Rajasthan police: સ્વિમિંગ પુલમાં રંગ-રેલીયા મનાવતા પોલીસ અધિકારી અને મહિલા કોન્સટેબલનો વિડીયો વાયરલ, એક પછી એક આટલા થયા સસ્પેન્ડ

|

Sep 12, 2021 | 3:21 PM

સ્વિમિંગ પુલમાં મહિલા કોન્સ્ટેબલ સાથે અશ્લીલ કૃત્યો કરતા પકડાયેલા ડેપ્યુટી એસપી સામે તપાસ ભલે એસઓજીને સોંપવામાં આવી ન હોય. પરંતુ આ સમગ્ર મામલાની તપાસનું DGP મોનિટરિંગ કરી રહ્યા છે.

Rajasthan police: સ્વિમિંગ પુલમાં રંગ-રેલીયા મનાવતા પોલીસ અધિકારી અને મહિલા કોન્સટેબલનો વિડીયો વાયરલ, એક પછી એક આટલા થયા સસ્પેન્ડ
સ્વિમિંગ પુલમાં રંગ-રેલીયા મનાવતા DySP અને મહિલા કોન્સટેબલનો વિડીયો વાયરલ

Follow us on

આજકાલ રાજસ્થાન પોલીસ (Rajasthan police) તેના પોતાના રંગીન સ્વભાવના ડેપ્યુટી એસપી અને મહિલા કોન્સ્ટેબલની રંગ-રેલીયાથી પરેશાન છે. શુક્રવારે એક બાળકની સામે સ્વિમિંગ પૂલ (Swimming Pool) માં સ્નાન કરતી વખતે અશ્લીલ કૃત્યો કરતા પકડાયા બાદ અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. જયપુર પોલીસ કમિશનરેટમાં તૈનાત મહિલા કોન્સ્ટેબલ (lady Police Constable), જે ડેપ્યુટી એસપી સાથે પૂલમાં પોતાના નાના બાળક સામે જ “મોજ” કરતી હતી, તેને પણ સસ્પેન્ડ કરવામાં આવી હતી.

રાજ્યના પોલીસ મહાનિદેશાલય, આ કેસ સબંધીત એક એક વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી રહી છે. શનિવારે, આ જ ક્રમમાં, પોલીસ મહાનિદેશાલયે વધુ ચાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. સસ્પેન્ડ કરાયેલા ચાર પોલીસ અધિકારીઓ પર આરોપ છે કે જો તેઓએ કેસની શરૂઆતમાં જ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી હોત તો વિભાગની આટલી બદનામી ન થઈ હોત.

તે જ સમયે, તેમના વિલંબને કારણે, સમગ્ર ઘટનાની તપાસ સાથે સંબંધિત તમામ પુરાવા-સાક્ષીઓને પણ આડકતરી રીતે પ્રભાવિત કરવાની તક આપવામાં આવી છે. રાજ્ય પોલીસ મહાનિદેશાલયના સૂત્રોએ પણ આ ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પુષ્ટિ કરી છે. શનિવારે સસ્પેન્ડ કરાયેલા અન્ય ચાર પોલીસ અધિકારીઓમાં એક નાયબ એસપી (નાયબ પોલીસ અધિક્ષક), એક મદદનીશ પોલીસ કમિશનર (એસીપી) અને બે પોલીસ સ્ટેશનના હેડનો સમાવેશ થાય છે. આ તમામ સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

સ્વિમિંગ પુલમાં મહિલા કોન્સ્ટેબલ સાથે ડેપ્યુટી એસપીની અશ્લીલ હરકતો વાળી ઘટનાની તપાસ કરી રહેલા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એક અધિકારીએ આ ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પુષ્ટિ કરી છે. જો SOG ટીમના અધિકારીની વાત માની લેવામાં આવે તો શનિવારે સસ્પેન્ડ કરાયેલા કેટલાક અધિકારીઓની જલ્દીથી ધરપકડ થવાની આશંકાઓને સંપૂર્ણપણે નકારી શકાય નહીં.

