ખેડૂતોએ મે માસમાં શાકભાજી, આદુ, હળદર, બાજરી, મગ અને અડદના પાકમાં કયા ખેતી કાર્યો કરવા, જાણો વિગતો

પાકના વાવેતર અને ઉછેર સમયે ઘણીવાર ખેડૂત મુંઝાતો હોય છે કે તેને શું કરવું? કેવી રીતે કરવું અને શું ન કરવું? ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું? તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારૂ મળશે.

ખેડૂતોએ મે માસમાં શાકભાજી, આદુ, હળદર, બાજરી, મગ અને અડદના પાકમાં કયા ખેતી કાર્યો કરવા, જાણો વિગતો
File Photo
Follow Us:
| Updated on: May 07, 2021 | 12:23 PM

પાકના વાવેતર અને ઉછેર સમયે ઘણીવાર ખેડૂત મુંઝાતો હોય છે કે તેને શું કરવું? કેવી રીતે કરવું અને શું ન કરવું? ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું? તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારૂ મળશે અને શું ન કરવું? તેનો ખ્યાલ હશે તો તેને નુકશાન વેઠવાનો વારો નહિં આવે. તો, ચાલો જાણીએ કે ખેડૂતોએ મે માસમાં શાકભાજી, આદુ, હળદર, બાજરી, મગ અને અડદના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

શાકભાજી * શાકભાજીના તૈયાર થયેલી ધરૂઓની ફેર રોપણી ભલામણ મુજબના રાસાયણિક ખાતરો આપવા. * શાકભાજી પાકો માટે ધરૂવાડિયાની તેમજ વાવણીની તૈયારી કરવી. * શાકભાજીના પાકમાં બિયારણને થાયરમ અથવા કાર્બેન્ડાઝીમનો પટ અવશ્ય આપવો. * રીંગણના પાકમાં ફળ અને ડુંખ કોરી ખાનાર ઈયળ તથા અન્ય જીવાતો માટે સંકલિત નિયંત્રણ અપનાવવું. * જુદા જુદા પાકો જેવા કે શાકભાજી, કપાસ, ડાંગર, શેરડી વગેરે માટે નોવેલ પ્રવાહી ખાતર આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. * મરચીમાં તંદુરસ્ત ધરું ઉછેરવા ધરૂવાડિયાના જમીનમાં ઉનાળામાં સોઇલ સોલરાઈઝેશન અથવા રાબીંગ કરવું. * રીંગણી, મરચી, ટામેટી, કોબીઝ / ફ્લાવર, તમાકુ : ધરૂ મૃત્યુ / ધરૂનો કોહવારો માટે બીજને વાવતાં પહેલા થાયરમ ૭૫ ટકા એસ.ડી. કે મેટાલેકઝીલ-એમ.ઝેડ. ૭૨ ટકા ડબલ્યુ.પી. જેવી ફૂગનાશકનો એક કિ.ગ્રા. બીજદીઠ ૩ ગ્રામ મુજબ બીજ માવજત આપી વાવેતર કરવું. * ધરું ઉગ્યા પછી કોપર ઓક્સિકલોરાઇડ ૫૦ ટકા (૧૦ લિટર પાણીમાં ૨૫ ગ્રામ) અથવા મેટારીઝીયમ-એમ.ઝેડ ૭૨ ટકા ડબલ્યુ.પી. (૧૦ લિટર પાણીમાં ૨૦ ગ્રામ) પ્રમાણે કોઈ પણ એક દ્રાવણ એક ચોરસમીટર દીઠ ત્રણ લિટર પ્રમાણે ઝારાથી નીતારવાથી (ડ્રેન્ચિંગ) જમીનજન્ય ફૂગ સામે ધરુંવાડિયાને રક્ષણ મળે છે.

આદુ * આદુ માહિમાલય, સુપ્રભા, સુરાવી, શીન્ગાપુરી, તુરા, નાડીયાનું વાવેતર કરવું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હળદર * સુવર્ણા, સૂરોમાં, સુગંધમાં, પ્રભા, પ્રતિમા, રંગા, ગુજરાત હળદર-૧ અથવા બીએસઆર-૧નું વાવેતર કરવું.

બાજરી * બાજરી પાકને ફૂલ અવસ્થાએ અવશ્યક પિયત આપવું. * બાજરીનાં ડુંડાને દબાવાથી દાણા છુટા પડે ત્યારે લણવા.

મગ * મગની શીંગોની કાપણી વહેલી સવારે કરવી. * મગના ભૂકીછારા રોગના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે કોર્બન્ડાઝીમ ૦.૦૨૫ % અથવા હેક્ઝાકોનાઝોલ ૦.૦૫ % અથવા દ્રાવ્ય ગંધક ૦.૨ % અથવા સેન્દ્રીય ખેતી માટે લીમડાનાં મીંજનું દ્રાવણ ૫% મિશ્ર કરી રોગની શરૂઆત થાય કે તુરંત પંદર દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.

અડદ * અડદનાં પાનના ટપકાના રોગના અસરકારક અને અર્થક્ષમ નિયત્રણ માટે રોગથી શરૂઆત હેક્ઝાકોનાઝોલ ૦.૦૦ ૫ % (૧૦ લિટર પાણીમાં ૧૦ મિલી) ના ત્રણ છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા. * મગ, મઠ, અડદ, ગુવાર અને ચોળી પાકોમાં સફેદ માખીનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ ટકા અર્ક) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">