ખેડૂતોએ જુદા-જુદા શાકભાજી પાકમાં કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી

|

Jul 14, 2021 | 11:33 AM

ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ જુદા-જુદા શાકભાજી પાકમાં કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી
શાકભાજી પાક

Follow us on

ખેડૂતોએ (Farmers) જૂન માસમાં ખરીફ સિઝનની (Kharif Season) શરૂઆત થતા વાવણી કરી હતી. પરંતુ વરસાદ (Rain) ખેંચાતા અને પિયતના અભાવે લગભગ ઘણા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે જુદા-જુદા શાકભાજી પાકમાં (Vegetables Crops) કયા ખેતી કાર્યો કરવા.

મરચી

1. થ્રીપ્સનાં નિયંત્રણ માટે તંદુરસ્ત ધરું ઉછેરવા ધરુવાડીયાની જમીનમાં ઉનાળામાં સોઈલ સોલરાઈઝેશન અથવા રાબીંગ કરવું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

2. ધરૂની ફેરરોપણી વખતે ધરુંના મૂળને ઈમિડાકલોપ્રીડ ૧૦ મિ.લી. અથવા થાયામેથોકઝામ ૪ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં ૨ કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી શરૂઆતની અવસ્થામાં ચુસીયા પ્રકારની જીવાતો સામે રક્ષણ મળશે.

ટમેટા

1. મધ્ય ગુજરાતના ખેડૂતે ગુજરાત આણંદ ટમેટા-૫ (જીએટી-૫) નું વાવેતર કરવું. આ જાત કોકડવા તથા પાનકોરીયું તેમજ ફળ કોરીખાનાર ઇયળનો ઉપદ્રવ પ્રમાણમાં ઓછો જોવા મળે છે.

2. ટમેટામાં ભલામણ કરેલ ૭૫+૩૭.૫+૬૨.૫ ના.ફો.પો. તત્વો સિવાય સુક્ષ્મ તત્વો પણ આપવા અથવા મલ્ટીમાઈક્રોન્યુટ્રીયન્ટ ૧ ટકા દ્રાવણનો છંટકાવ ૪૫, ૬૦ અને ૭૫ દિવસે કરવાથી વધુ ઉત્પાદન મળે.

રીંગણી

રીંગણીનાં ફળ અને ડુંખ કોરી ખાનાર ઇયળનાં નિયંત્રણ માટે એમામેકટીનબેન્મોએટ ૫ ગ્રામ / ૧૦ લી.
પાણીમાં નાખી છંટકાવ કરવો બીજો ૧૫ દિવસ બાદ કરવો.

ભીંડો

1. રાસાયણિક ખાતર ૧૫૦+૫૦+૫૦ ના.ફો.પો. ઉપરાંત મલ્ટીમાઈક્રોન્યુટ્રીયન્ટનોછંટકાવ કરવો.

2. ભીંડાના બીજને ઈમીડાકલોપ્રીડની માવજત આપવી.

3. તડતડીયાનાં નિયંત્રણ માટે ડાયમીથોએટ ૧૦ મિ.લી. અથવા ઈમિડાકલોપ્રીડ ૪ મિ.લી. અથવા થાયામેથોકઝામ ૪ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

કાકડી

1. ગુજરાત કાકડી પુના સફેદનું વાવેતર કરો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

 

આ પણ વાંચો : ખેડૂતોએ જુલાઈ માસમાં મગફળી અને બાજરીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

Next Article