Crime: એન્જિનિયરની અંધશ્રદ્ધા ! તંત્ર-મંત્ર અને મેલી વિદ્યા થયાની શંકા કરી વૃદ્ધ પર કર્યો ખૂની હુમલો

|

Sep 03, 2021 | 1:21 PM

લોહી લુહાણ હાલતમાં વૃદ્ધ મરી ગયાનું માનીને આરોપી એન્જિનિયર ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો.

Crime: એન્જિનિયરની અંધશ્રદ્ધા ! તંત્ર-મંત્ર અને મેલી વિદ્યા થયાની શંકા કરી વૃદ્ધ પર કર્યો ખૂની હુમલો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Crime: અભણ-અબુધ લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરે તે તો સમજ્યા પણ જ્યારે ભણેલા-ગણેલા યુવાનો આવી માન્યતાઓમાં વિશ્વાસ કરે તો જરા અચરજ થાય છે. તાજેતરમાં એક એવી કિસ્સો બહાર આવ્યો છે કે જેમાં એક 25 વર્ષીય એન્જિનિયર યુવાને એક 63 વર્ષીય વૃદ્ધ પર હુમલો કર્યો છે. જેમાં યુવાનને શંકા હતી કે વૃદ્ધે તેના પર તંત્ર-મંત્ર મેલી વિદ્યા કરી છે.

ઓડિશાના જાજપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વૃદ્ધની હત્યાની કોશિશ બદલ એક એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એન્જિનિયરને શંકા હતી કે વૃદ્ધે તેની પર મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો છે.

ગુરુવારે આ મામલે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 25 વર્ષીય સુધાંશુ મોહંત છેલ્લા કેટલાક મહિનાઓથી પેટ સંબંધિત બીમારીઓથી પીડાતો હતો. ડિપ્લોમા ધારક ઇજનેરને શંકા હતી કે તે તેના ગામના 63 વર્ષીય નારાયણ મોહંતની તેના પર કરેલી મેલી વિદ્યાને કારણે ઘણીવાર બીમાર પડતો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ મામલે પોલીસે જણાવ્યુ કે તાજેતરમાં કાલીયાપાની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચાટીકપાસી ગામ નજીક, જ્યારે વૃદ્ધ તેની બકરીઓ ચરાવી રહ્યો હતો, ત્યારે યુવક ત્યાં પહોચ્યો. એન્જિનિયર યુવકે વૃદ્ધ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. લોહી લુહાણ હાલતમાં વૃદ્ધ મરી ગયાનું માનીને આરોપી એન્જિનિયર ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો.

ભાનમાં આવ્યે વૃદ્ધ ઘરે પરત ફર્યા
અધિકારીએ એ પણ કહ્યું કે પાછળથી વૃદ્ધ હોશમાં આવ્યા અને ઘરે પાછા ફર્યા. જે બાદ તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેની હાલત વધુ ખરાબ થયા બાદ તેને કટકની એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પીડિત વૃદ્ધની હાલત ગંભીર છે.

ફરિયાદના આધારે ધરપકડ
કાલિયાપાની પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રમાકાંત મુદુલીએ જણાવ્યું હતું કે પોલીસને આ સંદર્ભમાં ફરિયાદ મળી છે, જેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. કેસ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ કેસમાં આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે.

 

આ પણ વાંચો: Money Heist 5 : જાણો ક્રાઇમ થ્રિલર ડ્રામા ‘મની હાઇસ્ટ’ની હમણાં સુધીની તમામ સિઝનની કહાની

આ પણ વાંચો: Rajkot : એક્સપાયરી દવાના વેપલાનો પર્દાફાશ, અંદાજે 1 કરોડની દવાનો જથ્થો જપ્ત

Next Article