Budget 2022: શું છે કેન બેટવા લીંક યોજના, જેના માટે સરકારે આપ્યા 44,605 હજાર કરોડ રૂપિયા ?
આ બજેટમાં ઘઉં-ડાંગરની ખરીદીથી લઈને ખેતીમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે બજેટની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય કેન બેટવા લિંક પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા 44,605 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman)સામાન્ય બજેટ (Union Budget 2022-23) રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે કૃષિ ક્ષેત્ર માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ બજેટમાં ઘઉં-ડાંગરની ખરીદીથી લઈને ખેતીમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે બજેટની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય કેન બેટવા લિંક પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા 44,605 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
બુંદેલખંડ પ્રદેશ દાયકાઓથી ગંભીર દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. ખેતી પર નિર્ભર અહીંના લોકો કુદરતી આફતોના કારણે ભારે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેન બેટવા લિંક પ્રોજેક્ટ પૂર્ણ થવાથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ડઝનબંધ જિલ્લાઓના ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે.
સરકારના જણાવ્યા અનુસાર, આ યોજના પૂર્ણ થયા બાદ 9 લાખ હેક્ટરથી વધુ ખેતીની જમીનને સિંચાઈની સુવિધા મળશે. આ સાથે વિસ્તારના 62 લાખ લોકોને પીવાનું પાણી મળશે. પ્રોજેક્ટ હેઠળ ઉત્તર પ્રદેશમાં બે બેરેજ અને મધ્ય પ્રદેશની નદીઓ પર સાત બંધ બાંધવામાં આવશે. 103 મેગાવોટ હાઇડ્રો પાવર અને 27 મેગાવોટ સોલાર પાવરનું ઉત્પાદન કરવામાં આવશે.
Implementation of Ken Betwa Linking project at est. cost of Rs. 44,605 Cr. will be taken up
This is aimed at providing Irrigation benefits to 9.0 lakh hectare farmland, drinking water to 62 lakh people, 103 MW hydropower, and 27 MW solar power generation
– FM @nsitharaman pic.twitter.com/mVFNUwQtps
— PIB India (@PIB_India) February 1, 2022
આ પ્રોજેક્ટમાં 44,605 કરોડનો ખર્ચ થશે, જેમાંથી 90 ટકા કેન્દ્ર સરકાર ભોગવશે. ત્યારે પાંચ-પાંચ ટકાનો ખર્ચ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સરકાર કરશે. આ પ્રોજેક્ટ 8 વર્ષમાં પૂર્ણ થશે. પ્રોજેક્ટમાં 176 કિમીની લિંક કેનાલ બનાવવામાં આવશે. બંને નદીઓને કેનાલ દ્વારા જોડવામાં આવશે. તેનાથી અહીંના ખેડૂતોને ઘણો ફાયદો થશે.
જણાવી દઈએ કે સરકારના આ પ્રોજેક્ટથી ઉત્તર પ્રદેશના ચાર જિલ્લા બાંદા, મહોબા, ઝાંસી અને લલિતપુરને 750 મિલિયન ક્યુસેક મીટર પાણી મળશે. આ જિલ્લાઓમાં બે લાખ હેક્ટરથી વધુ ખેતીની જમીનને સિંચાઈ કરવામાં આવશે. ત્યારે મધ્ય પ્રદેશના પન્ના, ટીકમગઢ, છતરપુર, સાગર, દમોહ, દતિયા, વિદિશા, શિવપુરી જિલ્લાના ખેડૂતો પણ આ પ્રોજેક્ટનો લાભ લઈ શકશે.
આ પણ વાંચો: Technology News: હવે WhatsApp કોલ રેકોર્ડ કરવું થયું એકદમ સરળ, અહીં જાણો કેવી રીતે