PACS ને મજબૂત કરવા ટુંક સમયમાં જ મોડલ એક્ટ લાવશે સરકાર, ખેડૂતોને થશે ફાયદો

|

Aug 24, 2022 | 11:42 AM

ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે મોદી સરકાર પ્રાઈમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીઝ (PACS)ને બહુહેતુક બનાવી રહી છે. PACS થી APEX સુધી મજબૂત માર્કેટિંગ સિસ્ટમ માટે ટૂંક સમયમાં મોડલ એક્ટ લાવવામાં આવશે.

PACS ને મજબૂત કરવા ટુંક સમયમાં જ મોડલ એક્ટ લાવશે સરકાર, ખેડૂતોને થશે ફાયદો
Union Home and Cooperation Minister Amit Shah
Image Credit source: TV9 Digital

Follow us on

ભોપાલમાં નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NAFED) દ્વારા ‘કૃષિ માર્કેટિંગમાં સહકારી મંડળીઓની ભૂમિકા’ વિષય પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. શાહે કહ્યું કે મોદી સરકાર પ્રાઈમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીઝ (PACS)ને બહુહેતુક બનાવી રહી છે. PACS થી APEX સુધી મજબૂત માર્કેટિંગ સિસ્ટમ માટે ટૂંક સમયમાં મોડલ એક્ટ લાવવામાં આવશે. ત્યારે કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે ભારતના સંસ્કુતિમાં સહકારની આત્મા રહે છે.

શાહે કહ્યું કે આપણો દેશ કઠોળ અને તેલીબિયાં સિવાય અન્ય ઉત્પાદનોની બાબતમાં આત્મનિર્ભર બન્યો છે. છેલ્લા 8 વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણા નક્કર કામો કરવામાં આવ્યા છે. જેમાં કૃષિ પેદાશોની કિંમત કરતાં દોઢ ગણા લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) આપવાનું કામ કરવામાં આવ્યું છે. જેના કારણે દેશના કરોડો ખેડૂતોને ફાયદો થયો છે. દેશમાં અનાજનું ઉત્પાદન 314 મિલિયન મેટ્રિક ટનને વટાવી ગયું છે. કૃષિ પેદાશોના માર્કેટિંગને સુગમ અને અત્યાધુનિક બનાવવા માટે ઘણા કામો કરવામાં આવ્યા છે. મુખ્ય એક છે e-NAM પ્લેટફોર્મ. જેની સાથે એક હજાર મંડીઓ જોડાઈ છે.

e-NAM પર કેટલો કારોબાર થયો

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લગભગ અઢી કરોડ ખેડૂતો અને 2.5 લાખ વેપારીઓએ e-NAM પર નોંધણી કરાવી છે. ત્યારે e-NAM પર 20 રાજ્યોના 2,100 થી વધુ ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO)ને જોડવાનું કામ પણ કરવામાં આવ્યું છે. આનાથી માર્કેટિંગમાં પારદર્શિતા આવી અને ખેડૂતોને વાજબી ભાવ મળવા લાગ્યા. અત્યાર સુધીમાં e-NAM પર બે લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ગેસ એજન્સી પણ ચલાવશે પેક્સ

શાહે કહ્યું કે ભારતની કૃષિ નિકાસ 50 અબજ ડોલરને પાર કરી ગઈ છે. જે કૃષિ અને સહકારી ક્ષેત્ર માટે મોટી વાત છે. તેમણે કહ્યું કે PACS થી APEX સુધીની મજબૂત માર્કેટિંગ સિસ્ટમ માટે, નાફેડની સાથે, રાજ્ય, જિલ્લા અને તાલુકાઓના ફેડરેશનને પણ માર્કેટિંગ સાથે સંકલિત કરવું પડશે. અમે PACS નો મોડલ એક્ટ લાવી રહ્યા છીએ. જેના માટે ચર્ચા કરવામાં આવી છે. અમે એક મહિનાના ગાળામાં સમગ્ર દેશમાં પેકના મોડલ બાયલોઝ મોકલીશું.

આ સાથે દરેક PACS FPO બનવા માટે લાયક બનશે. ખેડૂતોની ઉપજની ખરીદી કરીને નાફેડ તેને રાજ્ય ફેડરેશન અને દેશભરમાં 63 હજાર પેક આપી શકશે. પેક્સ સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનનું કામ પણ કરશે. ત્યારે સક્ષમ પેક કોલ્ડ સ્ટોરેજ બનાવી શકશે અને ગેસ એજન્સી પણ લઈ શકશે. જેના થકી ખેડૂતોને વધુ લાભ મળશે. વધુ કિંમત મળશે. મોદી સરકાર કુલ 22 પ્રવૃત્તિઓને PACS સાથે જોડવાનું કામ કરવા જઈ રહી છે.

સહકારિતા સાથે જોડાયા ખેડૂતો

બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે IFFCO અને અમૂલ વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થાઓ બનીને દેશ અને સહકારી સંસ્થાઓનું ગૌરવ વધારી રહી છે. તેના મૂળમાં પદ્ધતિમાં શુદ્ધતા અને પારદર્શિતા છે. વડાપ્રધાને સહકારથી સમૃદ્ધિની કલ્પના ગુજરાતના મુખ્યમંત્રી રહેતા સમયે કરી અને વડા પ્રધાન બન્યા પછી દેશભરમાં આ માટે પગલાં લેવાયા છે. સરકાર ઈચ્છે છે કે સામાન્ય લોકો, સામાન્ય ગ્રામજનો, સામાન્ય ખેડૂતો આગળ વધે, તેઓ સહકારી સંસ્થાઓમાં જોડાય અને પોતાની સાથે દેશને આત્મનિર્ભર બનાવે. એટલા માટે પીએમએ એક અલગ સહકારી મંત્રાલય બનાવ્યું.

સામાન્ય સુવિધા કેન્દ્ર તરીકે PACS

કાર્યક્રમમાં હાજર રહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, એમપીમાં સહકારી ક્ષેત્રમાં ઘણા પગલા લેવામાં આવ્યા છે. પેક્સનું કોમ્પ્યુટરાઇઝેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. લગભગ 4,500 પેક્સ કોમન ફેસિલિટી સેન્ટર તરીકે વિકસાવવામાં આવ્યા છે. નવી સહકારી નીતિ ઘડવાના પ્રયાસો ચાલુ છે. આનો ઉદ્દેશ સહકારી સિદ્ધાંતોના આધારે સંસ્થાઓને મજબૂત કરવાનો અને તેમાં રાજકીય હસ્તક્ષેપ દૂર કરવાનો પણ છે.

Next Article