Farmer Success Story: બનાસકાઠાનાં ખેડૂતો વિદેશમાં થતી જિરેનિયમની ખેતીથી કરી રહ્યા છે લાખોની કમાણી, એક લીટર તેલનાં મળે છે 14 હજાર રૂપિયા જેટલાં ભાવ!

|

Jun 06, 2021 | 12:38 PM

ખેડૂતોની સાહસિકતા (Entrepreneurship) અને પ્રયોગશીલતા હંમેશા નવા પાકો અને પરિણામો આપે છે. આપણે આજે એક એવા ખેડૂતની વાત કરી રહ્યા છીએ જેઓએ વિદેશમાં થતી જિરેનિયમની (Geranium) ખેતી કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે.

Farmer Success Story: બનાસકાઠાનાં ખેડૂતો વિદેશમાં થતી જિરેનિયમની ખેતીથી કરી રહ્યા છે લાખોની કમાણી, એક લીટર તેલનાં મળે છે 14 હજાર રૂપિયા જેટલાં ભાવ!
બનાસકાઠાનાં ખેડૂતો વિદેશમાં થતી જિરેનિયમની ખેતીથી કરી રહ્યા છે લાખોની કમાણી

Follow us on

Gujarat Farmer Success : ખેડૂતોની સાહસિકતા (Entrepreneurship) અને પ્રયોગશીલતા હંમેશા નવા પાકો અને પરિણામો આપે છે. આપણે આજે એક એવા ખેડૂતની વાત કરી રહ્યા છીએ જેઓએ વિદેશમાં થતી જિરેનિયમની (Geranium) ખેતી કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે.

ખેડૂતો ખેતીને સફળ બનાવવા માટે હંમેશા નવા-નવા પ્રયોગો કરતા રહે છે. તેના લીધે જ કચ્છ જેવા સૂકા અને મોટે ભાગે રેતાળ પ્રદેશ (Sandy Region) માં કેસરની ખેતી  થાય છે અને જામનગર જિલ્લામાં વિદેશી ફળ ગણાતા  ડ્રેગન ફ્રૂટની (Dragon Fruit) ખેતી થાય છે.  ઉપરાંત ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ કેસર (Saffron) ઉગાડવાના પ્રયાસો કરીને સફળ થયા છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

બનાસકાંઠા જિલ્લાના ડીસાના ભોયણ ગામના ખેડૂત શ્રીકાંતભાઇ પંચાલે તેમના સાત વિધાનાં ખેતરમાં વિદેશમાં થતી જિરેનિયમની ખેતી કરીને લાખોની આવક મેળવી છે. તેણે જણાવ્યું હતું કે, તેઓ જિરેનિયમનાં ફુલોમાથી તેલ કાઢે છે, જેનાં લિટરનાં લગભગ 14 હજાર જેટલા ભાવ મળી રહ્યા છે.

ગુજરાત મુખ્યત્વે હીરા, ટેક્સટાઈલ (Textile) જેવાં ક્ષેત્રોમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ત્યારે હવે ગુજરાત ખેતીમાં પણ પોતાનું જોર બતાવી રહ્યું છે. સફરજન, દાડમ, ખજૂર અને દ્રાક્ષ પછી હવે ગુજરાતના ખેડુતો વિદેશોમાં (Foreign) થતી જિરેનિયમની ખેતી કરીને પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. બનાસકાંઠાનાં ખેડૂત શ્રીકાંતભાઇ પંચાલે જિરેનિયમની ખેતીની સાથે જિરેનિયમનાં ફુલોમાંથી તેલ કાઢવા માટે પ્લાન્ટ (Plant) પણ બનાવ્યો છે.

ગરીબોનું ગુલાબ ગણાય છે જિરેનિયમ

ગરીબોનું ગુલાબ ગણાતું જિરેનિયમ એક પ્રકારનો સુંગધિત છોડ (Aromatic Plants) છે. સામાન્ય રીતે જિરેનિયમનાં ફુલોમાંથી તેલ કાઢવામાં આવે છે. આ તેલની આજકાલ બજારમાં ખુબ માગ (Demand) જોવા મળી રહી છે. જિરેનિયમ ઔષધિ (Medicine) ઉપરાંત અન્ય કામમાં પણ ઉપયોગી બને છે. જિરેનિયમનાં તેલમાંથી ગુલાબ જેવી સુંગધ આવે છે. જેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધન (Beauty Product) અને સુંગધિત સાબુ બનાવવા માટે ઉપયોગ થાય છે.

Next Article