ખેડૂતોએ શાકભાજીના પાકમાં આગોતરું આયોજન કેવી રીતે કરવું? વાંચો આ અહેવાલ

|

Jun 10, 2021 | 12:28 PM

ખેડૂતોએ ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું તે અંગેની સમજ અને માહિતી હશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ શાકભાજીના પાકમાં આગોતરું આયોજન કેવી રીતે કરવું? વાંચો આ અહેવાલ
શાકભાજીના પાકમાં આગોતરું આયોજન કેવી રીતે કરવું

Follow us on

ચાલુ માસમાં એટલે કે, જુનમાં ખરીફ (Kharif) સિઝનની શરૂઆત થાય છે અને ખેડૂતો (Farmers) જુદા-જુદા પાકોની વાવણી કરશે. ખેડૂતોએ ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું તે અંગેની સમજ અને માહિતી હશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું.

શાકભાજી

1. દક્ષિણ ગુજરાત માટે જી-ટી-૯ અન્ય માટે ગુજરાત ટમેટી-૧, ૨, એમ.એચ.-૬, એન.એ.-૫૦૧, ૬૦૧, જૂનાગઢ ટમેટા-૩, આણંદ ટમેટા-૩ અને ૪, પૂસા ગૌરવ, પૂસા રૂબી, પૂસા હાઈબ્રીડ–૨ તથા ૪ વગેરે ટામેટાની જાતોનું વાવેતર કરવું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

2. એક હેક્ટર વાવેતર માટે ૧૫૦ ચો.મી. ઘરુવાડિયાની જરૂર પડે છે.

3. તેમાં હાઈબ્રીડ જાત માટે ૧૫૦ થી ૨૦૦ ગ્રામ તેમજ અન્ય જાત માટે ૩૦૦ થી ૩૫૦ ગ્રામ બીજની જરૂર પડે છે.

4. રાસાયણિક ખાતર ૭૫-૩૭.૫-૬૨.૫ એન.પી.કે. આપવું.

5. આણંદ દુધી -૧, પૂસા સંકર-૩, પંજાબ ગોળ, અર્કા બહાર, પૂસા નવીનમાંથી કોઈ એક દુધીની જાતનું વાવેતર કરવું.

6. ગુજરાત ભીંડો–૬, ગુજરાત સંકર ભીંડો–૨, ગુજરાત જૂનાગઢ ભીંડો-૩ અને 4 નું વાવેતર કરવું.

7. ચોમાસું ભીંડાનાં પાકમાં રાસાયણિક ખાતર ૭૫-૨૫-૨૫ એન.પી.કે. આપવું.

8. સુરણ: જી.એ.એફ.વાય.-૧ (સ્વાગત) નું વાવેતર કરો.

9. જી.જે.ઓ.એચ.-૨, ૩, ૪ પરભણી ક્રાંતિ, હિસ્સાર, ગુજરાત હાઈબ્રીડ ભીંડા-૧, ગુજરાત ભીંડા-૨, જી.ઓ.-૩, જી.એ.ઓ.-૫ ભીંડાનું વાવેતર કરવું.

10. જી.જે.એસ.જી-૨ ગલકાનું વાવેતર કરવું.

11. દક્ષીણ ગુજરાત માટે સુરતી રવૈયા ગુલાબી, તેમજ અન્ય વિસ્તાર માટે પી.એલ.આર. -૧, જી.જે.બી.-૨, પૂસા હાઇબ્રીડ-૫, ૬, ગુજરાત આણંદ લંબગોળ–ગુજરાત લાંબા રીંગણ-૧, ગુજરાત જૂનાગઢ રીંગણા–૨ માંથી કોઈ પણ એક જાતના રીંગણાનું વાવેતર કરવું.

12. ચોમાસું ડુંગળીના વાવેતર માટે નાસિક-૫૩, ભીમા સુપર, તળાજા લાલ, જૂનાગઢ લાલ ડુંગળી, પુસા રેડ, ડાર્ક રેડ, ભીમા રાજ અને અર્કા કલ્યાણ તેમજ હાઈબ્રીડ જાતોમા બીઈજો શીતલ, સેમનીશ સન સીડનું વાવેતર કરવું.

13. ચોમાસું ડુંગળી માટે રાસાયણિક ખાતર ૭૫-૫૦-૨૫ એન.પી.કે. આપવું.

14. સુકારા માટે ટ્રાઈકોર્ડ હારજીયાનમ વાપરવું.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

Next Article