પ્રેમિ સાથે મળી કરી હતી પતિની હત્યા, 10 વર્ષ બાદ ક્રાઇમ બ્રાંચે મહિલાની કરી ધરપકડ, જાણો સમગ્ર કિસ્સો

|

Jul 19, 2021 | 6:45 PM

જોઈન્ટ સી.પી. આલોકકુમારે જણાવ્યું હતું કે, શકુંતલાએ ખુલાસો કર્યો છે કે, તેણે રવિ સાથે 2011માં લગ્ન કર્યા હતા પરંતુ કમલ સાથે પણ તેના આડા સંબંધો હતા.

પ્રેમિ સાથે મળી કરી હતી પતિની હત્યા, 10 વર્ષ બાદ ક્રાઇમ બ્રાંચે મહિલાની કરી ધરપકડ, જાણો સમગ્ર કિસ્સો
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

દિલ્લી પોલીસે 50 હજાર રૂપિયાની ઈનામિ ખૂની પત્નીની ધરપકડ કરી હતી. જેણે તેના પ્રેમી સાથે પતિની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગઈ હતો. દિલ્હી પોલીસે રાજસ્થાનના અલવરથી આ મહિલાની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેક્ટર રાજીવ રંજન, આસિસટન્ટ સબ ઈન્સ્પેક્ટર પ્રદીપ ગોદારા અને એસીપી ડો. વિકાસ શિવકાંદનીને 10 વર્ષ જુની હત્યાનો કેસ સોંપવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચને સમાચાર મળ્યા હતા કે શકુંતલા રાજસ્થાનના અલવરમાં ક્યાંક રહેતી હતી, ત્યારબાદ શકુંતલાને અલવરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હીના કાપસહેડામાં રહેતા રવિની હત્યા વર્ષ 2011માં કરવામાં આવી હતી. તેની હત્યાની તપાસમાં જાણવા મળ્યું કે તેની હત્યાનું કાવતરું તેની પત્ની શકુંતલાએ રચ્યું હતું અને આમાં તેને તેના પ્રેમી કમલે મદદ કરી હતી. કમલને દિલ્હી પોલીસે 2018માં અલવરથી ધરપકડ કરી હતી પરંતુ શકુંતલા 10 વર્ષથી ભારતના જુદા જુદા વિસ્તારોમાં છુપાઈ રહી હતી અને પોલીસને ગુમરાહ કરી રહી હતી.

જોઇન્ટ સી.પી. આલોકકુમારે જણાવ્યું હતું કે, શકુંતલાએ ખુલાસો કર્યો છે કે, તેણે રવિ સાથે 2011માં લગ્ન કર્યા હતા પરંતુ કમલ સાથે પણ તેના આડા સંબંધો હતા. રવિને તેના વિશે ખબર પડી ગઈ હતી અને તેથી જ શકુન્તલા અને કમલે રવિ સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

જોઇન્ટ સી.પી. ક્રાઈમ આલોક કુમારે જણાવ્યું હતું કે, તેણીએ તેના પ્રેમી કમલ સાથે કાવતરું ઘડ્યું હતું અને 22 માર્ચ 2011ના રોજ તેમની યોજના મુજબ શકુંતલાએ તેના પતિ રવિને તેને દિલ્હીના સમલખામાં તેની બહેનના ઘરે લઈ જવા કહ્યું હતું. રવિ શકુંતલાના કહેવા પર તે તેને કમલની કારમાં સમલખા લઇ ગયો. કમલ અને તેનો ડ્રાઇવર ગણેશ પણ તે સમયે કારમાં હતાં. શકુન્તલાને છોડ્યા પછી, કમલે રવિને ખાનગીમાં વાત કરવાનું કહેતાં ડ્રાઇવ પર લઇ ગયો. જ્યાં ગણેશની સાથે મળીને રવિને દોરડા વડે ગળેફાંસો આપીને હત્યા કરી નાખી હતી. તેનો મૃતદેહ અલવરના ટપકુકાડા ગામમાં બાંધકામ હેઠળ બિલ્ડિંગમાં દફનાવવામાં આવ્યો.

રવિની હત્યા પછી શકુન્તલા કમલ સાથે રહેવા લાગી હતી. આખરે તેણે 2017માં તેની સાથે લગ્ન કરી લીધા હતા. કમલની ઓક્ટોબર 2018 માં ક્રાઇમ બ્રાંચના એએચટીયુ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તે અલવર જેલમાં બંધ છે. આ કેસમાં તેના ડ્રાઈવર ગણેશની પણ ધરપકડ કરવામાં આવી હતી જ્યારે શકુંતલા ફરાર હતી. શકુંતલાને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવી છે.

 

આ પણ વાંચો: BSF Recruitment: બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં થઈ રહી છે ભરતી, જાણો લાયકાત અને પસંદગીની પ્રક્રિયા વિશે તમામ વિગતો

 

આ પણ વાંચો: Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં થઈ રહેલ ભરતીમાં 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો સમગ્ર વિગત

Next Article