ગ્રેટાની ટૂલકીટ પાછળ કોનો હાથ ? શું ખરેખર છે કોઈ ખાલિસ્તાની કનેક્શન? જાણો કોના પર શંકા

ગ્રેટાની ટૂલકીટ પાછળ કોનો હાથ ? શું ખરેખર છે કોઈ ખાલિસ્તાની કનેક્શન? જાણો કોના પર શંકા
ગ્રેટા થનબર્ગ ટ્વિટ

કમિશનર પ્રવીર રંજનએ કહ્યું ટૂલકિટનો ઉદ્દેશ્ય વિવિધ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જૂથો વચ્ચે નફરત ફેલાવવાનો હતો અને ભારત સરકાર વિરુદ્ધનું વાતાવરણ ઉભું કરવાનો હતો.

Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Feb 05, 2021 | 11:41 AM

દિલ્હી પોલીસના સાયબર સેલે સ્વીડિશ કાર્યકર ગ્રેટા થનબર્ગ દ્વારા ટ્વિટ કરાયેલા દસ્તાવેજની તપાસ શરૂ કરી દીધો છે. બુધવારે અજ્ઞાન વ્યક્તિ સામે ‘દંગો ટૂલકિટ’ બનાવવા બદલ એફઆઈઆર નોંધાઈ હતી. પોલીસ આ ટૂલકીટ બનાવનારા લોકો સુધી પહોંચવા માંગે છે. દાવો છે કે ડિલીટ કરવામાં આવેલી ટૂલકિટમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં અરાજકતા ફેલાવવાની વિગતવાર યોજના હતી. સ્પેશ્યલ કમિશનર પ્રવીર રંજનએ કહ્યું, “પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ટૂલકીટ એક પ્રો-ખાલિસ્તાની સંગઠન દ્વારા બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે “એવું લાગે છે કે આ ટૂલકિટનો ઉદ્દેશ્ય વિવિધ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જૂથો વચ્ચે નફરત ફેલાવવાનો હતો અને ભારત સરકાર વિરુદ્ધનું વાતાવરણ ઉભું કરવાનો હતો.”

ગૂગલ પાસેથી માંગવામાં મૂળ દસ્તાવેજ પોલીસે રાજદ્રોહ, ગુનાહિત કાવતરું, જૂથો વચ્ચે નફરત ભડકાવવાની કલમોમાં એફઆઇઆર નોંધી છે. જો કે આમાં ગ્રેટા કે અન્ય કોઈ આરોપીનું નામ આરોપી તરીકે નોંધવામાં નથી આવ્યું. પોલીસે જણાવ્યું કે આરોપી કોણ છે તે તપાસમાં જાણવા મળશે. પોલીસનો દાવો છે કે દસ્તાવેજનો મહત્વપૂર્ણ ભાગ હટાવવામાં આવ્યો અને એડિટ કરવામાં આવ્યો ત્યારે એમની શંકા વધી ગઈ. પોલીસ એફઆઈઆરને આધારે ગૂગલને નોટિસ પાઠવશે અને ઓરીજીનલ દસ્તાવેજની માંગ કરશે.

સૂત્રોનું કહેવું છે કે કેટલીક વેબસાઇટ્સ, સંસ્થાઓનું નામ દસ્તાવેજમાં હતું. એમાંથી કેટલા પર અલગ અલગ એજન્સીઓની પહેલાથી નજર રાખવામાં આવી રહી છે. કમિશનરે કહ્યું કે પોલીસ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે અને 300 થી વધુ હેન્ડલ્સની ઓળખ કરવામાં આવી છે જે નફરત અને દૂષિત કન્ટેન્ટ પીરસી રહ્યા છે. તેમણે કહ્યું કે સંકેત છે કે ડીપ સ્ટેટના લોકો તેની પાછળ છે અથવા ટૂંક સમયમાં જોડાશે.

શું ખરેખર છે ખાલિસ્તાન કનેક્શન સરકારના વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું કે આ ટૂલકિટ ભારતના હિતોને નુકસાન પહોંચાડવા માટે ‘પીસ ફોર જસ્ટિસ’ નામની સંસ્થા દ્વારા બનાવવામાં આવી છે. એસોસિએશનના સહ-સ્થાપકોમાં કેનેડાના વેનકુવરમાં રહેતા સ્વ-ઘોષિત ખાલિસ્તાન સમર્થક ધાલીવાલનું નામ છે. પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનમાં ભારતને લક્ષ્ય બનાવવાની કામગીરીનો પ્લાન બતાવવામાં આવ્યો હતો. એકમાં ‘યોગ અને ચાની છબીને તોડવી’, બીજામાં ’26 જાન્યુઆરીના એકઠા થઈને વૈશ્વિક દબાણ ઉભું કરવું’ તેમેજ ‘કૃષિ કાયદા પાછા ખેચવા’ જેવા પોઈન્ટ હતા. ગ્રેટાએ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. આ પહેલા તેના સ્ક્રીનશોટ લેવામાં આવ્યા હતા તેમજ દસ્તાવેજના જુદા જુદા ભાગોને સેવ કરવામાં આવ્યા હતા. જે બાદમાં વાયરલ થયા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati