AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો પર ખરીફ સિઝન ભારે, પહેલા વરસાદ અને હવે જીવાતોના પ્રકોપથી પાકને બચાવવો મુશ્કેલ

વરસાદને કારણે ખેતીનું કામ ઠપ થઈ ગયું છે. સંતોષકારક વરસાદથી પાક વધશે તેવી અપેક્ષા હતી, પરંતુ હવે જીવાત અને નીંદણ વધી રહ્યા છે. ખેડૂતોની સમસ્યા હજુ પણ યથાવત છે અને હવે તેમને પાક પર દવા છંટકાવ માટે વધુ પૈસા ખર્ચવા પડશે. અન્ય જિલ્લાના ખેડૂતોની પણ આવી જ હાલત છે.

ખેડૂતો પર ખરીફ સિઝન ભારે, પહેલા વરસાદ અને હવે જીવાતોના પ્રકોપથી પાકને બચાવવો મુશ્કેલ
Pesticide on CropImage Credit source: TV9 Digital
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 11:21 AM
Share

સતત વરસી રહેલો વરસાદ હવે બંધ થઈ ગયો છે. આ વરસાદે ખરીફ પાકને રાહત આપી છે, પરંતુ ખેડૂતો (Farmers)ની મુશ્કેલી યથાવત છે. ભારે વરસાદ બાદ હવે જિલ્લામાં ઝરમર ઝરમર વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે પાક પર લાર્વા જીવાતોનો પ્રકોપ (Pest Attack On Crops) વધી રહ્યો છે. આ ઉપરાંત નિંદામણ પણ વધી રહ્યું છે. ખેડૂતો પાસે છંટકાવ સિવાય કોઈ વિકલ્પ નથી. હાલ તો વચ્ચે પડેલા વરસાદને કારણે ખેતીનું કામ ઠપ થઈ ગયું છે. સંતોષકારક વરસાદથી પાક વધશે તેવી અપેક્ષા હતી, પરંતુ હવે જીવાત અને નીંદણ વધી રહ્યા છે. ખેડૂતોની સમસ્યા હજુ પણ યથાવત છે અને હવે તેમને પાક પર દવા છંટકાવ માટે વધુ પૈસા ખર્ચવા પડશે. અન્ય જિલ્લાના ખેડૂતોની પણ આવી જ હાલત છે.

વરસાદને કારણે સોયાબીન, અડદ અને મગ જેવા ખરીફ પાકોમાં નીંદણ ઉગી રહ્યું છે. તે ઉપજને અસર કરે છે. ખેડૂતો હાથેથી અને બળદના સહારે ખેતીકામ કરી રહ્યા છે. પરંતુ હાલમાં ઝરમર વરસાદના કારણે નીંદણ ઉગી રહ્યું છે. ખેડૂતોએ જંતુનાશક દવાનો છંટકાવ પણ શરૂ કરી દીધો છે. વરસાદથી ખેડૂતોને થોડી રાહત મળી છે, પરંતુ હવે વાતાવરણમાં ફેરફારની સીધી અસર પાક પર પડી રહી છે. જીવાતોના વધતા ઉપદ્રવને કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો આવી શકે છે, તેથી જંતુનાશક દવાનો છંટકાવ પૂરજોશમાં ચાલી રહ્યો છે, પરંતુ તેનાથી ખેડૂતો પર આર્થિક બોજ વધી ગયો છે.

સોયાબીન પર આર્મી વોર્મ જીવાતનો પ્રકોપ વધ્યો

ખરીફ સિઝનમાં બુલઢાણા (મહારાષ્ટ્ર) જિલ્લામાં સોયાબીન મુખ્ય પાક છે. આ ઉપરાંત આ વર્ષે કઠોળનું વાવેતર થયું હોવાથી ખેડૂતો સોયાબીન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. દરમિયાન વાદળછાયા વાતાવરણને કારણે પાક પર જીવાતોનો ઉપદ્રવ ઝડપથી વધવા લાગ્યો છે. પાકનું સારું વાવેતર થશે તો જ ભવિષ્યમાં ઉત્પાદન વધશે તેથી ખેડૂતો વધુ ખર્ચ કરીને પાક ઉગાડવા પર ધ્યાન આપી રહ્યા છે. આ સાથે ઉત્પાદન અને આવકની દ્રષ્ટિએ પણ આ સિઝન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી ખેડૂતો દવાઓ પાછળ વધુ ખર્ચ કરીને પાકને સુરક્ષિત રાખી રહ્યા છે.

જીવાતો પર આ રીતે નિયંત્રણ મેળવી શકે છે ખેડૂતો

કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સલાહ આપી રહ્યા છે કે વરસાદની ઋતુમાં જીવાતથી પોતાના પાકને કેવી રીતે બચાવી શકાય. વૈજ્ઞાનીકોઓએ ખેડૂતોને જણાવ્યું છે કે પાક પર છંટકાવ કરતા પહેલા પાકનો સર્વે કરી લેવો જોઈએ. પાકના નુકસાનના સ્તરને ધ્યાનમાં રાખીને છંટકાવ કરવો જોઈએ. જો પ્રતિ મીટર હારમાં 4 નાના જંતુના લાર્વા જોવા મળે, તો જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. તેને પ્રોફેનોફોસ 20 મિલી અથવા ક્લોરાટ્રેનિલિપ્રોલ 3 મિલી અથવા ઈન્ડોક્સાકાર્બ 29 6.6 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી નાસપેક પંપ વડે છંટકાવ કરવો જોઈએ. આનાથી જંતુઓનો ઉપદ્રવ ઓછો થશે. તેમજ ખેડૂતોએ પ્રયાસ કરવો જોઈએ કે નીંદણ વધવા લાગે કે તરત જ તેને દુર કરવું જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">