કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ (CAI) 1 ઓક્ટોબર 2023 થી શરૂ થતા માર્કેટિંગ સેશન 2023-24 માટે કપાસના ઉત્પાદનના અંદાજને ઘટાડીને 294.10 લાખ ગાંસડી કર્યો છે. હરિયાણામાં ‘પિંક બોલવોર્મ’ એટલે કે ગુલાબી ઈયળના કારણે ચેપ અને ખેડૂતોએ કપાસના છોડને જડમૂળથી ઉખેડી નાખ્યા બાદ પાકને થયેલા નુકસાનને કારણે આ ઉત્પાદન અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
CAI એ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જે અનુસાર હરિયાણામાં 2023-24 દરમિયાન કપાસનું ઉત્પાદન 15 લાખ ગાંસડી થવાનો અંદાજ છે. છેલ્લી સિઝનમાં આ ઉત્પાદન 11 લાખ ગાંસડી હતું. નિવેદન મૂજબ વર્ષ 2021-22માં કપાસનું કુલ ઉત્પાદન 318.90 લાખ ગાંસડી હતું.
ઓક્ટોબરમાં કુલ પુરવઠો 54.74 લાખ ગાંસડી હોવાનો અંદાજ છે, જેમાં 24.34 લાખ ગાંસડીની આવક, 1.50 લાખ ગાંસડીની આયાત અને 28.90 લાખ ગાંસડીના સેશનની શરૂઆતમાં CAI દ્વારા રાખવામાં આવેલ શરૂઆતના સ્ટોકનો સમાવેશ થાય છે.
આ સિવાય CAIએ કપાસનો ઉપયોગ 26 લાખ ગાંસડી રહેવાનો અંદાજ મૂક્યો છે. 31 ઓક્ટોબર સુધી નિકાસ શિપમેન્ટ 1 લાખ ગાંસડી રહેવાનું અનુમાન છે. કપાસની સીઝન 2023-24ના અંત સુધીમાં એટલે કે 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં કુલ કપાસનો પુરવઠો 345 લાખ ગાંસડી હોવાનું અનુમાન છે. ગયા વર્ષે કુલ કપાસનો પુરવઠો 355.40 લાખ ગાંસડી રહ્યો હતો.
CAI ના અંદાજ મૂજબ આ સેશનમાં કપાસની આયાત 9.50 લાખ ગાંસડી વધીને 22 લાખ ગાંસડી થશે. તે ગયા સેશનમાં 12.50 લાખ ગાંસડી હતો. સ્થાનિક વપરાશ ગયા વર્ષ જેટલો એટલે કે 311 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. CAIએ આગળ કહ્યુ હતું કે, આ સેશન માટે નિકાસ ગત વર્ષની 15.50 લાખ ગાંસડીની સરખામણીએ 1.50 લાખ ગાંસડી ઓછી એટલે કે 14 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે.
આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, દરિયાઈ માર્ગે થશે ફળ અને શાકભાજીની નિકાસ, થશે ડબલ ફાયદો
ખેડૂતોએ કપાસના પાકને ગુલાબી ઈયળના પ્રકોપથી બચાવવા માટે તેમના ખેતરોની સતત દેખરેખ રાખવી જોઈએ. ખેતરમાં કપાસના લાકડીઓનો ઢગલો કરવો જોઈએ નહીં. તેમને ઘરે લઈ જઈને ઢગલો કરવાને બદલે ઉભા રાખીને તેને ઢાંકીને રાખો.