MSP કરતા વધુ ભાવ મળવા છતાં પણ ખેડૂતો બજારમાં નથી વેચી રહ્યા ઘઉં, જાણો શું છે કારણ

|

May 11, 2022 | 8:47 AM

ભારતીય ઘઉં ઘણા દેશોમાં નિકાસ (Export) કરવામાં આવે છે. જેના કારણે દેશમાં ઘઉંના ભાવમાં પણ વધારો થયો છે. ઉદાહરણ તરીકે, દેશની અંદર ઘઉંની કિંમત ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) કરતા વધુ ચાલી રહી છે.

MSP કરતા વધુ ભાવ મળવા છતાં પણ ખેડૂતો બજારમાં નથી વેચી રહ્યા ઘઉં, જાણો શું છે કારણ
Farmers are not selling wheat in the market
Image Credit source: File Photo

Follow us on

રશિયા-યુક્રેન યુદ્ધ ચાલુ છે. જેના કારણે વિશ્વના ઘણા દેશોમાં ઘઉં (Wheat)ના પુરવઠાને અસર થઈ છે. વાસ્તવમાં બંને દેશોને ઘઉંનો ગઢ કહેવામાં આવે છે. આ બંને દેશો વિશ્વના ઘણા દેશોને ઘઉંની સપ્લાય કરે છે, પરંતુ યુદ્ધના કારણે ઘઉંના આ પુરવઠાને અસર થઈ છે. આવી સ્થિતિમાં, ભારતીય ઘઉંની માગ સમગ્ર વિશ્વમાં છે અને ભારતીય ઘઉં ઘણા દેશોમાં નિકાસ (Export)કરવામાં આવે છે. જેના કારણે દેશમાં ઘઉંના ભાવમાં પણ વધારો થયો છે. ઉદાહરણ તરીકે, દેશની અંદર ઘઉંની કિંમત ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) કરતા વધુ ચાલી રહી છે.

જેના કારણે ઘણા રાજ્યોમાં MSP પર ઘઉંની ખરીદીની સરકારી પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે, એમએસપી પર ઘઉં વેચવા(Wheat Procurement)ને બદલે, ખેડૂતો ઘઉંને બજારોમાં વધુ ભાવે વેચી રહ્યા છે, પરંતુ બદલાતી પરિસ્થિતિ સાથે, હવે ખેડૂતો ઘઉંનું બજારમાં વેચાણ કરવાનું પણ ટાળી રહ્યા છે.

સારા ભાવની રાહ જોઈને ખેડૂતો ઘઉં સ્ટોર કરી રહ્યા છે

વાસ્તવમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યારે દેશની અંદર ઘઉંના ભાવ MSP કરતા વધુ ચાલી રહ્યા છે. આ કારણે ખેડૂતો ભૂતકાળમાં ઘઉંને MSPમાં વેચવાને બદલે બજારમાં વેચતા હતા, પરંતુ આ યુદ્ધ હવે ખેડૂતોને બજારમાં પણ ઘઉં વેચતા અટકાવી રહ્યા છે. હકીકતમાં, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આ આખા વર્ષમાં બંને દેશોમાંથી અન્ય દેશોમાં ઘઉંનો પુરવઠો સંપૂર્ણપણે પ્રભાવિત થશે. આવી સ્થિતિમાં ખેડૂતો પણ ઘઉંનો સંગ્રહ કરવામાં ફાયદો સમજી રહ્યા છે. વાસ્તવમાં ચાલી રહેલા યુદ્ધને કારણે હવે ખેડૂતોને લાગવા માંડ્યું છે કે આગામી સમયમાં ઘઉંના ભાવમાં વધુ વધારો થશે. જેમાં તે સારી કિંમતે ઘઉંનું વેચાણ કરી શકે છે.

ઘણા રાજ્યોમાં ખેડૂતો MSP પર બોનસ માંગી રહ્યા છે

હાલમાં ઘઉંનો સંગ્રહ કરવાનું એક મુખ્ય કારણ છે, જ્યાં આગામી સમયમાં વધુ સારા ભાવ મળવાની સંભાવના છે. તો અન્ય કારણસર MSP પર બોનસ પણ છે. વાસ્તવમાં, આ વખતે પંજાબ અને હરિયાણામાં ઘઉંના પાકને હવામાનના કારણે નુકસાન થયું છે. જેના કારણે ઘઉંના દાણા પુષ્ટ થયા નથી. આ દરમિયાન ખેડૂતોએ MSP પર બોનસની પણ માગ કરી છે. જેના પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ખેડૂતોને આશા છે કે આગામી દિવસોમાં સરકાર MSP પર બોનસની જાહેરાત કરી શકે છે. આ જોતા ખેડૂતો ઘઉંના સંગ્રહને પ્રાથમિકતા આપી રહ્યા છે.

Next Article