આ બધા પર આરોપ છે કે જો શરૂઆત સમયે આ બધાએ પોતાની જવાબદારી પૂરી કરી હોત તો ડિપાર્ટમેન્ટની આટલી બધી બદનામી ન થઈ હોત. રાજસ્થાન સ્ટેટ ડિરેક્ટોરેટ જનરલ ઓફ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં કુચામનના નાયબ પોલીસ અધિક્ષક (ડેપ્યુટી એસપી) મોતા રામ બેનીવાલ, ઝોતવાડાના મદદનીશ પોલીસ કમિશનર હરિશંકર શર્મા, ચિતાવાના બે એસએચઓ અને કલવાર, ઓમપ્રકાશ મીના અને ગુરુ દત્ત સૈનીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સ્વિમિંગ પુલમાં મહિલા કોન્સ્ટેબલ સાથે અશ્લીલ કૃત્યો કરતા પકડાયેલા ડેપ્યુટી એસપી સામે તપાસ ભલે એસઓજીને સોંપવામાં આવી ન હોય. પરંતુ આ સમગ્ર મામલાની તપાસનું ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (Director General of Police Rajasthan) એમએલ લેધર દ્વારા સીધું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે સ્વિમિંગ પુલમાં અશ્લીલ હરકતોના આરોપમાં ડેપ્યુટી એસપી અને લેડી કોન્સ્ટેબલ સામે સીધી કાર્યવાહી કરવામાં આવી હતી.

બીજી બાજુ, જો એસઓજી (આ મામલાની તપાસ માટે રચાયેલી ખાસ ટીમ)નું માનવમાં, તો આ આખો મામલો ડેપ્યુટી એસપી (હીરાલાલ સૈની) અને વાયરલ વીડિયોમાં જોવા મળતી મહિલા કોન્સ્ટેબલની મોજ – મસ્તી સુધી મર્યાદિત રહ્યો નથી. બાળ જાતીય શોષણ સાથે જોડાયેલા હોવાને કારણે મામલો ગંભીર બન્યો છે. તેથી જ આ મામલે રાજ્ય પોલીસ મહાનિદેશાલય આ મામલે ખાસ વોચ રાખી રહ્યું છે.

મામલો ક્યાંક બ્લેકમેલિંગનો તો નથી ને?
તપાસમાં સામેલ એસઓજીની તપાસમાં જે હકીકતો સામે આવી રહી છે તે સમગ્ર મામલો સ્વિમિંગ પુલમાં ડેપ્યુટી એસપીના રંગીન મિજાજ આગળ લઈ જવા તરફ ઈશારો કરી રહી છે. તપાસમાં આવા કેટલાક તથ્યો પણ બહાર આવી રહ્યા છે કે આ કેસ ‘બ્લેકમેલિંગ’ સાથે પણ સંબંધિત હોઇ શકે છે. શું મહિલા કોન્સ્ટેબલે ડેપ્યુટી એસપીનો વીડિયો બનાવ્યો હતો અથવા બ્લેકમેલિંગના ઈરાદાથી વાયરલ કર્યો હતો? આ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

જાણવા મળ્યું છે કે વાયરલ વીડિયો કેસ ઉકેલવા માટે મહિલા કોન્સ્ટેબલ અને આરોપીની ધરપકડ કરાયેલા આરોપી વચ્ચેનો સોદો પણ 50 લાખમાં પતાવ્યો હતો. પરંતુ પાછળથી તે સોદો કોઈ કારણોસર પૂર્ણ થઈ શક્યો નહીં.

તેવુ માનવમાં આવે છે કે ડિલ ફેલ થવાને કારણે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. અને આજે રાજસ્થાન પોલીસની મહિલા કોન્સ્ટેબલ અને ડેપ્યુટી એસપીની આવી નીચ હરકતોને કારણે ક્યાય પણ મોઢું દેખાડવા લાયક નથી રહ્યા.

આ પણ વાંચો: RBI Officer Grade B Final Result : RBI અધિકારી ગ્રેડ B ભરતી પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, આ સરળ રીતથી ચેક કરો

આ પણ વાંચો: ખેડૂતોને આ મુખ્યમંત્રીએ કરી 743 કરોડ રૂપિયાની લ્હાણી, દરેક ખેડૂતના ખાતામાં જમા કર્યા 2 હજાર રૂપિયા

Next Article