દેશમાં ખાતરની અછત (Fertilizer Shortage) વચ્ચે ખેડૂતો (Farmers) માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ખાતર મંત્રાલયે 16 લાખ ટન યુરિયાની આયાતને મંજૂરી આપી છે. મોદી સરકારના આ નિર્ણયથી ખાતરની અછતનો સામનો કરી રહેલા ખેડૂતોની મુશ્કેલી દૂર થવાની આશા છે. દેશમાં રવિ પાકની વાવણી થઈ રહી છે અને વિવિધ રાજ્યોના ખેડૂતો ખાતરની અછતની ફરિયાદ કરી રહ્યા છે.
ખાતર મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે 10 લાખ ટન આયાતી ખાતર પશ્ચિમ કિનારે આવેલા બંદર પર આવશે જ્યારે 6 લાખ ટન પૂર્વ કિનારે આવશે. આયાતી ખાતર દેશમાં પહોંચ્યા પછી, તેને સ્થાનિક બજારમાં સપ્લાય માટે ભારતીય પોટાશ લિમિટેડ (IPL)ને આપવામાં આવશે.
ભારત 80 થી 90 લાખ ટન યુરિયાની આયાત કરે છે
ભારત દર વર્ષે 24 થી 25 મિલિયન ટન યુરિયાનું ઉત્પાદન કરે છે, પરંતુ સ્થાનિક માગ ઉત્પાદન કરતાં વધી જાય છે, જેના માટે તેણે દર વર્ષે 80 થી 90 લાખ ટન યુરિયાની આયાત (Import) કરવી પડે છે. સરકાર જરૂરિયાત, માગ, પુરવઠો અને કિંમતોનું મૂલ્યાંકન કરીને સમયાંતરે યુરિયાની આયાતને મંજૂરી આપે છે.
સરકારે આ વર્ષે એપ્રિલ-જુલાઈ ક્વાર્ટર દરમિયાન ચીનમાંથી લગભગ 10 લાખ ટન યુરિયાની આયાતની માહિતી આપી હતી. હવે ચીને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત હવે મુખ્યત્વે રશિયા અને ઇજિપ્તમાંથી યુરિયાની આયાત કરી રહ્યું છે.
દેશના કુલ ખાતર વપરાશમાં યુરિયાનો હિસ્સો 55 ટકા છે. બિન-યુરિયા (એમઓપી, ડીએપી અને અન્ય ખાતર) જાતોની કિંમત વધુ હોવાથી ખેડૂતો વધુ માત્રામાં યુરિયાનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. યુરિયાની 45 કિલોની થેલીની મહત્તમ છૂટક કિંમત (MRP) રૂ. 242 છે અને 50 કિલોની થેલીની કિંમત રૂ. 268 છે જ્યારે ડીએપીની 50 કિલોની થેલીની કિંમત રૂ. 1,200 છે.
માગ અને પુરવઠો
ખાતર મંત્રાલયના ડેટા અનુસાર, એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન ખરીફ વાવણી સીઝન માટે યુરિયાની જરૂરિયાત 17.75 મિલિયન ટન હતી, જ્યારે ઉપલબ્ધતા 20.82 મિલિયન ટન હતી અને વેચાણ 16.56 મિલિયન ટન હતું. વર્તમાન રવિ વાવણી સિઝનની (Rabi Season) માગ 17.9 મિલિયન ટન રહેવાની ધારણા છે, જ્યારે 24 નવેમ્બરે 5.44 મિલિયન ટનની ઉપલબ્ધતા હતી.
આ રવિ સિઝનમાં 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 4.41 મિલિયન ટન યુરિયાનું વેચાણ થયું છે. આ સ્થિતિમાં હવે આ સિઝન માટે ખેડૂતોને માત્ર 8 મિલિયન ટન યુરિયા જ ઉપલબ્ધ કરાવવાનો બાકી છે.
આ પણ વાંચો : Mandi: અમરેલી APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8715 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
આ પણ વાંચો : ભારત 2 મહિનામાં 20 લાખ ટનથી વધુ ઘઉંની કરશે નિકાસ, છેલ્લા 7 વર્ષમાં સોથી વધુ નિકાસની આશા