AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Climate Change: આગામી 30 વર્ષમાં ખેતી માટે પાણીની માગમાં 29% નો થશે વધારો

જો ગ્રીનહાઉસ વાયુઓના વધતા ઉત્સર્જનને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો કોઈપણ દેશ ગરમીના મોજા, દુષ્કાળ, વધતી જતી દરિયાઈ સપાટી, ખાદ્ય પુરવઠાની અછત અને પ્રવાસન માટે વધતા જોખમથી બચી શકશે નહીં.

Climate Change: આગામી 30 વર્ષમાં ખેતી માટે પાણીની માગમાં 29% નો થશે વધારો
Irrigation - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 4:50 PM
Share

G-20 દેશો પર જાહેર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય આબોહવા અહેવાલમાં (Climate Report) કહેવામાં આવ્યું છે કે જો કાર્બન ઉત્સર્જન ઝડપથી વધતું રહેશે તો સદીના અંત સુધીમાં વૈશ્વિક તાપમાનમાં 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. જો આમ થશે તો 2050 સુધીમાં ખેતી (Agriculture) માટે પાણીની માગ લગભગ 29 ટકા વધી જશે. એટલે કે આગામી 30 વર્ષમાં જ ભારતીય કૃષિ એક મોટા સંકટનો સામનો કરવા જઈ રહી છે. 2036 અને 2065 વચ્ચે કૃષિ દુષ્કાળમાં 48 ટકાનો વધારો થશે. બીજી તરફ 2 ડિગ્રી સેલ્સિયસના વધારાના સંજોગોમાં તે જ સમયગાળામાં તે 20 ટકા ઘટશે.

તાપમાનમાં આ વધારાને કારણે 2036 અને 2065 વચ્ચે ભારતમાં ગરમીનો કહેર વધુ વધશે. એવો અંદાજ છે કે તે સામાન્ય કરતાં 25 ગણો લાંબો સમય ચાલશે. આ રિપોર્ટ 30 થી 31 ઓક્ટોબર દરમિયાન રોમમાં યોજાનારી G-20 સમિટ પહેલા લોન્ચ કરવામાં આવ્યો છે.

સમૃદ્ધ અર્થતંત્રો પર ગંભીર અસર રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે આગામી 30 વર્ષમાં ક્લાઈમેટ ચેન્જની વિશ્વની સૌથી ધનિક અર્થવ્યવસ્થાઓ પર ગંભીર અસર પડશે. જો ગ્રીનહાઉસ વાયુઓના વધતા ઉત્સર્જનને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો કોઈપણ દેશ ગરમીના મોજા, દુષ્કાળ, વધતી જતી દરિયાઈ સપાટી, ખાદ્ય પુરવઠાની અછત અને પ્રવાસન માટે વધતા જોખમથી બચી શકશે નહીં.

આ સ્થિતિમાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અર્થવ્યવસ્થામાં સ્થિરતા લાવવા માટે G-20 દેશોએ તેમના ઉત્સર્જનમાં તીવ્ર ઘટાડો કરવાની જરૂર છે, જે વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 80 ટકા હિસ્સો ધરાવે છે.

ભારતને સૌથી વધુ અસર થશે આ અંગે માહિતી આપતાં આબોહવા વિજ્ઞાની અને નવીનતમ IPCC રિપોર્ટના મુખ્ય લેખકોમાંના એક અંજલ પ્રકાશે કહ્યું કે, ભારતમાં ઘણા ક્લાઈમેટ હોટસ્પોટ છે. તે ઉત્તર અને પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં 7,500 કિમી લાંબી દરિયા કિનારોથી હિમાલય સુધી વિસ્તરે છે. લગભગ 54 ટકા સૂકા વિસ્તારમાં હીટ વેવની સંભાવના છે. તેમના મતે ભારત આ મામલે ખૂબ જ સંવેદનશીલ છે અને જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ જલ્દી બગડી શકે છે.

જો ઉત્સર્જનમાં વધારો ઝડપી ગતિએ ચાલુ રહેશે, તો 2050 સુધીમાં દેશના લગભગ 18 મિલિયન લોકો નદીઓમાં પૂરની ઝપેટમાં આવશે, જે વર્તમાન કરતા લગભગ 15 ગણા વધારે છે. નોંધનીય છે કે હાલમાં લગભગ 13 લાખ લોકો આવા પૂરના જોખમનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો દેશમાં ક્લાઈમેટ ચેન્જને રોકવાના પ્રયાસો કરવામાં નહીં આવે તો તે તાજેતરના દાયકાઓમાં થયેલા વિકાસ કાર્યોને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે.

આ પણ વાંચો : તહેવારો પર ડુંગળી સસ્તી કરવાના સરકારના પગલાની થઈ અસર, જાણો ડુંગળીના ભાવ કેટલા ઘટ્યા ?

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનું યુવાનોને આહ્વાન, કૃષિ સ્ટાર્ટઅપ થકી બનાવો ઉજ્જવળ ભવિષ્ય

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">