રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સમગ્ર વિશ્વમાં ભારતીય ઘઉંની માગ વધી, ખેડૂતોની આવકમાં થયો વધારો, સરકાર 9 અન્ય દેશોમાં નિકાસની શક્યતાઓ તપાસશે

|

May 13, 2022 | 4:08 PM

આ વર્ષે ઘઉંની MSP સરકાર દ્વારા 2015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે, પરંતુ દેશભરના ખેડૂતોને ઘઉંના ભાવ MSP કરતા વધારે મળી રહ્યા છે.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સમગ્ર વિશ્વમાં ભારતીય ઘઉંની માગ વધી, ખેડૂતોની આવકમાં થયો વધારો, સરકાર 9 અન્ય દેશોમાં નિકાસની શક્યતાઓ તપાસશે
Wheat Production

Follow us on

ઘઉં ઉત્પાદક (Wheat Production) દેશોની યાદીમાં ભારત વિશ્વમાં ટોચ પર છે, પરંતુ વિતેલા વર્ષોમાં વિશ્વભરના દેશો ભારતીય ઘઉંના સ્વાદથી અજાણ હતા, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) વચ્ચે સમગ્ર વિશ્વમાં ભારતીય ઘઉંની માગ વધી છે. રશિયા અને યુક્રેનને ઘઉંનો ગઢ કહેવામાં આવે છે. અગાઉના વર્ષો સુધી બંને દેશો વિશ્વના મોટાભાગના દેશોની ઘઉંની જરૂરિયાતો પૂરી કરતા હતા, પરંતુ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ઘઉંના પુરવઠાને અસર થઈ હતી. આ દરમિયાન ભારતીય ઘઉંની માગમાં જબરદસ્ત વધારો થયો છે. ઉદાહરણ તરીકે, સંકટના આ સમયમાં ભારતીય ખેડૂતોની મહેનતથી ઉત્પાદિત ઘઉં વિશ્વના લોકોની ભૂખ મિટાવી રહ્યું છે. હવે 9 અન્ય દેશો પણ આ ક્રમમા જોડાવા જઈ રહ્યા છે, જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સરકાર 9 દેશોમાં ઘઉંની નિકાસની શક્યતાઓ તપાસશે

વૈશ્વિક માગમાં વધારો વચ્ચે ભારતે 2022-23માં રેકોર્ડ 10 મિલિયન ટન ઘઉંની નિકાસ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જે અંતર્ગત વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા 9 દેશોમાં ઘઉંની નિકાસની શક્યતાઓ ચકાસવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ અંગે ચર્ચા કરવા મોરોક્કો, ટ્યુનિશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, વિયેતનામ, તુર્કી, અલ્જેરિયા અને લેબનોન ખાતે પ્રતિનિધિમંડળ મોકલવાનું આયોજન કર્યું છે.

સરકારે વિવિધ મંત્રાલયોના પ્રતિનિધિઓ સાથે કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) ના નેજા હેઠળ ઘઉંની નિકાસ માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ સાથે કેન્દ્ર સરકારે ઘઉંની ગુણવત્તાના ધોરણોનું પાલન કરવાનું કહ્યું છે. 2021-22માં, ભારતે $2.05 બિલિયનના મૂલ્યની રેકોર્ડ 7 લાખ મેટ્રિક ટન ઘઉંની નિકાસ કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઈજિપ્તમાં 10 લાખ ટન ઘઉંની નિકાસ કરવામાં આવશે

રુશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ભારત ઈજિપ્તમાં ઘઉંના સૌથી મોટા ખરીદદાર તરીકે ઉભરી આવ્યું છે. ઇજિપ્તે ભારત સરકાર સાથે 10 લાખ ટન ઘઉંના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જે અંતર્ગત આ ઘઉંની ભારતમાંથી ઇજિપ્તમાં નિકાસ કરવામાં આવશે. યુદ્ધ પહેલા, યમન, અફઘાનિસ્તાન, કતાર જેવા દેશો ભારતીય ઘઉંના નવા ગ્રાહકો તરીકે ઉભરી આવ્યા છે. જ્યારે 2020-21 સુધી ભારત બાંગ્લાદેશને 54 ટકા ઘઉંની નિકાસ કરતું હતું.

ઘઉં MSP કરતા વધુ ભાવે વેચાઈ રહ્યા છે

દેશમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ઘઉંની ખરીદીની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આ વર્ષે ઘઉંની MSP સરકાર દ્વારા 2015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે, પરંતુ દેશભરના ખેડૂતોને ઘઉંના ભાવ MSP કરતા વધારે મળી રહ્યા છે. હાલમાં બજારમાં ઘઉંની મોડલ કિંમત 2300 થી 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.

Published On - 4:05 pm, Fri, 13 May 22

Next Article