Ahmedabad : રામોલમાં સિલાઈ મશીન રીપેર કરવાના બહાને એક શખ્સે મહિલા પર દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ

|

Sep 10, 2021 | 5:45 PM

અમદાવાદ શહેરમાં જાણે ગુનાહિત બનાવોએ માઝા મૂકી હોય તેમ એક બાદ એક ગુનાહિત બનાવો સામે આવી રહ્યા છે. તે પછી ચોરી હોય, લૂંટ હોય કે દુષ્કર્મ જેવી ઘટના હોય. આવી જ એક ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ.

Ahmedabad : રામોલમાં સિલાઈ મશીન રીપેર કરવાના બહાને એક શખ્સે મહિલા પર  દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ
Woman in Ramol raped by acquaintance, accused arrested

Follow us on

અમદાવાદ શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં રામોલમાં એક પરિચિત મહિલા પર એક પરિણીત યુવાને દુષ્કર્મ ગુજારતા સમગ્ર મામલો રામોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો. જ્યાં પોલીસે પરિણીત યુવાનની ધરપકડ કરી છે. ત્યારે આ કિસ્સો અન્યો માટે પણ ચેતવણીરૂપ છે.

મહિલાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

અમદાવાદ શહેરમાં જાણે ગુનાહિત બનાવોએ માઝા મૂકી હોય તેમ એક બાદ એક ગુનાહિત બનાવો સામે આવી રહ્યા છે. તે પછી ચોરી હોય, લૂંટ હોય કે દુષ્કર્મ જેવી ઘટના હોય. આવી જ એક ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ. જ્યાં મહિલાએ ફરિયાદ કરી કે તેના ઘરે સિલાઇ મશીન રીપેર કરવા આવેલા પરિચિત શખ્સે તેના પર દુષ્કર્મ ગુજાર્યું. જ્યાં મહિલા એકલી હોવાથી એકલતાનો લાભ લઈને દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવ્યું. જે ઘટનામાં મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે મહેશ કુંડાના નામના શખ્સની ધરપકડ કરી લીધી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

મહિલા અને આરોપી બંને એકબીજાના પરિચિત

પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે બંને એટલે કે મહિલા અને શખ્સ બને એકબીજાના પરિચિત છે. કેમ કે અગાઉ બંને સુરેલીયા વિસ્તારમાં આસપાસ રહેતા હતા. જેથી બંને એકબીજાથી પરિચિત હતા. તેમજ આરોપી સિલાઈ મશીનનું કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. જેથી મહિલાના સાસુએ શખ્સને સિલાઈ મશીન રીપેર કરવા માટે બોલાવ્યો. અને ત્યારે મહિલા એકલી હોવાથી એકલતાનો લાભ લઇ દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવ્યું.

પોલીસને પ્રેમસંબંધ હોવાની પણ આશંકા

દુષ્કર્મની ઘટનામાં પોલીસે મહિલા અને આરોપીની મેડિકલ તપાસ કરાવી તપાસ શરૂ કરી છે. સાથે જ બને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ આશંકા છે. જે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જેથી દુષ્કર્મની ઘટનામાં વધુ પુરાવા અને માહિતી એકઠી કરી શકાય.

આરોપીની પોલીસે ધરપકડ કરી, વધુ તપાસ આરંભી

હાલ તો રામોલની ઘટનામાં આરોપી ઝડપાઇ ગયો છે. તો આ ઘટના પરથી અન્ય લોકોએ પણ શીખ લેવાની જરૂર છે. તેમજ એક તરફી પ્રેમમાં પડેલા લોકો માટે પણ આ કિસ્સો લાલ બતી સમાન લાગી રહ્યો છે. જેથી તેવા લોકો સાથે આવી ઘટના ન બને તો કોઈએ જેલ જવાનો વારો ન આવે.

Next Article