MSP પર 5 રાજ્યોમાંથી 180 લાખ મેટ્રિક ટન ઘઉંની થઈ ખરીદી, 17 લાખ ખેડૂતોને મળ્યા 36,412 કરોડ રૂપિયા

|

May 18, 2022 | 9:37 AM

વેપારીઓ ઉંચા ભાવ આપીને ખેડૂતો (Farmers) પાસેથી ઘઉંની ખરીદી કરી રહ્યા છે, જ્યારે સરકારે આ વર્ષ માટે 2015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની MSP નક્કી કરી છે.

MSP પર 5 રાજ્યોમાંથી 180 લાખ મેટ્રિક ટન ઘઉંની થઈ ખરીદી, 17 લાખ ખેડૂતોને મળ્યા 36,412 કરોડ રૂપિયા
Wheat Procurement
Image Credit source: File Photo

Follow us on

રવિ માર્કેટિંગ સિઝન 2022માં ઘઉંની ખરીદી લઘુત્તમ ટેકાના ભાવ (MSP)પર ચાલી રહી છે. અત્યાર સુધીમાં 5 રાજ્યોમાંથી 180 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી (Wheat Procurement) કરવામાં આવી છે. આનાથી લગભગ 17 લાખ ખેડૂતોને ફાયદો થયો છે અને તેમને 36,412 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી. આ વખતે ઘઉંની ખરીદીની પ્રક્રિયા ખૂબ જ ધીમી છે અને ખેડૂતો તેને સરકારી એજન્સીઓને વેચવાને બદલે ખુલ્લા બજારમાં વેચવાનું પસંદ કરી રહ્યા છે. વેપારીઓ ઉંચા ભાવ આપીને ખેડૂતો (Farmers) પાસેથી ઘઉંની ખરીદી કરી રહ્યા છે, જ્યારે સરકારે આ વર્ષ માટે 2015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની MSP નક્કી કરી છે.

મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં રવિ માર્કેટિંગ સીઝન (RMS) 2022-23 માટે કેન્દ્રીય પૂલ હેઠળ ઘઉંની ખરીદી સરળતાથી કરવામાં આવી રહી છે. 16 મે સુધી 180.71 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે, જેમાંથી 16.99 લાખ ખેડૂતોને રૂ.36,412.86 કરોડના લઘુત્તમ ટેકાના ભાવનો લાભ મળ્યો છે.

પંજાબમાં MSP પર સૌથી વધુ ખરીદી થઈ

ઘઉંની ખરીદીમાં પંજાબ પ્રથમ ક્રમે છે. ત્યાં અત્યાર સુધીમાં 95 લાખ 75 હજાર મેટ્રિક ટનથી વધુ ઘઉંની ખરીદી કરવામાં આવી છે. બીજી તરફ, મધ્યપ્રદેશ બીજા નંબર પર છે, જ્યાં 41 લાખ 74 હજાર મેટ્રિક ટનથી વધુ ઘઉંના ખેડૂતોએ MSP પર વેચાણ કર્યું છે. હરિયાણા ત્રીજા નંબરે છે અને સરકારી એજન્સીઓએ અહીં 40 લાખ 71 હજાર મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં 2 લાખ 37 હજાર મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે અને તે ચોથા નંબરે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ વખતે ઘઉંની લણણીની સિઝન શરૂ થાય તે પહેલા જ ઘઉંના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ પ્રભાવિત થતાં અને ઊંચા તાપમાનને કારણે દેશમાં ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે કિંમતો વધુ વધી હતી. લણણી શરૂ થયા પછી કિંમતો સ્થિર થઈ ન હતી અને ખેડૂતોએ તેમની ઉપજ એમએસપી કરતા વધુ કિંમતે વેચી હતી. આ જ કારણ છે કે ગત વર્ષની સરખામણીએ આ વખતે ઘણી ઓછી ખરીદી થઈ છે. આને ધ્યાનમાં રાખીને ઘઉંની ખરીદીની તારીખ લંબાવીને 31 મે કરવામાં આવી છે અને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ગયા વર્ષે ભારત સરકારે કુલ 4.33 કરોડ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી હતી. આ વખતે ખરીદીનો લક્ષ્યાંક 4.44 કરોડ રાખવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી લક્ષ્યાંકમાંથી અડધી પણ ખરીદી થઈ શકી નથી. ઉત્પાદન અંદાજ પણ 5.7 ટકા ઘટાડીને 10.5 કરોડ મેટ્રિક ટન કરવામાં આવ્યો છે જે અગાઉ 11 કરોડ મેટ્રિક ટન હતો.

Next Article