ડૂંગળી બાદ હવે દૂધ પર MSPની ઉઠી માગ, ખેડૂતોએ કહ્યું કે દૂધનો ભાવ 50 રૂપિયા પ્રતિ લિટર હોવો જોઈએ

|

May 17, 2022 | 9:34 AM

MSP On Milk: ડેરી ખેડૂતોના સંગઠને આ અંગે કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાનને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું છે. મેમોરેન્ડમ દ્વારા ડેરી ખેડૂતોએ માગ કરી છે કે દૂધનો લઘુત્તમ ટેકાના ભાવ 50 રૂપિયા પ્રતિ લિટર હોવો જોઈએ, જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે.

ડૂંગળી બાદ હવે દૂધ પર MSPની ઉઠી માગ, ખેડૂતોએ કહ્યું કે દૂધનો ભાવ 50 રૂપિયા પ્રતિ લિટર હોવો જોઈએ
MSP On Milk
Image Credit source: TV9 Digital

Follow us on

ડુંગળી ઉત્પાદક ખેડૂતો બાદ હવે દૂધ ઉત્પાદકોએ પણ લઘુત્તમ ટેકાના ભાવ વધારવાની માગ શરૂ કરી છે. ઓડિશાના દૂધ ઉત્પાદક ખેડૂતો(Dairy Farmers)હવે દૂધ માટે MSPની માગ કરી રહ્યા છે. અહીંના ડેરી ખેડૂતો(Farmers)ના સંગઠને આ અંગે કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાનને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું છે. મેમોરેન્ડમ દ્વારા ડેરી ખેડૂતોએ માગ કરી છે કે દૂધનો લઘુત્તમ ટેકાના ભાવ (Milk Price) 50 રૂપિયા પ્રતિ લિટર હોવો જોઈએ, જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે. વાસ્તવમાં, કેન્દ્રીય મંત્રી સજીવ બાલ્યાન બે દિવસની મુલાકાતે ઓડિશા આવ્યા છે, આ દરમિયાન દૂધ ખેડૂત સંઘના પ્રમુખ રબી બેહેરા તેમને મળ્યા હતા અને તેમને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું.

પોતાની વાત રાખતા એસોસિએશને કહ્યું હતું કે દૂધ ઉત્પાદકો રાજ્યએ સુનિશ્ચિત કર્યું છે કે ભારત વિશ્વ સ્તરે આ ક્ષેત્રમાં ટોચનું સ્થાન હાંસલ કરે. તેથી તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. દૂધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે, તેઓને તેમના ઉત્પાદનના વાજબી ભાવ મળવા જોઈએ જેથી તેઓ નફો મેળવી શકે.

તેથી, ભાવવધારાના વર્તમાન યુગમાં, દૂધની લઘુત્તમ સમર્થન કિંમત (MSP)50 રૂપિયા પ્રતિ લિટર નક્કી કરવાની જરૂર છે. સાથોસાથ, ડેરી ઉત્પાદનો મંડળે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રીને સંકલિત બાળ વિકાસ સેવાઓ અને મધ્યાહ્ન ભોજન કાર્યક્રમોમાં દૂધ અને અન્ય દૂધ આધારિત ઉત્પાદનો જેમ કે પનીરનો સમાવેશ કરવા વિનંતી કરી, જેથી બાળકો પણ તેનો લાભ લઈ શકે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મિલ્ક પાર્લર બનાવવાની માગ

ICDS યોજના એ બાળકોની સંભાળ અને વિકાસ માટે કેન્દ્રના મુખ્ય કાર્યક્રમોમાંનો એક છે, જ્યારે મિડ-ડે હેઠળ શાળાએ જતા બાળકોને શાળામાં રાંધેલું ભોજન આપવામાં આવે છે, જેથી બાળકોને કુપોષણથી દૂર રાખી શકાય. મધ્યાહન ભોજન યોજના વિશ્વની સૌથી મોટી યોજનાઓમાંની એક છે.

એસોસિએશને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મિલ્ક પાર્લર બનાવવાની પણ માગ કરી હતી જેથી કરીને બેરોજગાર યુવાનો માટે રોજગારીની વધારાની તકો ઊભી કરી શકાય. સાથે જ કેન્દ્રીય મંત્રીને દેશના વિવિધ મંદિરોના પરિસરમાં મિલ્ક હબ બનાવવાની પહેલ કરવા વિનંતી કરી કે જ્યાં પૂજા માટે ડેરી ઉત્પાદનો ઉપલબ્ધ કરવામાં આવી શકે.

ગૌચરની જમીન સાચવવા માગ

દૂધ ફાર્મર્સ એસોસિયેશનના પ્રમુખ રબી બેહરાએ પણ પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં ગૌચરની જમીનના રક્ષણની માગ કરી છે. બેહેરાએ જણાવ્યું હતું કે મંત્રીએ એસોસિએશનની માગની પ્રશંસા કરી હતી અને તેમને આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી હતી. આ ક્ષેત્રમાં રોજગારની નવી તકો પણ ઊભી થશે, જેનો લાભ યુવાનોને મળશે.

Next Article