મહારાષ્ટ્રમાં 99.70 ટકા રસીકરણ છતાં લમ્પી વાયરસનો કહેર યથાવત, રાજય સરકારનો 99.70 ટકા પશુઓના રસીકરણનો દાવો

સપ્ટેમબર મહિનાની મધ્યમા 89 પશુઓના મોત થયા હતા. જેમા 75 દિવસમા 23 હજાર 493 પશુઓનુ મોત થયા છે. પશુ આરોગ્ય કેન્દ્રોની જાણકારી અનુસાર રાજયમા Lampy વાયરસથી અસરગ્રસ્ત પશુઓની મોતના વળતર રુપે સરકારે 26 કરોડ 61 લાખ રુપિયાની મદદ આપી છે.

મહારાષ્ટ્રમાં 99.70 ટકા રસીકરણ છતાં લમ્પી વાયરસનો કહેર યથાવત, રાજય સરકારનો 99.70 ટકા પશુઓના રસીકરણનો દાવો
મહારાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર (ફાઇલ ફોટો)
Follow Us:
Disha Thakar
| Edited By: | Updated on: Dec 07, 2022 | 3:38 PM

મહારાષ્ટ્ર સમાચાર : ભારતમાં કોરોના વાયરસના કહેર પછી પશુઓમા લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દેશના તમામ રાજ્યોમા લમ્પી વાયરસનો ખતરો વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 15 દિવસોમાં સાત હજારથી વધુ પશુઓ મૃત્યુ પામ્યા હતા. જ્યાં મહારાષ્ટ્રમા સરકાર એવા દાવા કરી રહી છે કે તેને રાજ્યના 99.70 ટકા પશુઓને રસીકરણ થઈ ગયુ છે. છતાં આ વાયરસથી પશુઓને બચાવી શકતા નથી. લમ્પી વાયરસના પ્રકોપથી પશુપાલનમા ચિંતાની સ્થિતી જોવા મળી રહી છે. દિવસે દિવસે પશુઓની મૃત્યુ સાથે સરકાર અને પશુપાલનોમા ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. પંજાબ,ગુજરાત,હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ પછી હવે સપ્ટેમ્બર મહિનાથી લમ્પી વાયરસ મહારાષ્ટ્રના પશુઓમાં પણ ફેલાયો છે. જેમાં ધીમેધીમે પશુઓના મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. મહારાષ્ટ્રના બુલઢાણા,અમરાવતી, અકોલા, જલગાંવ જેવા 35 જીલ્લાઓમા લમ્પી વાયરસથી વધુ પ્રભાવિત છે. લમ્પી વાયરસથી અસરગ્રસ્ત પશુઓમા દૂધ ઉત્પાદન ઘટવા આવ્યું છે.

જાણો કયા રાજયમાં વળતર આપવામાં આવ્યુ

મહારાષ્ટ્રના પશુપાલન કમિશનરેટ અનુસાર કુલ 3908 સંક્રમણ કેન્દ્રઓમાં લમ્પી વાયરસના કેસ સામે આવ્યા છે. સપ્ટેમબર મહિનાની મધ્યમાં 89 પશુઓના મોત થયા હતા. જેમાં 75 દિવસમાં 23 હજાર 493 પશુઓના મોત થયા છે. પશુ આરોગ્ય કેન્દ્રોની જાણકારી અનુસાર રાજયમાં લમ્પી વાયરસથી અસરગ્રસ્ત પશુઓની મોતના વળતરરુપે સરકારે 26 કરોડ 61 લાખ રુપિયાની મદદ આપી છે. મળતી માહિતી અનુસાર અમરાવતીમાં 1 હજાર 403 પશુઓને વળતરરુપે 3 કરોડ 65 લાખ 65 હજાર રુપિયા , જલગાંવ જીલ્લામાં 3 કરોડ 21 લાખ 11 હજાર રુપિયાનું વળતર આપ્યુ હતું. જયારે બુલઢાણા જીલ્લામાં 1 હજાર 230 પશુઓને 3 કરોડ 18 લાખ 13 હજાર રુપિયાનું વળતર ચુકવવામાં આવ્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કેટલા ટકા રસીકરણ થયુ

એક રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રમા કુલ 3 લાખ 36 હજાર 958 પશુઓ સંક્રમિત થયેલા હતા. જેમાંથી 2 ડિસેમ્બરના સુધી 2 લાખ 55 હજાર 535 પશુઓની સારવાર કરી હતી. 2 ડિસેમ્બરના સુધી કુલ 1 કરોડ 39 લાખ 23 હજાર પશુઓને નિ:શુલ્ક રસીકરણ કરવામાં આવ્યું હતું. પશુઓમાં કુલ 99.79 ટકા રસીકરણ થયું છે. તેમજ દેશના અન્ય રાજ્યોમાં પણ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જેથી પશુઓને લમ્પી વાયરસના કહેરથી બચાવી શકાય. પશુઓમા ઝડપથી ફેલાવનાર લમ્પી વાયરસથી કેન્દ્ર સરકાર , રાજય સરકાર ચિંતામય માહોલ જોવા મળ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">