AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ઓઢવમાં એક જ પરિવારના 4 લોકોની હત્યા કેસમાં આરોપી વિનોદ મરાઠીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદના ઓઢવમાં પોતાના જ પરિવારના ચાર લોકોની હત્યા કરનાર આરોપી વિનોદે કઠલાલ તાલુકાના મીનાવડાથી હથિયાર ખરીદ્યુ હોવાનું સામે આવ્યુ છે. આ હથિયારની ધાર આરોપીએ ઘીકાંટા જઈ કોઈ દુકાને કરાવી હતી. આરોપીએ હત્યા બાદ સુરતની હોટલમાં જઈ કપડા બદલ્યા હતા.

Ahmedabad: ઓઢવમાં એક જ પરિવારના 4 લોકોની હત્યા કેસમાં આરોપી વિનોદ મરાઠીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
Accused Vinod Marathi remanded for 5 days
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 5:59 PM
Share

અમદાવાદના (Ahmedabad) ઓઢવમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા (Murder) કેસના આરોપી વિનોદ મરાઠીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આરોપી વિનોદ મરાઠીને અરજન્ટ ચાર્જ મેટ્રો કોર્ટ (Metro Court)માં રજૂ કરવામાં આવ્યો હતો. જો કે આરોપી વિનોદ મરાઠીએ હત્યા સમયે ઉપયોગમાં લીધેલું ખંજર જપ્ત કરવાનું બાકી છે. આરોપીએ પત્નીના અનૈતિક સંબંધો સામે આવતા પત્નીની હત્યા કરી. બાદમાં બે બાળકો અને વડ સાસુની ઈરાદાપૂર્વક હત્યા કરી ફરાર થઈ ગયો. બાદમાં પત્નીના પ્રેમી હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. જો કે આરોપી વિનોદ પત્નીના પ્રેમીને મારવા આવી રહ્યો હતો, ત્યારે જ ક્રાઇમ બ્રાંચે તેને ઝડપી લીધો.

અમદાવાદના ઓઢવમાં પોતાના જ પરિવારના ચાર લોકોની હત્યા કરનાર આરોપી વિનોદે કઠલાલ તાલુકાના મીનાવડાથી હથિયાર ખરીદ્યું હોવાનું સામે આવ્યુ છે. આ હથિયારની ધાર આરોપીએ ઘીકાંટા જઈ કોઈ દુકાને કરાવી હતી. આરોપીએ હત્યા બાદ સુરતની હોટલમાં જઈ કપડા બદલ્યા હતા. પોલીસે હજુ સુરત, ઈન્દોર સહિતના સ્થળે તપાસ કરવાની બાકી છે. આરોપી વિનોદ મરાઠીએ પત્નીના આડા સંબંધોની આશંકાએ પરિવારના 4 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

ક્રાઈમ બ્રાંચે પકડેલા વિનોદ ઉર્ફે બાળા ગાયકવાડે ઘરના ચાર સભ્યોની કરૂણપિત હત્યા કરી હતી. વિનોદને પોતાના પુત્ર દ્વારા પત્નીના આડાસંબંધની જાણ થઈ હતી અને બસ પત્નીની હત્યા કરવા માટે તેણે પ્લાન બનાવ્યો. શનિવારના રોજ વિનોદે પત્નીને સરપ્રાઈઝ આપવાનું કહી આંખ અને મોઢા પર પટ્ટી બાંધીને મોતની સરપ્રાઈઝ આપીને હત્યા કરી દીધી. હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હોવાથી બે બાળકોને વિનોદે વસ્તુ ખરીદવા બહાર મોકલ્યા હતા. જે બજારમાંથી વસ્તુ ખરીદી ઘરે પહેલા 15 વર્ષની દીકરી પ્રગતિ આવી જેની હત્યા કરી દીધી અને બાદમાં 17 વર્ષીય ગણેશ નામના દીકરો આવતા જ હત્યા નિપજાવી. બાદમાં વડસાસુની હત્યા નિપજાવી.

ગણતરીની મિનિટો પત્ની ,બે બાળકો અને વડ સાસુની હત્યા નિપજ્યા બાદ પોતાની સાસુ સજુબેન પણ ઘરે બોલાવી હત્યાના ઈરાદે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યો હતો. પરંતુ ચાર હત્યાનો પસ્તાવો થતા સાસુ સાથે આખી રાત્રે ઘરે બેસી વહેલી સવારે ઘરે મૂકી આવ્યો અને જે હથિયાર વડે હુમલો કર્યો તે ઓઢવ નજીક ફેંકી દીધું હતું. સાસુ પર થયેલ હુમલાને અકસ્માત ખપાવી પોતે ઘર બંધ કરી ફરાર થઈ ગયો હતો. જો કે પત્નીનો પ્રેમી જીવિત હોવાથી તેની હત્યા માટે પત્નીનું મંગળસૂત્ર વેચવા વિનોદ અમદાવાદ આવ્યો પણ મંગળસૂત્ર ન વેચતા સુરતથી મધ્યપ્રદેશ ઈન્દોર નાસી છૂટ્યો હતો. પરંતુ મધ્યપ્રદેશથી અમદાવાદ પત્નીના પ્રેમીની હત્યા કરવા આવી રહ્યો હતો. ત્યાં દાહોદ બોર્ડર પાસે એસટી બસમાંથી પકડી લીધો હતો.

આરોપી વિનોદની પુરપરછમાં સામે આવ્યું કે તેની પત્ની સોનલ બે વર્ષથી એક યુવક જોડે આડાસંબંધ હતા. જે સોનલ નોકરી કરતી તેના જ માલિક સાથે સંબંધ હતા. જે આડા સંબંધમાં પરિવારની હત્યા કરી. 26મીની રાત્રે પત્ની, બાળકો સહિત ચાર હત્યા કર્યા બાદ આરોપી પોતાના ઘરમાં રહેલ લોહીના ડાઘ સાફ કર્યા અને ઘરમાં જ બેસી દારૂનો નશો કર્યો હોવાનો ખુલાસો કર્યો છે. જો કે પ્રેમીના હત્યાનું કાવતરું ઘડ્યું હોવાના પર્દાફાશ થયા બાદ આરોપી વિરુદ્ધ વધુ કોઈ ગુનો નોંધાય છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો-

Gandhinagar: કલોલમાં મહિલા શિક્ષિકાના અપહરણના કેસમાં સ્થાનિક પોલીસ, LCB અને SOGએ શરૂ કરી તપાસ, CCTVના આધારે પોલીસે શંકાસ્પદની ઓળખ કરી

આ પણ વાંચો-

Narmada : આદિવાસી સમાજ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પીણીને લઇ નાયબ કલેક્ટરને ફરજ મોકૂફ કરાયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">