Valsad: બદમાશો અપહરણની ઘટનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે દબોચી લીધા

|

Apr 18, 2021 | 10:51 PM

એક અગ્રણી ઉદ્યોગપતિ અને એક અગ્રણી બિલ્ડરના અપહરણ પહેલા જ વલસાડ જિલ્લાની ડુંગરા પોલીસ એક ખૂંખાર ગેંગને પિસ્તોલ અને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડી છે.

Valsad: બદમાશો અપહરણની ઘટનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે દબોચી લીધા
પ્રતિકાત્મક તસવીર

Follow us on

એક અગ્રણી ઉદ્યોગપતિ અને એક અગ્રણી બિલ્ડરના અપહરણ પહેલા જ વલસાડ જિલ્લાની ડુંગરા પોલીસ એક ખૂંખાર ગેંગને પિસ્તોલ અને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડી છે. વાપીની ડુંગરા પોલીસે લૂંટ અને અપહરણને અંજામ આપવા નિકળેલી એક ખૂંખાર ગેંગને ઝડપી ગેંગના 4 સાગરીતોને પણ દબોચી લીધા છે. વલસાડ જિલ્લાના ઉમરગામના એક અગ્રણી ઉધોગપતિની થોડા દિવસ અગાઉ અપહરણ થયું હતું અને અપહરણકર્તાઓએ પરિવારજનો પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માંગી હતી.

 

જોકે આ કેસને વલસાડ જિલ્લા પોલીસે સફળતાપૂર્વક ઉકેલી અને બિલ્ડરનો છુટકારો કરાવ્યો હતો અને દેશભરમાં અપહરણના ગુનાઓને અંજામ આપતી એક ખુંખાર ગેંગને ઝડપી પાડી હતી. ત્યારે ફરી એક વખત વલસાડ જિલ્લામાં અપહરણ અને લુંટના ગંભીર ગુનાઓને અંજામ આપતી એક ખૂંખાર ગેંગે એક્ટિવ થઈ હોવાની વલસાડ જિલ્લા પોલીસને બાતમી મળી હતી.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

 

આથી પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. એ વખતે જ વાપી ડુંગરાના પોલીસને એક ગુપ્ત બાતમી મળી જેમાં અપહરણ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતી એક ખૂંખાર ગેંગ વાપીના એક અગ્રણી ઉદ્યોગપતી અને સેલવાસના એક અગ્રણી બિલ્ડરને ટાર્ગેટ બનાવી તેમનું અપહરણ કરી તેમના પરિવાર પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માંગવાના પ્લાન સાથે ગુનાને અંજામ આપવા નીકળી છે. એવી બાતમી મળતા વલસાડ જિલ્લા પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી.

 

આ રીતે પકડી પાડ્યા અપહરણકર્તાઓને

વાપીના ડુંગરા પોલીસની ટીમ બાતમી મળ્યા બાદ સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને વાપીની હદ પર આવેલા પીપરીયા નજીક વોચમાં બેઠી હતી. એ વખતે જ રોડ પરથી પસાર થતી એક નંબર પ્લેટ વિનાની શંકાસ્પદ કારને રોકવા પોલીસે પ્રયાસ કર્યો હતો. પરંતુ કારમાં સવાર અન્ય શખ્સો પરિસ્થિતિ પારખી ગઈ પોલીસને જોતા જ પુરઝડપે હંકારી દીધી હતી. આથી ડુંગરા પોલીસ પહેલાથી તૈયારીમાં હતી અને ફરાર થઈ રહેલી કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પીપરીયા ચેકપોસ્ટ પર પહોંચતાં જ કારને પોલીસે રોકી લીધી હતી. કાર રોકાતા જ કારમાંથી એક વ્યક્તિ ફરાર થઈ ગયો હતો.

 

જોકે પોલીસે કારમાં સવાર અન્ય ચાર વ્યક્તિઓને ઝડપી પાડયા હતા. કારમાં સવાર વ્યક્તિઓની તપાસ કરતાં તેમની પાસેથી વિદેશી બનાવટની એક ઓટોમેટીક પિસ્તોલ અને 10 જીવતા કારતૂસ અને મેગેઝીન પણ મળી આવ્યું હતું. આથી પોલીસ ચોંકી ગઈ હતી અને વધુ તપાસ કરતા વ્યક્તિઓ પાસેથી અન્ય ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા. પોલીસે કારમાં સવાર તમામ ચાર વ્યક્તિઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં લગભગ તમામ આરોપીઓ લબરમૂછિયા 22 વર્ષની ઉંમરના છે.

 

આ પણ વાંચો: રાજ્યમાં કોરોના વાઈરસનો કોહરામ, અમદાવાદમાં 435 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન

Next Article