સરકારે ખેડૂતોને આપી ચેતવણી! PM કુસુમ યોજનાની નકલી વેબસાઈટથી રહો સાવધાન, નહીં તો પાણીમાં જશે પૈસા

|

May 28, 2022 | 9:50 AM

PM Kusum Yojana: આ યોજનામાં, સૌર પંપ(Solar Pump)લગાવવા અને કૃષિ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા પંપોને સૌર ઉર્જા પ્રદાન કરવા માટે સબસિડી આપવામાં આવે છે.

સરકારે ખેડૂતોને આપી ચેતવણી! PM કુસુમ યોજનાની નકલી વેબસાઈટથી રહો સાવધાન, નહીં તો પાણીમાં જશે પૈસા
PM Kusum Yojana
Image Credit source: File Photo

Follow us on

નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (Ministry of New and Renewable Energy)એ લોકોને PM કુસુમ યોજના(PM Kusum Yojana)ના નામે ચલાવવામાં આવી રહેલી નકલી વેબસાઈટ વિશે ચેતવણી આપતા, તેમને કોઈપણ વણચકાસાયેલ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપી છે. MNRE પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજનાનો અમલ કરી રહી છે. આ યોજનામાં, સૌર પંપ(Solar Pump)લગાવવા અને કૃષિ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા પંપોને સૌર ઉર્જા પ્રદાન કરવા માટે સબસિડી આપવામાં આવે છે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીએમ-કુસુમ યોજના હેઠળ નોંધણી કરવાનો દાવો કેટલીક નકલી વેબસાઇટ્સના સંચાલન વિશેની માહિતી આવી છે. આગળ આ નકલી વેબસાઈટ્સ એવા લોકો પાસેથી પૈસા વસૂલે છે જેઓ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે. મંત્રાલયે સામાન્ય લોકોને ચેતવણી આપી છે કે WhatsApp અથવા SMS દ્વારા મોકલવામાં આવેલી કોઈપણ નોંધણી લિંક પર ક્લિક કરતા પહેલા તેની ચકાસણી કરી લેવી જોઈએ.

રજીસ્ટ્રેશન ચાર્જના નામે પૈસા જમા ન કરાવો

MNRE એ અગાઉ લોકોને જાહેર માહિતી આપીને રજિસ્ટ્રેશન ચાર્જના નામે પૈસા જમા ન કરવાની સલાહ પણ આપી હતી. આ અંગે મળેલી ફરિયાદના આધારે સંબંધિત પક્ષકારો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આમાંની કેટલીક નકલી વેબસાઇટ્સ *.org, *.in, *.com ડોમેન નામો હેઠળ નોંધાયેલ છે જેમ કે www.kusumojanaonline.in.net, www.pmkisankusumyojana.co.in, www.onlinekusumyojana.org.in, www.pmkisankusumyojana અને આ પ્રકારની અન્ય સમાન વેબસાઇટ્સ છે.

Ministry of New and Renewable Energy

તેથી પ્રધાનમંત્રી-કુસુમ યોજના માટે અરજી કરનારા તમામ ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ છેતરપિંડીવાળી વેબસાઇટ્સની મુલાકાત ન લે અને કોઈ ચુકવણી ન કરે. રાજ્ય સરકારના વિભાગો દ્વારા પ્રધાનમંત્રી કુસુમ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. મંત્રાલયે કહ્યું છે કે PM-KUSUM યોજના હેઠળ યોગ્યતા તપાસ અને સંપૂર્ણ પ્રક્રિયા વિશેની માહિતી તેની વેબસાઇટ https://pmkusum.mnre.gov.in પરથી મેળવી શકાય છે.

યોજનાની વધુ વિગતો માટે, નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (MNRE) ની સત્તાવાર વેબસાઇટ www.mnre.gov.in અથવા ડાયર ટોલ ફ્રી નંબર 1800-180-3333 ની મુલાકાત લો. છેતરપિંડીથી બચો સાવચેત રહો.

સોલાર પંપ લગાવવાના ફાયદા

PM કુશ્મા યોજનાની વેબસાઈટ અનુસાર, સૌર ઉર્જા અપનાવવાથી ડીઝલના ખર્ચ અને પ્રદૂષણથી છુટકારો મળશે. સોલાર પંપ લગાવવા માટે કેન્દ્ર તરફથી 30 ટકા અને રાજ્ય સરકાર તરફથી 30 ટકા સબસિડી મળશે. આ સિવાય બેંકો દ્વારા 30 ટકા સુધીની લોનની સુવિધા મળી શકે છે. ડીઝલનો ખર્ચ બચાવીને 5 કે 6 વર્ષમાં લોન ભરપાઈ થઈ જશે. સોલાર પંપ 25 વર્ષ સુધી ચાલશે અને તેની જાળવણી પણ સરળ છે.

Next Article