બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોએ મે માસમાં કરવાના થતા ખેતી કાર્યો

પાકના વાવેતર અને ઉછેર સમયે ઘણીવાર ખેડૂત મુંઝાતો હોય છે કે તેને શું કરવું? કેવી રીતે કરવું અને શું ન કરવું? ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું? તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારૂ મળશે.

બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોએ મે માસમાં કરવાના થતા ખેતી કાર્યો
File Photo
Bhavesh Bhatti

|

May 09, 2021 | 11:35 AM

પાકના વાવેતર અને ઉછેર સમયે ઘણીવાર ખેડૂત મુંઝાતો હોય છે કે તેને શું કરવું? કેવી રીતે કરવું અને શું ન કરવું? ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું? તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારૂ મળશે અને શું ન કરવું? તેનો ખ્યાલ હશે તો તેને નુકશાન વેઠવાનો વારો નહિં આવે. તો, ચાલો જાણીએ કે બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોએ મે માસમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

બાગાયતી પાકો

* દાડમની ખેતીમાં ગાઠયા કૃમિનું નિયત્રણ માટે મધ્ય ગુજરાતનાં દાડમની ખેતી કરતા ખેડૂતોને ગાંઠયા કૃમિના અસરકારક અને અર્થક્ષમ નિયત્રણ માટે યોસીનોમાયસીસ લીલાસીનસ (૨*૧૦ બીજાણું/ગ્રામ) ૨૦ કિ.ગ્રા/કે + દિવેલી ખોળ ૨ ટન /હે.ચોમાસાની શરૂઆતમા અને ત્યારબાદ દર ૬ માસના આંતરે થડથી ૧૨ થી ૧૮ ઈંચ દુર તથા આશરે ૯ ઈંચ ઊંડી રીંગ કરીને જમીનમાં મૂળની નજીક આપવાની ભલામણ કરવામાં આવે છે.

* ચીકુમાં કળી કોરી ખાનાર ઇયળ માટે ૨૦ દિવસના અંતેર ડાયકલોરવોસ ૭૬ ઈસી ૫ મિ.લી. અથવા પ્રોફેનોફોસ ૪૦ ટકા + સાયપરમેથ્રીન ૪ ટકા (૪૪ ઈસી) ૧૦ મિ.લી. અથવા લેમડાસાઈહેલોથ્રીન ૨.૫ ઈસી ૧૦ મિ.લી. અથવા કલોપાયરીફોસ ૫૦ ટકા + સાયપરમેથ્રીન ૫ ટકા (૫૫ ઈસી) ૧૦ મિ.લી. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લી. (૦.૧ ઈસી) થી ૪૦ મિ.લી. (૦.૧૫ ઈસી) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાઉડર ૧૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

* દાડમ, ફૂલછોડ, ઔષધિય પાકો અને રક્ષિત ખેતિ પાકોમાં થ્રીપ્સનાં નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦ મિ.લી. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લી. (૧ ઈસી) થી ૪૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

* અપરિપક્વ દાડમનાં ફળ ફાટી જતાં અટકાવવા નિયમિત પિયત આપવું તથા થડેથી પીલા દૂર કરવા.

* લીબુમાં થડેથી નીકળતા પીલા દૂર કરવા તથા ભલામણ મુજબના ખાતરો આપી દેવા.

* કેળ પાકમાંથી રોપણીના એક મહિના બાદ ૫૦૦ મિ.લી. ૦.૫% ટ્રાયકોડમાં અને સ્યુડોમીનાસનું દ્રાવણ રેડવું.

* દક્ષીણ સૌરાષ્ટ્રનાં ખેત આબોહવાકીય વાતાવરણમાં કેળની ખેતી કરતા ખેડૂતોને પ્રતિ હેક્ટર વધારેમાં વધારે ઉત્પાદન તેમજ આવક મેળવવા માટે “કેળની ગણદેવી સિલેકશન” જાત વાવવાની ભલામણ કરવામાં આવે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati