ખેડૂતોએ ઓગસ્ટ માસમાં દિવેલા અને ડાંગરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

|

Aug 05, 2021 | 10:52 AM

ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ઓગસ્ટ માસમાં દિવેલા અને ડાંગરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Castor

Follow us on

ખેડૂતોએ (Farmers) જૂન માસમાં ખરીફ સિઝનની (Kharif Season) શરૂઆત થતા વાવણી કરી હતી. ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે દિવેલા (Castor) અને ડાંગરના પાકમાં શું કરવું.

દિવેલા

1. ભલામણ કરેલ જાતો : જી.એયુ.સી.-૧, જી.સી.એચ.-૫, ૬,૭, ૮ અથવા ૯, જી.સી.એમ.-૪ અને ૬ સુકા વિસ્તાર માટે જી.સી.એચ.-૨ નું વાવેતર કરવું.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

2. મજુરોની અછતની પરીસ્થિતિમાં નિંદામણ નાશક દવા જેવી કે પેન્ડીમેથાલીન ૦.૯ કિ.ગ્રા. / હેક્ટર બીજની વાવણી બાદ પરંતુ બીજ અને નિંદણ નાશકના સ્ફુરણ પહેલા (પ્રિ–ઈમરજન્સ) છંટકાવ કરવો.

3. પાકની વાવણી બાદ ૩૦ દિવસે એક વખત આંતર ખેડ તેમજ એક વખત હાથ વડે નિંદામણ કરવું.

4. પિયત દિવેલા માટે હેક્ટર દીઠ ૧૨૦ કિલો નાઈટ્રોજન ત્રણ સરખા હપ્તામાં (પાયામાં, ૪૦ દિવસે અને ૮૦ દિવસે) ૩૭.૫. કિલો ફોસ્ફરસ તેમજ ૨૦ કિલો પોટાશ તેમજ જમીનમાં સલ્ફરની ઉણપ હોય તો જમીનમાં આપવું.

5. જમીનજન્ય રોગોથી છોડના રક્ષણ માટે વાવતા પહેલા બીજને ફૂગનાશક દવા (થાયરમ) કિલો બીજ દીઠ ૩ ગ્રામ અથવા બાવીસ્ટીન ૧ ગ્રામ પ્રમાણે પટ આપી વાવણી કરવી.

6. દિવેલાની હાઈબ્રીડ જાતો માટે પ્રમાણિત બિયારણ વાપરવું.

ડાંગર

1. ડાંગરની શ્રી પધ્ધતિથી ખેતી કરો. જેનાંથી સારી ગુણવતા, ઓછા પાણીની જરૂરિયાત, બિયારણની બચત,જમીનની ફળદ્રુપતા વધે અને ઢળી પડતી નથી.

2. જેમાં ઓછા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે.

3. ડાંગરની સીરા પધ્ધતિથી પણ વાવેતર કરી શકાય.

4. ખાતરનો જથ્થો ૪૦% નાઈટ્રોજન અને ૧૦૦% ફોસ્ફરસ રોપણી સમયે ૪૦ ટકા ફાલ આવે ત્યારે અને ૨૦% કંટી બેસે ત્યારે આપવો.

5. ડાંગરનાં સુકરાના નિયંત્રણ માટે ૨૦ લીટર પાણીમાં ૧ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીનક ૧૦ ગ્રામ કપોર ઓકઝીકલોરાઇડ મિશ્ર કરી છંટકાવ કરવો.

6. ચૂસીયાંનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ ક્યારીમાંથી પાણી નિતારી નાખવું .

 

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

 

આ પણ વાંચો : ખેડૂતોએ ઓગસ્ટ માસમાં મગફળી અને સૂર્યમુખીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

આ પણ વાંચો : Sugarcane Farmer: શેરડી પકવતા ખેડુતોનાં બાકી ઋણ મુદ્દે કેન્દ્ર અને 16 રાજ્યને નોટીસ, સુગરમિલોએ નથી ચુકવ્યા 8000 કરોડ રૂપિયા

Published On - 10:51 am, Thu, 5 August 21

Next Article