Agriculture: ખેડૂતોએ મગફળીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ

|

Jul 03, 2023 | 12:36 PM

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

Agriculture: ખેડૂતોએ મગફળીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ
Groundnut Crop

Follow us on

હાલમાં ખરીફ સિઝન ચાલી રહી છે. ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. હાલમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી જ પાકમાં તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. તો ચાલો જાણીએ કે મગફળીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

મગફળીના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. મગફળીમાં ચુસીયા પ્રકારની જીવાતો માટે ઈમીડાક્લોપ્રીડ ૨-૩ મિ.લિ./૧૦ લી. અથવા પ્રોફેનોફોસ+ સાયપરમેથ્રીન ૧૦ મિ.લિ./૧૦ લિટર પાણીમાં નાખી જીવાતનો ઉપદ્રવ વધે ત્યારે પછી પંદર દિવસ પછી બીજો છંટકાવ કરવો.

2. મગફળીના પાકમાં ચાંચાવાના ઉપદ્રવ માટે કવીનાલફોસ ૧.૫ ટકા ભૂકી અથવા ફેનાવાલરેટ ૦.૪ ટકા ભૂકી પ્રતિ હેકટરે ૨૫ કિલો પ્રમાણે પાક પર છંટકાવ કરવો. અથવા પ્રવાહીરૂપ દવા કવીનાલફોલ ૨૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

3. ચોમાસું મગફળીમાં પોટાશ ૫૦ કિલો/હે. આપવાથી ઉત્પાદન વધે છે તથા ડોડવા ભરાવદાર થાય છે.

4. મગફળીમાં ઘૈણ નિયંત્રણ માટે ફીપ્રોનીલ ૪૦ ટકા ઈમીડાક્લોપ્રીડ ૪૦ ટકા અથવા થાયામિથોકઝામ + ફીપ્રોનીલ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.

5. મગફળીનાં ઉગાવા બાદ પણ જો સુકારો દેખાય તો ટ્રાઇકોડ્રર્મા હારજીયમનું થડ પાસે ડ્રેન્ચીંગ કરવું.

6. સૌ પ્રથમ પહેલો સારો વરસાદ થયા પછી સંધ્યા સમયે જમીનમાંથી નીકળીને ખેતરના શેઢા – પાળા પર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના ડાળા હલાવી નીચે પાડી વીણાવી લઈ નાશ કરવો.

આ પણ વાંચો : જુલાઈ મહિનામાં આ ત્રણ કઠોળની ખેતીથી ખેડૂતો કરી શકે છે સારી એવી કમાણી, જાણો આ પાક વિશે

7. સફેદ માખી, મોલોમશી તથા તડતડીયા: ડાયમીથોએટ ૦.૦૩ ટકા ૧૦ મિ.લી. / ૧૦ લીટર પાણીમાં દ્રાવણનો છંટકાવ ૫૦% ફૂલ અવસ્થાએ કરવો. જરૂર પડે તો બીજો છંટકાવ ૧૦-૧૨ દિવસે કરવો.

8. મગફળીના છોડ લોહ તત્વની ઉણપને લીધે પીળા પડી જતા હોય તો ૧૦ લીટર પાણીમાં ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી) અને ૧૦ ગ્રામ લીંબુના ફૂલનું દ્રાવણ નાખવું.

9. મગફળીના થડ અને ડોડવાના સડાનાં અસરકારક નિયંત્રણ માટે ને ૧૨૫ કી.ગ્રા. દિવેલીના ખોળમાં ભેળવી વાવેતર સમયે ચાસમાં આપવું અને તેટલો જ જથ્થો વાવેતરના એક મહિના પછી થડની પાસે વેરીને આપવો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article