AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eucalyptus Farming: ખેડૂતો નીલગિરીની ખેતીથી મેળવી શકે છે સારી કમાણી, જાણો સંપૂર્ણ વિગત

નીલગિરીની ખેતી કરીને ખેડૂતો સરળતાથી લાખોનો નફો કમાઈ શકે છે. બજારમાં નીલગિરી (Eucalyptus) લાકડાની ભારે માગ છે. તેના લાકડાનો ઉપયોગ ફર્નિચર, ઇંધણ અને કાગળના પલ્પ બનાવવા માટે થાય છે.

Eucalyptus Farming: ખેડૂતો નીલગિરીની ખેતીથી મેળવી શકે છે સારી કમાણી, જાણો સંપૂર્ણ વિગત
Eucalyptus Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 9:33 AM
Share

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ખેડૂતો (Farmers)માં જાગૃતિમાં ઝડપથી વધારો થયો છે. હવે તેઓ પરંપરાગત ખેતી સિવાય નવા યુગના પાકની ખેતી કરવા લાગ્યા છે. આ ઉપરાંત ખેડૂતોમાં નફાકારક છોડની ખેતીનો ટ્રેન્ડ પણ ઝડપથી વધ્યો છે. આવો જ એક છોડ છે નીલગિરી(Eucalyptus Farming), જેની ખેતી કરીને ખેડૂતો સરળતાથી લાખોનો નફો કમાઈ શકે છે. બજારમાં નીલગિરી (Eucalyptus) લાકડાની ભારે માગ છે. તેના લાકડાનો ઉપયોગ ફર્નિચર, ઇંધણ અને કાગળના પલ્પ બનાવવા માટે થાય છે.

જો કે, ખેડૂતોએ તેની ખેતી દરમિયાન સંયમ રાખવાની જરૂર છે. એવું નથી કે તમે તેનો છોડ રોપતા જ ​​તમારો નફો અનેકગણો વધી જશે. આ છોડ લગભગ 8 થી 10 વર્ષમાં વૃક્ષ બની જાય છે. જેના પછી તમે તેના લાકડા વેચીને 10 થી 12 લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકો છો. સમયની સાથે આ નફો વધીને 25 થી 30 લાખ થઈ શકે છે. જો કે, નિષ્ણાતો માને છે કે જો ખેતરોમાં છોડને સઘન રીતે વાવવામાં આવે તો તેના લાકડાને ચોથા વર્ષથી જ ઉપયોગ શરૂ કરી શકાય છે.

તે વિસ્તારોમાં તેના છોડ રોપવાની સલાહ આપવામાં આવે છે, જેનું તાપમાન 30 થી 35 ડિગ્રીની આસપાસ હોય. ઉપરાંત, તમે જે ખેતરમાં નીલગિરીના છોડનું વાવેતર કરો છો ત્યાં યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ હોવી જોઈએ. તે લોમી જમીનમાં છોડના વિકાસ માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે.

નીલગિરીના છોડને રોપવા માટે સૌ પ્રથમ ખેતરમાં ખેડાણ કરો. ખેડાણ કર્યા પછી, જમીનને સારી રીતે સમતળ કરો. ખેતર સમતલ થયા પછી, 5 ફૂટના અંતરે એક ફિટ પહોળાઈ અને ઊંડાઈના ખાડાઓ તૈયાર કરો. દરેક હરોળ વચ્ચે 5 થી 6 ફૂટનું અંતર રાખો. આપને જણાવી દઈએ કે આ છોડમાંથી તમે આંતરખેડ પાકની ખેતી કરીને ઘણો નફો કમાઈ શકો છો.

આ છોડની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણીવાર આ છોડની ખેતી કરતા ખેડૂતો કહે છે કે ઉધઈને કારણે આ પાકને ઘણું નુકસાન થાય છે. આ સિવાય છોડમાં ગાંઠ બનવાની સમસ્યા પણ સામે આવે છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોની સલાહ લઈને ખેડૂતોએ સમયાંતરે જીવાતો અને રોગોથી બચવાના ઉપાયો શોધવા જોઈએ.

આ પણ વાંચો: PM Narendra Modi Gujarat Visit Live: વડાપ્રધાન મોદીનાં ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, રોડ શો બાદ પદવીદાન સમારંભમાં લેશે ભાગ, તો ખેલમહાકુંભનું કરશે ઉદ્ઘાટન

આ પણ વાંચો: Agricultural Exports: ભારતની કૃષિ નિકાસમાં 23 ટકાનો વધારો, ભારતીય ઘઉંની માગમાં જોરદાર ઉછાળો

g clip-path="url(#clip0_868_265)">