AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર 1 વર્ષ માટે લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે મોટું કારણ

2021 અને 2022 ની વચ્ચે, દેશમાં 50 લાખ ટનથી વધુ શેરડીનું વિક્રમી ઉત્પાદન નોંધાયું હતું, જેમાંથી ખાંડની (Sugar)મિલોએ લગભગ 3,574 લાખ ટનનું પિલાણ કરીને લગભગ 394 લાખ ટન ખાંડ (સુક્રોઝ)નું ઉત્પાદન કર્યું હતું.

કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર 1 વર્ષ માટે લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે મોટું કારણ
મે મહિનામાં સરકારે 1 જૂન 2022થી ખાંડની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 3:08 PM
Share

ખાંડના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક ભારતે સ્થાનિક બજારમાં ભાવ વધારાને રોકવા માટે ઓક્ટોબર 2023 સુધી તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર અને ઉદ્યોગ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતમાં આ વર્ષે શેરડીનું રેકોર્ડ ઉત્પાદન થવાની ધારણા છે. સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલા માર્કેટિંગ વર્ષમાં ભારતની ખાંડની નિકાસ 57% વધીને 109.8 લાખ ટન થઈ છે. તેના કારણે ભારતને લગભગ 40,000 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ મળ્યું. ખેતીના સમાચાર અહીં વાંચો.

એ જ રીતે માર્કેટિંગ વર્ષ 2021-22 (ઓક્ટોબર-સપ્ટેમ્બર) ના અંતે, ખેડૂતો માટે શેરડીની બાકી રકમમાં માત્ર રૂ. 6,000 કરોડ હતા, કારણ કે મિલોએ તેમને રૂ. 1.18 લાખ કરોડના કુલ લેણાંમાંથી રૂ. 1.12 લાખ કરોડ ચૂકવી દીધા છે. ખાદ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે 2021-22 માર્કેટિંગ વર્ષ માટે “ભારત ખાંડના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક અને ગ્રાહક તેમજ વિશ્વના બીજા સૌથી મોટા ખાંડ નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે”.

80 લાખ ટન સુધીની નિકાસને મંજૂરી મળી શકે છે

2021 અને 2022 ની વચ્ચે, દેશમાં 50 લાખ ટનથી વધુ શેરડીનું વિક્રમી ઉત્પાદન નોંધાયું હતું, જેમાંથી ખાંડની મિલોએ લગભગ 3,574 લાખ ટનનું પિલાણ કરીને લગભગ 394 લાખ ટન ખાંડ (સુક્રોઝ)નું ઉત્પાદન કર્યું હતું. તેમાંથી ખાંડ મિલો દ્વારા 359 લાખ ટન ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, જ્યારે 35 લાખ ટન ખાંડ ઇથેનોલ ઉત્પાદન માટે ડાયવર્ટ કરવામાં આવી હતી. શેરડી પિલાણની મોસમ ઘણીવાર ઓક્ટોબર અથવા નવેમ્બરમાં શરૂ થાય છે અને મધ્ય એપ્રિલ સુધી ચાલે છે, જ્યારે ખાંડની સિઝન સામાન્ય રીતે ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. તે જ સમયે, ભારતમાં આ વર્ષે વિક્રમી ખાંડના પાકનું ઉત્પાદન થવાની ધારણા છે, જે નવી દિલ્હીને 8 મિલિયન ટન સુધીની નિકાસ કરવાની મંજૂરી આપી શકે છે.

ઘઉંના લોટની વધતી કિંમતો પર અંકુશ આવશે

તમને જણાવી દઈએ કે આ પહેલા મે મહિનામાં સરકારે 1 જૂન 2022થી ખાંડની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. ત્યારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે સ્થાનિક પ્રાપ્યતા અને ભાવ સ્થિરતા જાળવવાના ઉદ્દેશ્ય સાથે 1 જૂનથી ખાંડની નિકાસને નિયંત્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે જ સમયે, ઓગસ્ટ મહિનામાં પણ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ ઘઉં અથવા મેસલિન લોટ માટે મુક્તિ નીતિમાં સુધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ પગલાથી હવે ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવશે, જેનાથી દેશમાં ઘઉંના લોટની વધતી કિંમતો પર અંકુશ આવશે.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">