AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દીપ સિદ્ધુએ 10 દિવસમાં પોસ્ટ કર્યા 3 વીડિયો, તેમ છતાં હજુ પોલીસની પહોંચથી બહાર

પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લા પર હિંસા બાદ મુખ્ય આરોપી દીપ સિદ્ધુ ઘટનાના 10 દિવસ 16 કલાક અને ત્રણ વીડિયો બાદ પણ ફરાર છે. દિલ્હી પોલીસે લુકઆઉટ નોટિસ દ્વારા ઈનામ જાહેર પણ જાહેર કરવામાં આવ્યું છે.

દીપ સિદ્ધુએ 10 દિવસમાં પોસ્ટ કર્યા 3 વીડિયો, તેમ છતાં હજુ પોલીસની પહોંચથી બહાર
દીપ સિદ્ધુ
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 05, 2021 | 4:20 PM
Share

પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લા પર હિંસા બાદ મુખ્ય આરોપી દીપ સિદ્ધુ ઘટનાના 10 દિવસ 16 કલાક અને ત્રણ વીડિયો બાદ પણ ફરાર છે. દિલ્હી પોલીસે લુકઆઉટ નોટિસ દ્વારા ઈનામ જાહેર પણ જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં દીપ પકડમાં નથી આવી રહ્યો. દીપ સિદ્ધુના પરિવાર અને મિત્રો પણ તેમના વિશે માહિતી નથી આપી રહ્યા છે. સંસદથી માંડીને ખેડૂત આંદોલનના ધરણા સ્થળ પરથી દીપ સિદ્ધુની ધરપકડની માંગ કરવામાં આવી રહી છે. શુક્રવારે રાજ્યસભામાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે દીપ સિદ્ધુની ધરપકડ નહીં થવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. રાઉતે પૂછ્યું કે આ દીપ સિદ્ધુ કોણ છે અને કેમ તેની હજુ સુધી ધરપકડ કરવામાં નથી આવી.

સોશિયલ મીડિયા પર એક્ટિવ પણ પોલીસીની પકડથી બહાર

પોલીસની પકડથી દૂર છે પણ દીપ સિદ્ધુ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. સિદ્ધુએ સોશિયલ મીડિયા પર પહેલા વીડિયોમાં પોતાને નિર્દોષ કહ્યો હતો. દીપ સિદ્ધુએ વીડિયોમાં કહ્યું હતું કે મેં પંજાબ અને અહીં લોકો માટે અવાજ ઉઠાવ્યો છે તેમ છતાં મારી સાથે દેશદ્રોહીની જેમ વર્તન થાય છે. આ પછી સિદ્ધુએ 2 ફેબ્રુઆરીએ પણ વીડિયો જાહેર કર્યો. બાદમાં દીપ સિદ્ધુએ ત્રીજી તારીખે જાહેર કરેલા વીડિયોમાં કહ્યું છે કે આપણે જૂઠાણાના આધારે લડી નહીં શકીએ, સત્યને સ્વીકારવાનું શરૂ કરો.

બદલાઈ રહી છે સિદ્ધુની લોકેશન

સિદ્ધુની લોકેશન વારંવાર બદલાઈ રહી છે. ક્યારેક હરિયાણામાં તો ક્યારેક પંજાબમાં બાતાવી રહ્યું છે. એક વીડિયોમાં તેણે બિહારમાં હોવાનો દાવો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસની એક ટીમ તેને પકડવા બિહાર જવા રવાના થઈ છે.

પોલીસે જાહર કર્યું છે ઈનામ

દિલ્હી પોલીસે દીપ સિદ્ધુ, જુગરાજ સિંઘ, ગુરજોત સિંહ અને ગુરજંત સિંહની બાતમી આપનાર માટે 1 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.

ના ઘરનો, ના ઘાટનો

સમગ્ર ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે તસ્વીરો વાયરલ થઈ હતી. આ ઉપરાંત સની દેઓલ સાથે પણ દીપ સિદ્ધુની તસ્વીરો વાયરલ થતાં સનીએ કહ્યું હતું કે મારા કે મારા પરિવારને દીપ સાથે કોઈ સંબંધ નથી. મળેલી માહિતી અનુસાર દીપ શરૂઆતથી જ કિસાન અંદોલન સાથે સંકળાયેલ હતો. તેમજ 26 જાન્યુઆરીની ઘટના બાદ કિસાન નેતાઓએ પણ હાથ ઊંચા કરી લીધા હતા અને દીપ સિદ્ધુને દોશી કહ્યો હતો.

આ પણ વાંચો: GUJARAT : મહાનગરોમાં ભાજપની યાદી જાહેર થતા જ અસંતોષ, અનેક કાર્યકરોએ ઠાલવ્યો રોષ

g clip-path="url(#clip0_868_265)">