ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે ઘઉં (Wheat Crop) અને મગફળીના પાકમાં (Groundnut Crop) કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
1. ગેરુ રોગની શરૂઆત થાય ત્યારથી જ મેન્કોઝેબ ૭૫ વે.પા. ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીના ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવો.
2. દક્ષીણ સૌરાષ્ટ્રનાં ખેડૂતોએ વાવેતર વખતે ૨૦ કીલો ગ્રામ પ્રતિ હેક્ટર ઉપરાંત ૫૦ ગ્રામ/૧૦ લી. પાણીમાં ઝીંક સલ્ફેટના બે છંટકાવ નીઘલ અને દુધિયા દાણાની અવસ્થાયે કરવા.
3. ઉધઈનાં નિયંત્રણ માટે ફ્રીપ્રોનીલ ૧.૬ લીટર અથવા કલોરપાયરીફોસ ૫૦ ઈસી ૧.૦ લિટર ૧૦૦ કિલો રેતીમાં ભેળવી ૧ હેકટરમાં પુંકીને પિયત આપવું.
4. ગેરૂ રોગના નિયંત્રણ માટે પ્રોપીકોનાઝોલ ૧૦ મીલી અથવા મેન્કોઝેબ ૭૫ વે.પા. ૨૭ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર પડયે બીજો છંટકાવ ૧૦ દિવસ બાદ કરવો.
5. જો આ દવા ન છાંટી શક્યા હોય તો વાવેતર બાદ ૦ થી ૩૫ દિવસે ૨, ૪ –ડી સોડીયમ સોલ્ટ (૧૨ કિગ્રા) નામની દવા હેકટરે ૦.૯૬૦ કિગ્રા સક્રિય તત્વ મુજબ ૧૦૦૦ લીટર પાણીમાં ઓગાળીને વાવેતર બાદ ૩૦–૩૫ દિવસે છાંટવાથી પહોળા પાનવાળા નીંદણોનું નિયંત્રણ કરી શકાય છે.
6. ગાભમારાની ઈયળના તથા લીલી ઇયળનો ઉપદ્રવ જણાય તો કલોરપાયરીફોસ ૨૦ ઈ.સી. ૨૦ મિ.લિ અથવા કીવનાલફોસ ૨૫ ઈ.સી. ૨૦ મિ.લિ. પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.
7. ગેરૂ રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ અથવા ઝાયનેબ દવા ૧૦ લિટર પાણીમાં ૨૫ થી ૩૦ ગ્રામ ભેળવી છંટકાવ કરવો. જરૂર પડ્યે બીજો છંટકાવ ૧૦ દિવસ બાદ કરવો.
8. પિયત ઘઉંમાં નીઘલ અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તે ખાસ જોવું.
9. પોટીયા દાણા (કોડા) થતા અટકાવવા છેલ્લુ પિયત પોંક અવસ્થાએ આપવું-પછી પિયત ન આપવું.
10. ઘઉંની કાપણી બરાબર પરિપક્વ થાય તે સમયે કરાવી જોઈએ.
11. ઘઉં પરિપક્વ થયા બાદ વધારે સમય ખેતરમાં ઉભા રાખવામાં આવે તો ખરવાનું પ્રમાણ વધે છે.
1. જો વહેલા વાવેતર કરવાની ગણતરી હોય તો અર્ધ વેલડી જાતોનું વાવેતર કરવું.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી
આ પણ વાંચો : અહીં ખેતરોમાં સિંચાઈ માટે 50 હજાર સોલાર પંપસેટ લગાવવામાં આવશે, ખેડૂતોને મળશે 75 ટકા સબસિડીની સહાય
આ પણ વાંચો : Tunnel Farming: ખેડૂતો ખેતીમાં વધુ સારૂ ઉત્પાદન અને નફો મેળવવા અપનાવી શકે છે આ અનોખી પદ્ધતિ