AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમારે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો જોઈતો હોય તો, 31 ઓક્ટોબર પહેલા કરી લેજો આ કામ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોએ તેમના આધારકાર્ડ સાથે સંકળાયેલ મોબાઈલ નંબર ઓટીપી મેળવીને પીએમ કિસાન પોર્ટલ પરથી ઈ કેવાયસી કરી શકે છે. મોબાઈલ ઉપર ઈકેવાયસી કરવું પહેલા કરતા વધુ સરળ બન્યું છે. ઈકેવાયસી કરવા માટેની છેલ્લી તારીખ 31મી ઓકટોબરની જાહેર કરાઈ છે.

જો તમારે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો જોઈતો હોય તો, 31 ઓક્ટોબર પહેલા કરી લેજો આ કામ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો મેળવવા 31 ઓકટોબર પહેલા કરી લેજો આ કામ
| Updated on: Oct 30, 2023 | 7:34 PM
Share

સમગ્ર દેશના ખેડૂતો PM કિસાન સન્માન નિધિ યોજનાના 15માં હપ્તાની રાહ જોઈ રહ્યાં છે. PM કિસાન સન્માન નિધિ યોજનાનો હવે પછીનો હપ્તો આગામી નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં આપવામાં આવશે. આ પહેલા જુલાઈ મહિનામાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મહારાષ્ટ્રના ખેડૂતો માટે ‘નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના’ પ્રારંભ કરાવ્યો છે. આ યોજના અંતર્ગત મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 86 લાખથી વધુ લાભાર્થીઓને પ્રતિ વર્ષે વધારાની 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

કૃષિક્ષેત્રની ડીબીટી એગ્રીકલ્ચર વેબસાઇટના અહેવાલ અનુસાર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 15મા હપ્તા માટે, લાભાર્થીઓ માટે ઈકેવાયસી કરાવવું ફરજિયાત છે. જો ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભ લેવો હોય તો તેમણે ઈકેવાયસી કરાવવું જરૂરી છે. જો ઈકેવાયસી નહીં કરાવ્યું હોય તો તેવા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહી મળી શકે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોએ તેમના આધારકાર્ડ સાથે સંકળાયેલ મોબાઈલ નંબર ઓટીપી મેળવીને પીએમ કિસાન પોર્ટલ પરથી ઈ કેવાયસી કરી શકે છે. મોબાઈલ ઉપર ઈકેવાયસી કરવું પહેલા કરતા વધુ સરળ બન્યું છે. ઈકેવાયસી કરવા માટેની છેલ્લી તારીખ 31મી ઓકટોબરની જાહેર કરાઈ છે. આથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના કોઈ લાભાર્થીએ ઈકેવાયસી કરવાનું બાકી રહ્યું હોય તો તેમણે 31મી ઓક્ટોબર સુધીમાં કરાવી લેવુ જરૂરી છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધાયેલા ખેડૂતોએ ઈકેવાયસી કરવું ફરજીયાત છે. ઓટીપી આધારિત ઈ કેવાયસી પીએમ કિસાન પોર્ટલ પર કરી શકાય છે. અથવા તો બાયોમેટ્રિક રીતે ઈકેવાયસી કરાવવા માટે સીએસસી કેન્દ્ર પર કરી શકાય છે.

કેન્દ્ર સરકારે ગત જૂન મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે ચહેરાથી પણ ઓળખ થઈ શકે તેવુ ફેસ ઓથેન્ટિફિકેશન ફિચર રજૂ કર્યું છે. આથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે ખેડૂતો તેમના આંગળાની છાપ અથવા તો ચહેરાને સ્કેન કરીને સરળતાથી ઈકેવાયસી કરી શકે છે.

ઓટીપી આધારિત પીએમ કિસાન સન્માન નિધિ માટે કેવાયસી કેવી કરશો?

  • પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર તમારે જવુ પડશે.
  • આ વેબસાઈટમાં જ્યા ‘ફાર્મર્સ કોર્નર’ લખેલ છે તેમા ‘e-KYC’ વિકલ્પ શોધવો પડશે.
  • ત્યાં, તમારો આધાર નંબર લખવો પડશે.
  • આધાર નંબર લખ્યા બાદ, તમારા આધારકાર્ડની સાથે જોડાયેલા મોબાઈલ નંબર ઉપર ચાર આંકડાનો ઓટીપી આવશે.
  • ચાર આંકડાનો ઓટીપી તેમા નાખીને અપડેટ કરવુ પડશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">