Top 5 Vegetable crop: ફેબ્રુઆરીમાં વાવી શકાતી 5 મહત્વની શાકભાજી, જાણો વિગત

|

Jan 25, 2022 | 8:33 AM

જાન્યુઆરી મહિનો પૂરો થવાનો છે અને ફેબ્રુઆરી આવી રહ્યો છે, જે તમારા ખેતરમાં કે બગીચામાં અનેક શાકભાજી (Vegetable crop) ના પાક ઉગાડવા માટે શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે.

Top 5 Vegetable crop: ફેબ્રુઆરીમાં વાવી શકાતી 5 મહત્વની શાકભાજી, જાણો વિગત
Crops to grow in February (PC: krishijagran)

Follow us on

જાન્યુઆરી મહિનો પૂરો થવાનો છે અને ફેબ્રુઆરી આવી રહ્યો છે, જે તમારા ખેતરમાં કે બગીચામાં અનેક શાકભાજી (Vegetable crop)ના પાક ઉગાડવા માટે શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે. ઘણી વખત તમે વિચારો છો કે શું વાવવું જોઈએ અને શું નહીં (Which crops to grow in February), જેથી સારો ફાયદો મળી શકે. બીજી તરફ હવામાન અને બજારના સમયને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ આ પાકની વાવણી ફેબ્રુઆરીમાં કરવી જોઈએ, જેથી કરીને તેમને બજારમાં તેમની માંગ પ્રમાણે સારો ભાવ મળી શકે.

ફેબ્રુઆરી મહિનામાં નફાકારક પાક

તુરીયાનો પાક

તુરીયા અથવા તોરઈ તરીકે પણ ઓળખાય છે, આ શાકભાજી ભારતના લગભગ તમામ રાજ્યોમાં ઉગાડવામાં આવે છે. આપને જણાવી દઈએ કે તુરીયાના સૂકા બીજમાંથી પણ તેલ કાઢી શકાય છે. આ સિવાય ફળમાં પાણીનું પ્રમાણ વધુ હોવાને કારણે તે ઘણા સ્વાસ્થ્ય લાભો માટે પણ જાણીતું છે. તુરીયાની ખેતી માટે ગરમ અને ભેજવાળી આબોહવા જરૂરી છે અને ફળદ્રુપ તમામ પ્રકારની જમીનમાં વાવણી કરી શકાય છે. તુરીયાની ખેતી શરૂ કરવા માટે ફેબ્રુઆરી એ શ્રેષ્ઠ મહિનો છે, ત્યારે તુરીયાની બજારમાં ખૂબ માગ પણ રહેતી હોય છે.

મરચાનો પાક

મરચાની ખેતી ખરીફ અને રવિ પાક તરીકે ઉગાડી શકાય છે. તેમજ તે ગમે ત્યારે લગાવી શકાય છે. ખરીફ પાક તરીકે જો વાવેતરની વાત કરીએ તો તેના માટે મેથી જૂન મહિનાનો સમય સારો છે, જ્યારે રવિ પાક માટે સપ્ટેમ્બરથી ઓક્ટોબર છે અને જો તમે તેને ઉનાળુ પાક તરીકે રોપશો તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી સારા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કારેલાનો પાક

બજારમાં ઘણી માગની સાથે કારેલા ઘણા રોગો માટે ફાયદાકારક છે. ખેડૂતો આમાંથી ઘણી કમાણી કરી શકે છે. કારેલાની ખેતી સમગ્ર ભારતમાં અનેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. સારી નિતારણ શક્તિ ધરાવતી ચીકણી જમીન તેના સારા વિકાસ અને ઉત્પાદન માટે યોગ્ય માનવામાં આવે છે.

દુધીનો પાક

દુધીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને મિનરલ વોટર ઉપરાંત વિટામિન્સ પણ પૂરતા પ્રમાણમાં હોય છે. દુધીની ખેતી પહાડી વિસ્તારોથી લઈ મેદાની વિસ્તારો સુધી કરવામાં આવે છે. તેની ખેતી માટે ગરમ અને ભેજવાળું વાતાવરણ જરૂરી છે. સીધી વાવણી માટે બીજને વાવણી પહેલા 24 કલાક પાણીમાં પલાળી રાખો. તેથી બીજ અંકુરણની પ્રક્રિયા ઝડપી બને છે. આ પ્રક્રિયા પછી બીજ ખેતરમાં વાવણી માટે તૈયાર છે.

ભીંડાનો પાક

ભીંડી અથવા ‘લેડી ફિંગર’ અથવા ‘ભીંડો’ એ ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી અને આરોગ્યપ્રદ શાકભાજી છે. આ સિવાય આ એક એવી શાકભાજી છે જે દેશના લગભગ દરેક ભાગમાં ઉગાડી શકાય છે. ભીંડાની ખેતી માટે વાવણીની ત્રણ મુખ્ય ઋતુઓ ફેબ્રુઆરી-એપ્રિલ, જૂન-જુલાઈ અને ઓક્ટોબર-નવેમ્બર છે. હાલમાં ભીંડાની ઘણી સારી જાતો છે, જે ખેડૂતોને સારી ઉપજ આપે છે.

નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: Viral: હવે ગુલાબ જાંબુના વડા જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ બોલ્યા ‘આ એક જ બાકી હતું’

આ પણ વાંચો: Sesame Farming: તલની ખેતીથી ખેડૂતો મેળવી શકે છે સારો નફો, જાણો તલની ખેતીની સંપૂર્ણ માહિતી

Next Article