ઓછી મહેનતે કરવી છે લાખોમાં કમાણી તો કરો આ ખેતી, હંમેશા રહે છે માંગ

|

Oct 16, 2021 | 11:57 PM

સરગવાની ખેતીની સૌથી સારી વસ્તુ એ છે કે, તે ઓછી જમીનમાં પણ થઇ શકે છે. સરગવાની ખેતીમાં ખર્ચ ઓછો થાય છે. એક ઝાડ ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ફળ આપે છે.

ઓછી મહેનતે કરવી છે લાખોમાં કમાણી તો કરો આ ખેતી, હંમેશા રહે છે માંગ
process of drumstick farming

Follow us on

જો ખેતીથી વધુ કમાણી કરવા માંગે છે તે ખેડૂતો (Farmers) પાસે વિકલ્પની કોઈ કમી નથી. મેડિસિનલ પ્લાન્ટ ફાર્મિંગ (Medicinal plant farming) ખેડૂત માટે એક નવો વિકલ્પ છે. જેમાં ઘણા ઝાડ એવા હોય છે, જેની ખેતીમાં વધારે મહેનત અને કરવાની જરૂર નથી. પરંતુ કમાણી લાખોમાં હોય છે. એ પૈકી એક ઝાડ છે સરગાવનું.(Drumstick)

 

સરગવાની ખેતીની સાથે સૌથી સારી વસ્તુ છે તે ઓછી જમીન પર થઈ શકે છે. સરગવાની ખેતીમાં ખર્ચ ઓછો થાય છે. જેના કારણે ખેડૂતોને સારી કમાણી થાય છે, સરગવાનું એક ઝાડ ઓછામાં ઓછું 10 વર્ષ સુધી પાક આપે છે. સરગવાના ઝાડનો દરેક હિસ્સો લાભદાયી હોય છે અને તેનું વેચાણ પણ થાય છે. સરગવાના પાન, થડ અને છાલનું વેચાણ થાય છે.

પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?

 

સરગવાની ખેતી માટે જરુરી વાતો

ઠંડા પ્રદેશોમાં સરગવાની ખેતી કરવી મુશ્કેલ છે. તેના ફૂલો ખીલે તે માટે તાપમાન 25થી 30 ડિગ્રી હોવું જોઈએ. સરગવો સૂકી લોમી માટી અથવા લોમી માટીમાં સારી રીતે ઉગે છે. ભારતમાં ઠંડા પ્રદેશો સિવાય લગભગ દરેક વિસ્તારના ખેડૂતો તેની ખેતી કરી શકે છે.

 

સરગવાનો ઉપયોગ

સરગવો દરેક રીતે પ્રકૃતિનું વરદાન છે. આપણે બધા તેનાથી વાકેફ છીએ. આ સિવાય અન્ય ઘણા કામોમાં પણ સરગવાનો ઉપયોગ થાય છે. તેના બીજના તેલમાંથી દવાઓ બનાવવામાં આવે છે. છાલ, પાંદડા, ગુંદર અને મૂળ વગેરેમાંથી આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવે છે.

 

આ રીતે કરો સરગવાની ખેતી

સરગવાની ખેતી માટે એક દિવસ આખો તેના બીજને પાણીમાં પલાળી રાખો. તેની વાવણી તમે સૂકી માટીમાં પણ કરી શકો છો. આ માટે 1 ફૂટ ઊંડો ખાડો ખોદો. ફરી આ જગ્યા પર માટી ભરી દો. સરગવાની વાવણી છોડ અને બીજ બંનેથી કરવામાં આવે છે. મતલબ તમે બીજમાંથી નર્સરી પ્લાન્ટ બનાવીને પણ વાવી શકો છો. શરૂઆતમાં ખાતર અને પછી થોડું સિંચન જરૂરી છે. તમે અડધા કિલો બીજ સાથે 2 હેક્ટર જમીન માટે રોપાઓ તૈયાર કરી શકો છો. 1 એકર જમીનમાં 1500થી 2000 છોડ ઉગાડી શકાય છે.

 

આ પણ વાંચો : કેરળમાં ભારે વરસાદે મચાવી તબાહી, કોટ્ટયમમાં ભૂસ્ખલનને કારણે લગભગ 10 લોકો ગુમ, રાજ્ય સરકારે માંગી એરફોર્સની મદદ

 

આ પણ વાંચો : T20 World Cup 2021: યુઝવેન્દ્ર ચહલને બહાર કરવાનુ કારણ આવ્યુ સામે, વિરાટ કોહલીએ રાહુલ ચાહરની ખૂબીઓને ગણાવી

Next Article