Cotton Price: આ વર્ષે કપાસનું વાવેતર 125 લાખ હેક્ટર થવાનો અંદાજ, જાણો તેની પાછળનું કારણ ?

|

Jul 04, 2022 | 3:45 PM

છેલ્લા બે વર્ષથી ખેડૂતોને કપાસના સારા(Cotton Price)ભાવ મળ્યા છે. સોયાબીનના ભાવમાં તાજેતરનો તીવ્ર ઘટાડો પણ ખેડૂતોને કપાસની વાવણીના વિકલ્પો પસંદ કરવા પ્રોત્સાહિત કરશે.

Cotton Price: આ વર્ષે કપાસનું વાવેતર 125 લાખ હેક્ટર થવાનો અંદાજ, જાણો તેની પાછળનું કારણ ?
Cotton
Image Credit source: Tv9 Digital

Follow us on

ખેડૂતો(Farmers) માત્ર એવા પાકો પર ધ્યાન આપે છે જે તેમને વધુ નફો આપે છે. છેલ્લા કેટલાક સમયથી કપાસ આવો પાક સાબિત થઈ રહ્યો છે. વર્તમાન ખરીફ સિઝન 2022-23માં દેશમાં કપાસનો વાવેતર વિસ્તાર 4 થી 6 ટકા વધીને 125 લાખ હેક્ટર થવાનો અંદાજ છે. કારણ એ છે કે છેલ્લા બે વર્ષથી ખેડૂતોને કપાસના સારા(Cotton Price)ભાવ મળ્યા છે. સોયાબીનના ભાવમાં તાજેતરનો તીવ્ર ઘટાડો પણ ખેડૂતોને કપાસની વાવણીના વિકલ્પો પસંદ કરવા પ્રોત્સાહિત કરશે.

આ વર્ષે સારી ગુણવત્તાના કપાસનો લઘુત્તમ ટેકાના ભાવ (MSP) 6380 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે બજારમાં તેની કિંમત 12 થી 13 હજાર રૂપિયા સુધી મળી રહી છે. જેથી ખેડૂતો તેમની આવક વધારવા માટે વધુ વાવણી કરી શકે છે. સોયાબીનના ભાવ પણ એમએસપી કરતા ઉંચા મળી રહ્યા છે, પરંતુ તેમાં કપાસ જેટલી તેજી જોવા મળી નથી.

ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 1લી જુલાઇ સુધીમાં માત્ર 4 ટકા ઓછા કપાસનું વાવેતર થયું છે. મુખ્ય ઉત્પાદક મહારાષ્ટ્રમાં ગયા વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં 21 ટકા વધુ વાવણી થઈ છે. વર્તમાન સિઝનમાં એટલે કે 2022-23માં 23.65 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જ્યારે પાછલા વર્ષે એટલે કે 2021-22માં માત્ર 19.59 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું હતું. જો કે આ વખતે મધ્યપ્રદેશમાં ગયા વર્ષની સરખામણીમાં 46 ટકા ઓછું વાવેતર થયું છે. આ વર્ષે 1.80 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે ગયા વર્ષે 3.34 લાખ હેક્ટરમાં વાવણી થઈ હતી.

અન્ય રાજ્યોની શું હાલત છે

પંજાબમાં ગત સિઝનની સરખામણીએ આ વખતે માત્ર 2% ઓછી વાવણી થઈ છે. ત્યાં આ વર્ષે 2.48 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. હરિયાણામાં 6.51 લાખ હેક્ટર, ગુજરાતમાં 10.86 લાખ હેક્ટર, તેલંગાણામાં 9.21 લાખ હેક્ટર અને કર્ણાટકમાં 2.89 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. એ જ રીતે રાજસ્થાનમાં 1 જુલાઈ સુધીમાં 5.57 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે.

કપાસના ભાવ પર દબાણ શા માટે રહેશે?

ઓરિગો ઈ-મંડીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર (કોમોડિટી રિસર્ચ) તરુણ સત્સંગીના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા જેવા કપાસના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ચોમાસું આગળ વધતું હોવાથી વાવણીની પ્રવૃત્તિ ગયા વર્ષની સરખામણીએ જુલાઈ સુધી સારી છે. વર્તમાન પુરવઠાની તંગી અને ધીમી માંગને અવગણીને, કપાસના ભાવ સારા પાકની આશાએ ઘટવા લાગ્યા છે.

મંદીનો ડર, વ્યાજદરમાં વધારો, ચીનમાં લોકડાઉન અને ચોમાસામાં સુધારો થવાના કારણે કપાસના ભાવમાં ઘટાડો થયો છે. તેઓ કહે છે કે જુલાઈમાં સામાન્ય ચોમાસાની અપેક્ષા સાથે વાવણીમાં વધારો થવાને કારણે કપાસના ભાવ દબાણ હેઠળ રહેશે.

કેટલી થશે આયાત

બજારના નિષ્ણાતો કહે છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં 15-16 લાખ ગાંસડી (1 ગાંસડી = 170 કિલો) ડ્યૂટી ફ્રી આયાતથી રાહત મળવાની ધારણા છે. ભારતીય વેપારીઓ અને મિલોએ ડ્યૂટી હટાવ્યા બાદ રૂની 5,00,000 ગાંસડીની ખરીદી કરી છે. 2021-22 માટે કુલ આયાત હવે 8,00,000 ગાંસડી છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં 8,00,000 ગાંસડીની અન્ય સંભવિત આયાત સાથે 2021-22 માટે કુલ આયાત 16 લાખ ગાંસડી હશે. કપાસની મોટાભાગની આયાત અમેરિકા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને પશ્ચિમ આફ્રિકાના દેશોમાંથી થાય છે.

Next Article