્રતિ હેકટરે રાખવો. 3. ધાણાના ફાડીયા કરી સૂર્યના તાપમાં તપાવી ૧૦ થી ૧૨ કલાક પાણીમાં પલાળી સુકવ્યા બાદ વાવતેર કરવું.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : ખેડૂતો લાલ ભીંડાની ખેતીથી કરશે બમ્પર કમાણી, આ ભીંડો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો વિગતવાર

આ પણ વાંચો : Onion Crop: રવિ સીઝનમાં ડુંગળીના વાવેતર અને માવજત અંગેની સંપૂર્ણ માહિતી

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
g clip-path="url(#clip0_868_265)">